તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બર્થડે ગિફ્ટ:અનિલ કપૂરે પત્નીના 56મા જન્મદિવસ પર ગિફ્ટમાં મર્સિડિઝ બેન્ઝ GLS આપી, કારની કિંમત 1 કરોડ રૂપિયા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અનિલ કપૂરે પત્ની સુનિતા કપૂરના 56મા બર્થડે પર કેટલીક તસવરો સો.મીડિયામાં શૅર કરીને શુભેચ્છા પાઠવી હતી. અનિલે પત્નીના જન્મદિવસ પર મર્સિડીઝ બેન્ઝ GLS કાર ગિફ્ટમાં આપી હતી. આ કારની કિંમત અંદાજે 1 કરોડ રૂપિયા હોવાની ચર્ચા છે.

અનિલે સુનીતા સાથે પસાર કરેલા સમયને યાદ કર્યો
અનિલે પોતાની પોસ્ટમાં કહ્યું હતું, 'મારા જીવનનના પ્રેમ સુનીતા કપૂર માટે...થર્ડ ક્લાસ ટ્રેનની બોગીની જર્નીથી લઈ લોકલ બસથી રિક્ષાથી કાળી-પીળી ટેક્સી સુધી, ઈકોનોમી ક્લાસની ટિકિટથી લઈ બિઝનેસની ફર્સ્ટ ક્લાસ સીટ સુધી, સાઉથમાં કરાઈકુડી જેવા ગામમાં નાની અને વિચિત્ર હોટલમાં રહેવાથી લઈ લેહ લદ્દાખમાં એક ટેન્ટમાં રહેવા સુધી, અમે અમારા ચહેરા પર હાસ્ય તથા હૃદયમાં પ્રેમ સાથે આ બધું કર્યું છે. આવા લાખો કારણોમાંથી આ કેટલાંક કારણ છે, જેને કારણે હું તને પ્રેમ કરું છું.'

અનિલ કપૂરની સો.મીડિયા પોસ્ટ
અનિલ કપૂરની સો.મીડિયા પોસ્ટ

સુનીતાને કારણે અનિલના ચહેરા પર હાસ્ય
અનિલ કપૂરે આગળ કહ્યું હતું, 'તું મારા હાસ્યનું કારણ છો અને માત્ર તારા જ કારણે આપણી આ જર્ની આટલી સારી રીતે પસાર થઈ. હું ઘણો જ નસીબદાર છઉં કે તું મારા જીવનમાં સોલ મેટ તથા જીવન પાર્ટનર બનીને આવી. આજે, રોજ તથા હંમેશાં હેપી બર્થડે. હંમેશાં પ્રેમ કરતો રહીશ.'

'મેરી જંગ'ના સેટ પર પહેલીવાર અનિલ-સુનીતા મળ્યા હતા
અનિલ તથા સુનીતાના લગ્ન 1984માં થયા હતા. બંને પહેલી જ વાર 'મેરી જંગ'ના સેટ પર મળ્યા હતા. સોનમ કપૂર તથા હર્ષવર્ધન કપૂર બોલિવૂડ સ્ટાર્સ છે, જ્યારે વચલી દીકરી રિયા ફિલ્મ પ્રોડ્યૂસર છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો