તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સો.મીડિયા વૉર:અનુરાગ કશ્યપે અનિલ કપૂરની ઠેકડી ઉડાવીને એક્ટરના વાળની મજાક કરી તો અનિલે 'બોમ્બે વેલ્વેટ'ની મશ્કરી કરી

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

અનિલ કપૂર તથા અનુરાગ કશ્યપ ટ્વિટર પર ઝઘડી પડ્યા હતા. અનિલ કપૂરે નેટફ્લિક્સની ઓરિજિનલ સિરીઝ 'દિલ્હી ક્રાઈમ'ને ઈન્ટરનેશનલ એમ્મી અવોર્ડ મળતા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. અનિલ કપૂરે કહ્યું હતું કે ભારતના કલાકારોને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી તે બાબત ઘણી જ સારી છે. જોકે, અનિલ કપૂરની આ પોસ્ટ અનુરાગ કશ્યપ મસ્તી કરી હતી. અલબત્ત, અનુરાગને આ મસ્તી ભારે પડી હતી અને અનિલે સામે જવાબ આપ્યો હતો. ત્યારબાદ અનિલ કપૂર તથા અનુરાગ કશ્યપ એકબીજાની કરિયર અંગે સામસામી દલીલો કરવા લાગ્યા હતા.

અનિલ કપૂરની આ પોસ્ટથી શરૂ થઈ દલીલો
અનિલ કપૂરે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી, 'મેં પહેલાં પણ કહ્યું હતું અને હવે બીજીવાર કહી રહ્યો છું કે કારણ કે તેઓ આના હકદાર હતા. 'દિલ્હી ક્રાઈમ'ની ટીમે અભિનંદન. આપણાં લોકોને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી તે જોઈને ઘણો જ આનંદ થયો હતો.'

અનુરાગે આ પોસ્ટ પર મજાક કરતાં જવાબ આપ્યો હતો, 'આપણાં લોકોને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી તે જોઈને ઘણો જ આનંદ થયો હતો. આમ તો તમારો ઓસ્કર ક્યા છે? નથી? સારું...નોમિનેશન?'

અનુરાગની આ પોસ્ટ પર અનિલે જવાબ આપતા કહ્યું હતું, 'સ્લમડોગ મિલિયોનર'ને ઓસ્કર અવોર્ડ મળ્યો હતો.' આ પોસ્ટ પર અનુરાગે વળતો જવાબ આપ્યો હતો. તેણે કહ્યું હતું, 'ક...ક..ક..ઈંગ સેકન્ડ ચોઈસ. તમે આ ફિલ્મ માટે બીજી પસંદ નહોતા?' અનુરાગે આ પોસ્ટ શાહરુખના સંદર્ભમાં કરી હતી. ઉલ્લેખનીય છે કે 'સ્લમડોગ મિલિયોનર' માટે પહેલી પસંદ શાહરુખ ખાન હતો.

અનિલ કપૂરે કહ્યું હતું, 'મને બીજી પસંદ ગણે તો ગણે. મારા માટે કામ એ કામ છે. તારા જેવા લોકોની જેમ કામ શોધતી વખતે વાળ તો નથી ખેંચવા પડતા.' અનુરાગે આ પોસ્ટ પર અનિલ કપૂરના વાળ અંગે કમેન્ટ કરી હતી. તેણે કહ્યું હતું, 'સર, તમે વાળ વિશે તો વાત જ ના કરશો. તમને તો તમારા વાળને કારણે જ રોલ મળી રહ્યાં છે.'

આ વાત પર અનિલ કપૂરે કહ્યું હતું, 'બેટા, મારી જેમ કરિયરમાં સારી સ્કિલ જોઈએ. એમ જ 40 વર્ષથી કંઈ મારી ગાડી નથી ચાલતી.' આના પર અનુરાગે ટીખળ કરતાં કહ્યું હતું, 'સર, 40 વર્ષ જૂની કારને તો વિન્ટેજ નથી કહેતા, કેટલીકને તો જોખમી પણ કહે છે.'

આ પોસ્ટ પર અનિલ કપૂરે રમૂજી જવાબ આપતા કહ્યું હતું, 'અબે, મારી ગાડી 40 વર્ષ ચાલી તો ચાલી, તારી તો હજી સુધી ગેરેમાંથી પણ નીકળી શકી નથી.' આના પર અનુરાગ 'રેસ 3'ને યાદ કરીને કહ્યું હતું, 'જો ગાડી 'રેસ 3'ની હોય તો સારું છે કે તે ગેરેજમાં જ રહે.'

અનિલે અનુરાગની સુપરફ્લોપ ફિલ્મ 'બોમ્બે વેલ્વેટ'ના બોક્સ ઓફિસ કલેક્શન તથા 'રેસ 3'ના બોક્સ ઓફિસ કલેક્શનની તુલના કરી હતી.

ઉલ્લેખનીય છે કે અનિલ કપૂર તથા અનુરાગ કશ્યપ ફિલ્મ 'AK vs AK'માં જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. માનવામાં આવે છે કે અનિલ તથા અનુરાગે સોશિયલ મીડિયામાં ફિલ્મના પ્રમોશનના ભાગરૂપે જ આ મજાક-મસ્તી કરી હતી. 'AK vs AK'ને વિક્રમાદિત્ય મોટવાણેએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં ડિરેક્ટર (અનુરાગ કશ્યપ)એ ફિલ્મ સ્ટાર (અનિલ કપૂર)ની દીકરીનું અપહરણ કરી લીધું હોય છે. ફિલ્મ સ્ટાર દીકરીને શોધવા તલપાપડ બને છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો