સ્ટારકિડનું દુઃખ:અનન્યા પાંડેને કરિયરના શરૂઆતના દિવસોમાં બ્રેસ્ટ સર્જરીની સલાહ આપવામાં આવી હતી

મુંબઈ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે કોઈને કોઈ વાતે સો.મીડિયામાં ટ્રોલ થતી હોય છે. અનન્યાએ એક ઇન્ટરવ્યૂમાં એમ કહ્યું હતું કે સ્ટાર કિડ્સે પણ બોલિવૂડમાં સંઘર્ષ કરવો પડે છે. એક્ટ્રેસને આ વાતને કારણે ઘણી જ ટ્રોલ કરવામાં આવી હતી. હાલમાં જ એક્ટ્રેસે કહ્યું હતું કે કરિયરના શરૂઆતના દિવસોમાં તેને બ્રેસ્ટ સર્જરી કરાવવાની સલાહ આપી હતી.

શું કહ્યું અનન્યાએ?
અનન્યાએ યુ ટ્યૂબર રણવીરના શોમાં કહ્યું હતું કે અનેક લોકો વિચારે છે કે સ્ટાર કિડ્સને સરળતાથી વસ્તુ મળી જાય છે અને તેમણે ટીકા સહન કરવી પડતી નથી. જોકે, વાસ્તવમાં એવું નથી. એક્ટ્રેસે કહ્યું હતું કે તેણે કરિયરના શરૂઆતના દિવસોમાં સેક્સિઝ્મ સહન કર્યું હતું.

લોકો સર્જરી કરાવવાની સલાહ આપતા
અનન્યાએ વાત કરતાં કહ્યું હતું કે લોકો તેને ચહેરા, બૉડીની સાથે સાથે બ્રેસ્ટ સર્જરી કરાવવાની સલાહ આપતા હતા. આ વાત તેના માટે તકલીફ આપનારી હતી. જ્યારે તેણે કામની શરૂઆત કરી ત્યારે લોકો આ વાત કહેતા હતા. જોકે, તેમણે આ વાત ઘણી જ કેઝ્યુઅલી કહી હતી. કોઈ પણ વાત સીધી રીતે કહી નહોતી, પરંતુ તેને ખ્યાલ આવી જતો હતો. તેને કહેવામાં આવ્યું હતું કે તારે થોડું ભરાવદાર થવાની જરૂર છે, તારે વજન વધારવાની જરૂર છે. સૌથી ખરાબ વાત એ રહેતી કે તમે કોઈની બૉડીને જજ કરો છો.

અનન્યાએ 'સ્ટૂડન્ટ ઑફ ધ યર 2'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં ટાઇગર શ્રોફ તથા તારા સુતરિયા હતા. વર્કફ્રન્ટની વાત કરીએ તો અનન્યા પાંડે 'લાઇગર' તથા 'ખો ગયે હમ કહાં'માં જોવા મળશે.