મુશ્કેલીમાં સાથ આપ્યો:NCBની પૂછપરછ બાદ અનન્યા પાંડેનો રૂમર્ડ બોયફ્રેન્ડ ઈશાન ખટ્ટર બુકે લઈને ઘરે આવ્યો

મુંબઈ3 મહિનો પહેલા
  • ઈશાન ખટ્ટર તથા અનન્યાએ માલદિવ્સમાં નવું વર્ષ સેલિબ્રેટ કર્યું હતું

આર્યન ખાન ડ્રગ્સ કેસમાં અનન્યા પાંડે પણ ફસાઈ છે. NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)એ ચંકી પાંડેની દીકરી સતત બે દિવસ પૂછપરછ કરી હતી. હવે ત્રીજીવાર 25 ઓક્ટોબરના રોજ પૂછપરછ કરશે. શનિવાર, 23 ઓક્ટોબરના રોજ અનન્યાનો કથિત બોયફ્રેન્ડ ઈશાન ખટ્ટર ફૂલોનું બુકે લઈને આવ્યો હતો. સો.મીડિયામાં આ વીડિયો ઘણો જ વાઇરલ થયો છે.

અનન્યાના ઘરે જતાં પહેલાં બુકે લેતો ઈશાન
અનન્યાના ઘરે જતાં પહેલાં બુકે લેતો ઈશાન

ફૂલોનું બુકે લઈને ઘરે આવ્યો
સો.મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં ઈશાન ખટ્ટર એક દુકાન પર ફૂલોનું બુકે ખરીદતો જોવા મળે છે. આ બુકે ખરીદ્યા બાદ ઈશાન ખટ્ટર કારમાં બેસીને અનન્યાની બિલ્ડિંગ તરફ જાય છે. અનન્યા માટે આ સમય થોડો મુશ્કેલ છે અને આથી જ ઈશાન તેને મળવા આવ્યો હતો. ઈશાનના બુકેમાં વ્હાઇટ, રેડ તથા પિંક ફ્લાવર્સ જોવા મળ્યા હતા.

માલદિવ્સથી પરત ફરેલા અનન્યા તથા ઈશાન
માલદિવ્સથી પરત ફરેલા અનન્યા તથા ઈશાન

માલદિવ્સમાં વેકેશન સાથે મનાવ્યું હતું
ઈશાન તથા અનન્યાએ ફિલ્મ 'ખાલી પીલી'માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ ખાસ કમાલ બતાવી શકી નહોતી. જોકે, આ ફિલ્મથી જ ઈશાન તથા અનન્યા એકબીજાની નિકટ આવ્યા હતા અને બંને વચ્ચે અફેરની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવે છે. આટલું જ નહીં બંનેએ નવું વર્ષ માલદિવ્સમાં સેલિબ્રેટ કર્યું હતું. ઈશાન તથા અનન્યાએ પોતાના સંબંધો અંગે હજી સુધી કંઈ જ કહ્યું નથી.

NCBને અનન્યાની ચેટ્સ મળી
NCBએ અનન્યા પાંડેની 21-22 ઓક્ટોબર એમ બે દિવસ છ કલાક પૂછપરછ કરી હતી.અનન્યા પાંડે સાથે જોડાયેલી ત્રણ ચેટ્સ સૌથી મહત્ત્વની છે. 2018થી 2019ની વચ્ચે આ ચેટ્સમાં ગાંજા અંગે વાત થઈ હતી. અનન્યાના બંને ફોન સીઝ કરવામાં આવ્યા છે. NCBએ અનન્યાને અનેક સવાલો પૂછ્યા હતા અને તે ઘણી જ કન્ફ્યૂઝ જોવા મળી હતી. તેણે ઘણાં સવાલોના જવાબમાં એમ કહ્યું કે તેને ઠીકથી યાદ નથી. NCBના સીનિયર અધિકારી પ્રમાણે, અનન્યાની ચેટમાં તે આર્યનને કહે છે કે તેણે ગાંજો ટ્રાય કર્યો છે અને તે ફરીવાર ગાંજો ટ્રાય કરવા માગે છે. આર્યને અનન્યાને ડ્રગ પેડલરનો નંબર આપ્યો હતો.

આર્યન તથા અનન્યા નાનપણના મિત્રો છે
આર્યન તથા અનન્યા નાનપણના મિત્રો છે

આર્યન-અનન્યા વચ્ચે ગાંજાની વાત
આર્યન ખાને અનન્યાને પૂછ્યું હતું કે તે ગાંજાની વ્યવસ્થા કરી શકશે? જેના પર અનન્યાએ જવાબ આપ્યો હતો કે તે ગાંજાની વ્યવસ્થા કરી આપશે. સૂત્રોના મતે, અનન્યા પાંડેને NCBએ આ અંગે સવાલ કર્યા હતા. જોકે, તેણે એમ કહ્યું હતું કે તે આર્યન સાથે મજાક કરતી હતી. NCB પાસે આ ચેટ ઉપરાંત પણ અનેક ચેટ્સ છે, જેમાં બંને અલગ અલગ સમયે ડ્રગ્સ અંગે વાત કરે છે.

શંકાસ્પદ નાણાકીય લેવડદેવડ અંગે સવાલ
ન્યૂઝ એજન્સી 'ANI' ના જણાવ્યા પ્રમાણે, NCBએ અનન્યા પાંડેને કેટલાંક શંકાસ્પદ નાણાકીય લેવડદેવડ અંગે સવાલો કર્યા હતા. આ સાથે જ આર્યન સાથે થયેલી વ્હોટ્સએપ ચેટ અંગે પણ પૂછપરછ કરી હતી.

NCB ઓફિસની બહાર અનન્યા પાંડે
NCB ઓફિસની બહાર અનન્યા પાંડે

NCB પાસે અનન્યાના મોબાઇલ-લેપટોપ
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, અનન્યાના લેપટોપ તથા મોબાઇલ NCBએ જપ્ત કરી લીધા છે. ઉલ્લેખનીય છે કે NCBના અધિકારીએ કહ્યું હતું કે અનન્યાને સમન્સ પાઠવવું એટલે એમ નહીં કે તે શંકાસ્પદ છે. આ તપાસનો હિસ્સો છે.

અનન્યા તથા ઈશાન ખટ્ટરના વર્કફ્રન્ટની વાત કરીએ તો, એક્ટ્રેસ શકુન બત્રાની ફિલ્મમાં દીપિકા પાદુકોણ તથા સિદ્ધાંત ચતુર્વેદી સાથે જોવા મળશે. સાઉથ સ્ટાર વિજય દેવરાકોંડા સાથે 'લાઇગર'માં જોવા મળશે. આ ઉપરાંત તે 'ખો ગયે હમ કહાં'માં પણ કામ કરી રહી છે. અનન્યા અનટાઇલ્ડ ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદી તથા આદર્શ ગૌરવ સાથે કામ કરી રહી છે. ઈશાન ખટ્ટર એક્ટ્રેસ કેટરીના તથા સિદ્ધાંત ચતુર્વેદી સાથે ફિલ્મ 'ફોન ભૂત'માં જોવા મળશે. આ ઉપરાંત તે મૃણાલ ઠાકુર સાથે ફિલ્મ 'પિપ્પા'માં કામ કરી રહ્યો છે.