એક્ટ્રેસનું અફેર:23 વર્ષની અનન્યા પાંડે 13 વર્ષ મોટા એક્ટરને ડેટ કરી રહી છે, થોડાં મહિના પહેલાં જ ઈશાન ખટ્ટર સાથેના સંબંધો તૂટ્યાં

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડમાં ગોસિપ પ્રકાશની ગતિ કરતાં પણ ઝડપથી પ્રસરે છે. હાલમાં બી ટાઉનમાં એવી ચર્ચા થઈ રહી છે કે અનન્યા પાંડે તથા આદિત્ય રોય કપૂર વચ્ચે કંઈક રંધાઈ રહ્યું છે. બંને છેલ્લાં કેટલાંક સમયથી એકબીજાની સાથે સમય પસાર કરી રહ્યા છે.

હાલમાં જ અનન્યા પાંડેનું બ્રેકઅપ થયું
અનન્યા પાંડે છેલ્લાં ત્રણ વર્ષથી શાહિદ કપૂરના ભાઈ ઈશાન ખટ્ટરને ડેટ કરતી હતી. બંનેના સંબંધો ફિલ્મ 'ખાલી પીલી'ના સેટ પર શરૂ થયા હતા. આ ફિલ્મ 2020માં ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. એપ્રિલ, 2022માં બંનેનું બ્રેકઅપ થયું હતું. મે, 2022માં બંને કરન જોહરની 50મી બર્થડે પાર્ટીમાં જોવા મળ્યા હતા અને બંનેએ એકબીજાની સાથે વાત પણ કરી હતી.

આદિત્ય કરતાં અનન્યા 13 વર્ષ નાની
આદિત્ય 36 વર્ષનો છે અને અનન્યા 23 વર્ષ છે. બંને વચ્ચે ઉંમરમાં 13 વર્ષનું અંતર છે. હાલમાં આદિત્ય તથા અનન્યા પબ્લિકમાં સાથે જોવા મળ્યા નથી. જોકે, ચર્ચા એવી છે કે બંને હાલમાં એકબીજાને ડેટ કરી રહ્યા છે.

આદિત્યના લવ અફેર્સ
અનન્યા પહેલાં આદિત્યનું નામ બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર તથા સુપરમોડલ દીવા ધવન સાથે જોડાઈ ચૂક્યું છે.

આદિત્ય-અનન્યાના અપકમિંગ પ્રોજેક્ટ
આદિત્યના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે 'મલંગ 2'માં જોવા મળશે. આ ઉપરાંત તે 'ગુમરાહ'માં પણ કામ કરી રહ્યો છે. આદિત્યની ફિલ્મ 'રાષ્ટ્ર કવચ ઓમ' હાલમાં જ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. અનન્યા પાંડે વિજય દેવરાકોન્ડાની ફિલ્મ 'લાઇગર'માં જોવા મળશે.