તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોનમ-આનંદની વેડિંગ એનિવર્સરી:આનંદ આહુજા તેના મિત્ર સાથે સોનમ કપૂરનું સેટિંગ કરાવવા માગતો હતો, પોતે જ પ્રેમમાં પડી ગયો અને લગ્ન કરી લીધા

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર અને આનંદ આહુજાના લગ્નને ત્રણ વર્ષ પૂરા થઈ ગયા છે. સોનમ કપૂરે 8મે 2018ના રોજ દિલ્હી બેસ્ડ બિઝનેસમેન આનંદ આહુજાની સાથે લવ મેરેજ કર્યા હતા. લગ્નના લગભગ 14 મહિના બાદ એક ઈન્ટરવ્યુમાં તેણે જણાવ્યું હતું કે, કેવી રીતે આનંદ સાથે તેની પહેલી મુલાકાત થઈ અને કેવી રીતે તેમની પ્રેમ કહાની આગળ વધી. તેના જણાવ્યા પ્રમાણે, આનંદ વચેટિયા બનીને તેના બેસ્ટ ફ્રેન્ડની સાથે તેની વાત કરાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો અને તે તેની સાથે એવી રીતે વર્તણ કરતી હતી, જાણે તે તેની સ્કૂલ ટીચર હોય.

ફ્રેન્ડ્સ આનંદના બેસ્ટ ફ્રેન્ડ સાથે સેટિંગ કરાવતા હતા
સોનમે કહ્યું હતું, 'મારા ફ્રેન્ડ્સ મને આનંદના બેસ્ટ ફ્રેન્ડ સાથે સેટ કરાવવા માગતા હતાં. આ સમય દરમિયાન મારી તથા આનંદની મુલાકાત થઈ હતી. પહેલીવાર આનંદને મળી ત્યારે હું 'પ્રેમ રતન ધન પાયો' (2015)ના પ્રમોશનમાં વ્યસ્ત હતી. એક સાંજે મારા ફ્રેન્ડ્સ મને તાજ હોટલમાં લઈ ગયા હતાં. હું ત્યાં ઘણી જ કંટાળી ગઈ હતી. કારણ કે મારા ફ્રેન્ડ્સે એ ત્રણ-ચાર છોકરાઓને બોલાવ્યા હતાં, જે મને બિલકુલ પસંદ નહોતાં.'

સોનમે આગળ જણાવ્યું કે, 'હું કોઈને ડેટ કરવા માગતી નહોતી. હું લગ્નમાં બિલકુલ વિશ્વાસ રાખતી નહોતી. મેં આનંદ તથા તેના બેસ્ટ ફ્રેન્ડને જોયા હતાં. આનંદનો બેસ્ટ ફ્રેન્ડ મારી જેમ જ લાંબો હતો. તેને પણ મારી જેમ પુસ્તકો વાંચવાનો શોખ હતો અને હિન્દી ફિલ્મ્સ પસંદ હતી. તે ભણેલો-ગણેલો અને સારો વ્યક્તિ હતો. જોકે, તેને જોઈને મને મારા ભાઈ હર્ષની યાદ આવતી હતી. તે વ્યક્તિને હું ક્યારેય ડેટ કરી શકું તેમ નહોતી.'

સોનમે વધુમાં કહ્યું હતું, 'ક્યારેક-ક્યારેક લોકોને લાગે છે કે જો તેમના વિચારો મળતા આવે છે તો તેઓ લગ્ન કરી શકે છે. જોકે, હું અને આનંદ લગ્ન કરીશું, તેવું કોઈએ વિચાર્યું નહોતું. કારણ કે અમે બંને અલગ છીએ. તેને એ ખ્યાલ પણ નહોતો કે અનિલ કપૂર મારા પિતા છે. મેં અને આનંદે આખી સાંજ વાતો કરી હતી. જોકે, આનંદ તો તેના ફ્રેન્ડનું સેટિંગ મારી સાથે કરાવવા માગતો હતો.'

આનંદે કહ્યું 'તું મારા માટે જ છે'
સોનમે કહ્યું હતું કે આનંદે જ્યારે તેને પહેલી જ વાર મેસેજ કર્યો ત્યારે રાતના 2.30 વાગ્યા હતાં. તેણે કહ્યું હતું, 'એક દિવસ ફેસબુકમાં આનંદની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી અને મેસેજ હતો કે તું હજી પણ સિંગલ છે? કારણ કે કોઈ અન્ય વ્યક્તિ હજી પણ સિંગલ છે. જો તું લંડનમાં છે તો પ્લીઝ વાત કરજે. આ મેસેજ 2.30 વાગે આવ્યો હતો. ત્યારે મેં જવાબ આપ્યો હતો કે તારે મને મોડી રાત્રે મેસેજ કરવા જોઈએ નહીં.'

સોનમે કહ્યું હતું, 'હું એક સ્કૂલ ટીચરની જેમ વર્તન કરતી હતી. મેં જવાબ આપ્યો હતો કે મને મોડી રાતે મેસેજ કરવા નહીં. જો તારા ફ્રેન્ડે મારી સાથે વાત કરવી હોય તો તેણે જાતે જ મેસેજ કરવો જોઈએ. તું કેમ મેસેજ કરે? આ રીતે અમારી વાતચીત શરૂ થઈ હતી. પછી અમે ફોન પર વાત કરવાની શરૂઆત કરી હતી. બે અઠવાડિયા બાદ જ્યારે મેં આનંદને પૂછ્યું કે તે હજી પણ મારી વાત મિત્ર સાથે કરાવવા માગે છે? તો આનંદે જવાબ આપ્યો હતો કે ના, ક્યારેય નહીં. તું મારા માટે જ છે.'