ચર્ચામાં ચંકી પાંડેની લાડલી:23 વર્ષની અનન્યા પાસે 72 કરોડની સંપત્તિ, ત્રણ ફિલ્મમાં કામ કર્યું છે

મુંબઈ3 મહિનો પહેલા
  • અનન્યા પાંડે પાસે હાલમાં 4 ફિલ્મ છે

બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે પણ ડ્રગ્સકેસમાં ફસાતી જોવા મળી રહી છે. NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)એ મુંબઈ સ્થિત ઘરમાં દરોડા પાડ્યા હતા. પછી અનન્યાને સમન્સ પાઠવીને બોલાવવામાં આવી હતી. 21 ઓક્ટોબરના રોજ અનન્યાની પૂછપરછ થઈ હતી. બીજા દિવસે, એટલે કે 22 ઓક્ટોબરે પણ તેને પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. આ દરમિયાન અનન્યાના ઘરની કેટલીક ઇન્સાઇડ તસવીરો પણ સો.મીડિયામાં વાઇરલ થઈ છે. અનન્યા મુંબઈના ખાર પશ્ચિમ વિસ્તારમાં રહે છે.

અનન્યા સો.મીડિયામાં ઘરની તસવીરો અવારનવાર શૅર કરતી હોય છે. લિવિંગ રૂમમાં બ્લેક એન્ડ વ્હાઇટ માર્બલ ફ્લોરની સાથે સિલિંગમાં લાઇટ વુડન પેનલ તથા રસ્ટિક વુડ શેન્ડેલિયર લગાવવામાં આવ્યું છે.

ઘરના ઇન્ટીરિયરમાં પર્ફેક્ટ બેલેન્સ જોવા મળે છે. બ્લૂ અને ગ્રીન રંગની સાથે ડીપ રેડ તથા બ્રાઉન રંગનો ઉપયોગ લિવિંગ રૂમને આગવો ઉઠાવ આપે છે. બ્લૂ વેલ્વેટ કાઉચ તથા ઓલિવ ગ્રીન કુશન સીટિંગ એરિયામાં ચાર ચાંદ લગાવે છે.

અનન્યાના બેડરૂમની વાત કરીએ તો ગ્રીન દીવાલો તથા ડાર્ક વૂલન ફ્લોરિંગ રૂમને સુંદર બનાવે છે. બેડરૂમમાં મોટો કાઉચ છે અને એમાં વ્હાઇટ લેધરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

બ્લેક એન્ડ વ્હાઇટ આર્ટવર્ક દીવાલને અલગ જ લુક આપે છે. ઘરમાં એક જગ્યાએ હાઇ ચેર્સ તથા બ્રાસ ફ્રેમવર્ક પણ છે.

નેટવર્થ 72 કરોડ રૂપિયા
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, 23 વર્ષની અનન્યાની નેટવર્થ અંદાજે 72 કરોડ રૂપિયાની છે. અનન્યાએ અત્યારસુધી માત્ર 3 ફિલ્મમાં કામ કર્યું છે. 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2'થી ડેબ્યુ કર્યા બાદ અનન્યા બે ફિલ્મમાં જોવા મળી છે, જેમાં 'પતિ પત્ની ઔર વો' તથા 'ખાલી પીલી' છે.

અનન્યાની આ ત્રણેય ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નથી. હવે તે શકુન બત્રાની ફિલ્મમાં દીપિકા પાદુકોણ તથા સિદ્ધાંત ચતુર્વેદી સાથે જોવા મળશે. સાઉથ સ્ટાર વિજય દેવરાકોંડા સાથે 'લાઇગર'માં જોવા મળશે. આ ઉપરાંત તે 'ખો ગયે હમ કહાં'માં પણ કામ કરી રહી છે. અનન્યા અનટાઇલ્ડ ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદી તથા આદર્શ ગૌરવ સાથે કામ કરી રહી છે.