બોલિવૂડ એક્ટર ચંકી પાંડેના ભાઈ ચિક્કી પાંડેની દીકરી અલાના પાંડે તથા આઇવોર મેકક્રે લગ્ન કરવાના છે. અલાનાની મહેંદી સેરેમનીમાં બોલિવૂડના જાણીતા સેલેબ્સ આવ્યા હતા. આ ફંક્શનની ઇનસાઇડ તસવીરો સામે આવે છે. આ તસવીરોને કારણે અલાના પાંડેની કઝિન અનન્યા પાંડે ટ્રોલ થઈ રહી છે. અલાના પાંડેની મહેંદી સેરેમનીમાં એક યુવતી સિગારેટ પીતી જોવા મળી હતી. સો.મીડિયા યુઝરે દાવો કર્યો છે કે આ યુવતી અનન્યા પાંડે જ છે.
અનન્યા પાંડેએ સ્મોક કર્યું?
અલાના પાંડે તથા અનન્યા પાંડે કઝિન સિસ્ટર છે. અનન્યા કઝિનની પ્રી વેડિંગ ફંક્શનમાં સામેલ થઈ હતી. આ દરમિયાન એક યુવતી સિગારેટ પીતી જોવા મળી હતી. આ તસવીર જોઈને સો.મીડિયા યુઝર્સને લાગ્યું કે તે અનન્યા પાંડે છે. યુઝર્સે તે યુવતીની હેલ્થ અંગે ચિંતા વ્યક્ત કરીને ટ્રોલ કરી હતી.
આ તસવીર જોઈને એક યુઝરે કહ્યું હતું, 'મારી અનન્યા આવું કરી શકે નહીં.' બીજાએ કહ્યું હતું, 'આ લોકો પાસે તો મગજ છે નહીં.' અન્ય એકે કહ્યું હતું, 'અનન્યા પાંડેના હોઠ કેટલા મસ્ત છે. તે કેટલી સુંદર દેખાય છે. વિશ્વાસ નથી થતો કે તે સ્મોકર છે.' અન્ય એકે કમેન્ટ કરી હતી, 'આ જોઈને નવાઈ લાગી. એ વાત સાબિત થઈ કે તમને જે યોગ્ય લાગે તે જરૂરી નથી કે યોગ્ય જ હોય.'
અનન્યા પાંડે કઝિનની મહેંદી સેરેમનીમાં પિંક લહેંગામાં જોવા મળી હતી. તેણે લહેંગા સાથે મેટાલિક બ્રાલેટ કૅરી કર્યું હતું. તેણે નેચરલ મેકઅપ ને પોનીટેલ લીધી હતી. નોંધનીય છે કે અલાના પાંડેની મહેંદી સેરેમની સલમાનના ભાઈ સોહેલ ખાનના ઘરે યોજાઈ હતી. આ ફંક્શનમાં અનન્યા-અલાના પરિવાર ઉપરાંત સલમાનની માતા સલમા તથા હેલન, બોબી દેઓલ, બાબા સિદ્દીકી સહિતના મહેમાનો આવ્યા હતા.
અનન્યા-આદિત્ય વચ્ચે અફેર હોવાની ચર્ચા
અનન્યા પાંડે તથા આદિત્ય રોય કપૂર વચ્ચે અફેર હોવાની વાત જોરશોરથી ચર્ચાઈ રહી છે. હવે બંનેએ લેકમે ફેશન વીકના ગ્રાન્ડ ફિનાલેમાં સાથે રેમ્પ વૉક કર્યું હતું. અનન્યા-આદિત્ય હાલમાં જ સિદ્ધાર્થ તથા કિઆરાના રિસેપ્શનમાં સાથે આવ્યા હતા. આ ઉપરાંત આદિત્ય રોય કપૂર સ્ટારર 'ધ નાઇટ મેનેજર'ના પ્રીમિયરમાં પણ અનન્યા ખાસ હાજર રહી હતી. વર્કફ્રન્ટની વાત કરીએ તો અનન્યા 'ડ્રીમ ગર્લ 2'માં આયુષ્માન ખુરાના સાથે જોવા ણલશે. આદિત્ય 'ગુમરાહ'માં કામ કરી રહ્યો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.