સગાઈની પાર્ટી:અનન્યા પાંડેની કઝિનની એન્ગેજમેન્ટ પાર્ટીમાં સેલેબ્સનો જમાવડો, સલમાન ખાનનો પરિવાર પણ જોવા મળ્યો

મુંબઈ23 દિવસ પહેલા
  • કઝિનની સગાઈની પાર્ટીમાં અનન્યા જ હાજર રહી નહોતી

બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડેની કઝિન સિસ્ટર અલાના પાંડેએ હાલમાં જ બોયફ્રેન્ડ આઇવોર મેકક્રે સાથે સગાઈ કરી હતી. સગાઈ બાદ અલાનાના પેરેન્ટ્સે મુંબઈમાં એન્ગેજમેન્ટ પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં બોલિવૂડના અનેક સેલેબ્સ સામેલ થયા હતા.

અલાના પાંડેના પપ્પા ચિક્કી પાંડે બિઝનેસમેન છે, જ્યારે મમ્મી ડિઆના પાંડે ફિટનેસ ટ્રેનર છે. અલાનાને ભાઈ અહાન પાંડે છે. સગાઈમાં લારા દત્તા, મહેશ ભૂપથિ, બિપાશા બાસુ, સલમાન ખાનનો પરિવાર, ડિઝાઇનર એશ્લે રેબેલો, વરદા નડિયાદવાલા સહિતના સેલેબ્સ આવ્યા હતા. પાર્ટીની થીમ વ્હાઇટ હતી.

અલાના પાંડેની એન્ગેજમેન્ટ પાર્ટી તસવીરોમાં....

અનુરાગ કશ્યપની દીકરી આલિયા
અનુરાગ કશ્યપની દીકરી આલિયા
ડિઝાઇનર એશ્લો રેબેલો એન્ગેજમેન્ટ પાર્ટીમાં
ડિઝાઇનર એશ્લો રેબેલો એન્ગેજમેન્ટ પાર્ટીમાં
નિર્વાણ ખાન, સોહેલ ખાન-સલમા ખાન, અતુલ અગ્નિહોત્રી માતા સાથે
નિર્વાણ ખાન, સોહેલ ખાન-સલમા ખાન, અતુલ અગ્નિહોત્રી માતા સાથે
લારા દત્તા પતિ મહેશ ભૂપથિ સાથે, બિપાશા બાસુ, રોકી એસ તથા મમતા આનંદ
લારા દત્તા પતિ મહેશ ભૂપથિ સાથે, બિપાશા બાસુ, રોકી એસ તથા મમતા આનંદ
અલવીરા પતિ અતુલ અગ્નિહોત્રી તથા ડિઝાઇનર એશ્લે સાથે
અલવીરા પતિ અતુલ અગ્નિહોત્રી તથા ડિઝાઇનર એશ્લે સાથે
અલવીરા, એશ્લે તથા ડિઆના પાંડે
અલવીરા, એશ્લે તથા ડિઆના પાંડે
પાર્ટીમાં લૅવિશ ડેઝર્ટ સર્વ કરવામાં આવ્યું હતું
પાર્ટીમાં લૅવિશ ડેઝર્ટ સર્વ કરવામાં આવ્યું હતું
અલાના (વચ્ચે) મમ્મી ડિઆના તથા અલીઝે (સલમાનની ભત્રીજી) સાથે, ડિઆના તથા ભાવના પાંડે
અલાના (વચ્ચે) મમ્મી ડિઆના તથા અલીઝે (સલમાનની ભત્રીજી) સાથે, ડિઆના તથા ભાવના પાંડે
બિપાશા-ડિઆના, અલાના-આઇવોર સાથે બિપાશા
બિપાશા-ડિઆના, અલાના-આઇવોર સાથે બિપાશા
ડિઆના, બિપાશા-રોકી તથા લારા દત્તા સાથે
ડિઆના, બિપાશા-રોકી તથા લારા દત્તા સાથે
મહેમાનો સાથે ડિઆના-અલાના તથા આઇવોર
મહેમાનો સાથે ડિઆના-અલાના તથા આઇવોર
ડિઆના પાંડે
ડિઆના પાંડે
અલાના પાંડે તથા આઇવોર
અલાના પાંડે તથા આઇવોર
પાર્ટીમાં સર્વ કરવામાં આવેલા ફૂડનો વીડિયો વાઇરલ થયો હતો
પાર્ટીમાં સર્વ કરવામાં આવેલા ફૂડનો વીડિયો વાઇરલ થયો હતો
અલાનાને ગિફ્ટમાં આ બધી વસ્તુઓ મળી હતી
અલાનાને ગિફ્ટમાં આ બધી વસ્તુઓ મળી હતી

તસવીર શૅર કરી સગાઈની જાહેરાત કરી હતી
થોડાં દિવસ પહેલાં જ 26 વર્ષીય અલાનાએ સો.મીડિયામાં તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં આઇવોર પ્રપોઝ કરતાં જોવા મળ્યો હતો. તસવીર શૅર કરીને અલાના પાંડેએ કહ્યું હતું, 'જ્યાં સુધી હું તને મળી નહોતી ત્યાં સુધી કોઈ વ્યક્તિને આટલો પ્રેમ કરી શકાય તે અંગે વિચારી પણ શકતી નહોતી. મને રોજ હસાવવા માટે, આટલો પ્રેમ કરવા માટે થેંક્યૂ. આઇવર તે મને આ દુનિયામાં સૌથી નસીબદાર વ્યક્તિ હોવાનું ફિલ કરાવ્યું. હું તારી સાથે ઘર વસાવવા માટે તૈયાર છું અને હવે વધુ રાહ જોઈ શકું તેમ નથી.'