તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આયુષ્માન ખુરાના હાલ નોર્થ ઇસ્ટમાં તેની અપકમિંગ ફિલ્મ 'અનેક'નું શૂટિંગ કરી રહ્યો છે. આ એક એક્શન થ્રિલર ફિલ્મ છે. સૂત્રો મારફતે જાણવા મળ્યું કે આ ફિલ્મ માટે સ્ટીફન રિક્ટરને ઓન બોર્ડ લેવામાં આવ્યા છે. સ્ટીફન આ પહેલાં શાહરુખ ખાન અને હોલિવૂડ એક્ટર રયાન રેનોલ્ડ્સની ફિલ્મમાં કામ કરી ચૂક્યા છે. હવે તે ફિલ્મ 'અનેક'ના એક્શન સીન્સ ડિઝાઇન કરશે.
એક્શન ડિરેક્ટર સ્ટીફન સાથે ફિલ્મ શૂટ કરશે આયુષ્માન
સ્ટીફને 'ડોન-2'માં શાહરુખ ખાન અને 'ધ હિટમેન્સ બોડીગાર્ડ'માં રાયન રેનોલ્ડ્સ માટે એક્શન સિક્વન્સ ડિઝાઇન કર્યા હતા. આટલું જ નહીં અજય દેવગણની ફિલ્મ 'શિવાય'ના એક્શન સીન્સ પણ તેમણે જ ડિઝાઇન કર્યા હતા. સલમાન ખાનની ફિલ્મ 'કિક 2'માં પણ એક્શન કોરિયોગ્રાફી કરી હતી. આયુષ્માન આ વેટરન એક્શન ડિરેક્ટર સાથે મળીને કામ કરવા માટે ઘણો ઉત્સુક છે અને તેણે સેટ પરથી સ્ટીફન સાથેનો એક ફોટો પોસ્ટ કરીને તેના સોશિયલ મીડિયા પર આ વાતનો ખુલાસો કર્યો.
આયુષ્માનના કરિયરની સૌથી ખાસ ફિલ્મ હશે
આયુષ્માન કહે છે, 'અનેક ખરેખર મોટી ફિલ્મ હોવાની સાથે- સાથે મારા કરિયરની પણ સૌથી મોટી ફિલ્મ છે. અનુભવ સિન્હા તેમના વિઝન સાથે દર્શકોને મોટા પડદે અદભુત અનુભવ આપવામાં કોઈ ખામી રાખતા નથી. આ વાત સાચી છે કે સ્ટીફન આ ફિલ્મમાં અમારી સાથે કામ કરી રહ્યા છે.
તેમની પાસે નોલેજનો ખજાનો છે અને તે દુનિયાભરમાં મોટા પાયાની ફિલ્મોના એક્શન ડિરેક્ટર રહ્યા છે.' તેમની શાનદાર ક્રાફ્ટિંગ સ્કિલ્સ સાથે ફિલ્મ 'અનેક'નું એક્શન સિક્વન્સ પણ ગ્લોબલ સ્ટાન્ડર્ડનું હશે. આનાથી દર્શકોને રોમાંચક વિઝ્યુઅલનો અનુભવ મળશે. અનુભવ સર અને સ્ટીફને મને કંઈક એવું કરવાનું કહ્યું છે જે મારા માટે એકદમ નવું છે.'
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.