લોકડાઉન એક્ટિવિટી:અનન્યા પાંડેએ ‘ખાલી પીલી’ ફિલ્મના પેન્ટિંગમાં નવું કેરેક્ટર એડ કર્યું, કો-સ્ટાર ઈશાને કહ્યું- આવું કોઈ છે આપણી ફિલ્મમાં કે મેં શૂટિંગ મિસ કર્યું છે?

મુંબઈ3 વર્ષ પહેલા

કોરોના વાઇરસના સંક્રમણથી બચવા હાલ લોકોને ઘરે જ રહેવા અપીલ કરવામાં આવી રહે છે. લોકડાઉન 4.0માં અનન્યા પાંડે કોઈને કોઈ પ્રવૃત્તિ કરીને ઘરે સમય પસાર કરી રહી છે. અનન્યાએ તેની અપકમિંગ ફિલ્મ ‘ખાલી પીલી’નું એક પેન્ટિંગ બનાવ્યું છે. સોશિયલ મીડિયા પર તેણે પોસ્ટ પણ શેર કરી છે. 

અનન્યાએ ફોટો શેર કરી લખ્યું કે, ખાલી પીલીના પહેલા અનઓફિશિયલ પોસ્ટરનું પેન્ટિંગ ફિચરિંગ ઈશાન ખટ્ટર અને પેપા પિગ. આ ફોટો નીચે કો-સ્ટાર ઈશાન ખટ્ટરે કમેન્ટ કરી હતી. તેણે લખ્યું કે, પેપા પિગ આપણી ફિલ્મમાં છે? નક્કી મેં તે દિવસનું શૂટિંગ મિસ કર્યું હશે.

ઈશાન ખટ્ટર અને અનન્યા સ્ટારર આ ફિલ્મ 12 જૂનના રિલીઝ થવાની હતી પરંતુ લોકડાઉનને કારણે હવે રિલીઝ નહીં થઇ શકે. ‘ખાલી પીલી’ ફિલ્મને ‘ઝી સ્ટુડિયોઝ’ અને અલી અબ્બાસ ઝફર સાથે મળીને પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મના ડિરેક્ટર મકબૂલ ખાન છે. ફિલ્મમાં ‘રાઝી’ ફેમ એક્ટર જયદીપ અહલાવત વિલનના રોલમાં છે.

અન્ય સમાચારો પણ છે...