વાઇરલ:અનન્યા પાંડે પ્રિન્ટેડ બિકીનીમાં જોવા મળી, કિલર લુકના ચાહકો દીવાના થયા

મુંબઈ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડેએ હાલમાં જ સોશિયલ મીડિયામાં પ્રિન્ટેડ બિકીનીની તસવીરો શૅર કરી હતી. શાહરુખ ખાનની દીકરી સુહાનાએ આ તસવીરો પર કમેન્ટ પણ કરી હતી.

અનન્યાની માલદિવ્સની તસવીરો
અનન્યાએ માલદિવ્સમાં પ્રિન્ટેડ બિકીની પહેરીને આ ફોટોશૂટ કરાવ્યું છે. આ તસવીર પોસ્ટ કર્યા બાદ સુહાના ખાને કમેન્ટમાં 'વાઉ' કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે સુહાના ખાન, અનન્યા પાંડે તથા શનાયા કપૂર ત્રણેય ખાસ મિત્રો છે. એક ઇન્ટરવ્યૂમાં અનન્યા પાંડેએ કહ્યું હતું કે સુહાના તેમની મેકઅપ ગુરુ છે. તે પર્ફેક્ટ રીતે લાઇનર લગાવતી હોય છે. અનન્યાએ સુહાનાને બ્રિલિયન્ટ એક્ટર પણ કહી હતી. સુહાના તથા અનન્યા સાથે જ સ્કૂલે જતા હતા. તેઓ સ્કૂલના નાટકોમાં ભાગ લેતાં હતાં. તે માને છે કે સુહાના ઘણી જ સારી કલાકાર, સિંગર તથા ડાન્સર છે.

ડાબેથી, સુહાના ખાન, શનાયા કપૂર, અનન્યા પાંડે
ડાબેથી, સુહાના ખાન, શનાયા કપૂર, અનન્યા પાંડે

અનન્યાના વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલમાં જ તેણે 'લાઇગર'નું શૂટિંગ પૂરું કર્યું હતું. આ ફિલ્મમાં સાઉથ એક્ટર વિજય દેવરાકોંડા છે. ફિલ્મને પુરી જગન્નાથે ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં બોક્સર માઇક ટાયસન પણ છે. ફિલ્મને કરન જોહરે પ્રોડ્યૂસ કરી છે.

અનન્યા ડિરેક્ટર શકુન બત્રાની ફિલ્મ 'ગેહરાઈયાં'માં જોવા મળશે. આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર 11 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ, સિદ્ધાંત ચતુર્વેદી છે. આ ઉપરાંત તે 'ખો ગયે હમ કહાં'માં સિદ્ધાંત ચતુર્વેદી તથા આદર્શ ગૌરવ સાથે જોવા મળશે.