તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

બોલિવૂડનું ડ્રગ કનેક્શન:NCBના અધિકારીએ કહ્યું, ચેટ લીક થવાને કારણે સેલિબ્રિટીઝ વિરુદ્ધનો કેસ નબળો પડ્યો

મુંબઈએક મહિનો પહેલાલેખક: અમિત કર્ણ
  • NCBને એ વાતની નવાઈ લાગી છે કે અંતે તપાસ દરમિયાન ચેટ લીક કોણ કરી રહ્યું છે?
  • અધિકારીએ કહ્યું, ચેટ લીક થયા બાદ મોટા નામ તથા ડ્રગ ગેંગ અલર્ટ થઈ ગઈ હશે

બોલિવૂડ ડ્રગ્સ કનેક્શનમાં એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, દીપિકા પાદુકોણ, નમ્રતા શિરોડકર તથા ફેશન ડિઝાઈનર સિમો ખંભાતા સહિત અનેક સેલેબ્સ વિરુદ્ધ NCB તપાસ કરી રહ્યું છે. જોકે, NCBના મતે, સેલેબ્સ તથા તેમના મેનેજર વચ્ચેની ચેટ વાઈરલ થવાને કારણે કેસ નબળો પડી રહ્યો છે. તેમને એ વાતનું પણ આશ્ચર્ય છે કે તપાસ દરમિયાન આ ચેટ વાઈરલ કોણ કરી રહ્યું છે?

'ચેટ લીક થતા ડ્રગ્સ ગેંગ અલર્ટ થઈ ગઈ હશે'
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં NCBના એક અધિકારીએ કહ્યું હતું, તપાસ દરમિયાન ડ્રગ્સ ગેંગ સાથે મોટા નામ સામે આવ્યા હતા. NCB તે દિશામાં ઘણી જ નિકટ પહોંચી ગઈ હતી પણ અચાનક જ સ્ક્રીનશોટ સામે આવી ગયા. આ વાતને કારણે ડ્રગ ગેંગ તથા મોટા નામ અલર્ટ થઈ ગયા હશે.

ચેટ બહાર ના આવત તો સેલેબ્સ પર મોટો કેસ થાત
અધિકારીએ આગળ કહ્યું હતું, 'જો સ્ક્રીન શોટ્સ બહાર ના આવ્યા હોત તો સેલેબ્સ પર મહત્ત્વનો કેસ નોંધીને આગળ કાર્યવાહી થઈ શકી હોત. જોકે, અત્યારે માત્ર ડ્રગ્સ કન્ઝ્યૂમ કરવાનો જ કેસ બની રહ્યો છે. સેલેબ્સ કોર્ટમાં માફીનામું આપીને બહાર નીકળી જશે તો તેમને જેલ થશે નહીં.'

સેલેબ્સ કમ્ઝપ્શનની સાથે ટ્રેફિકિંગનો પણ હિસ્સો
NCBના અધિકારીએ કહ્યું હતું, 'એ વાતનો ઈનકાર ના થઈ શકે કે સેલેબ્સ માત્ર ડ્રગ્સ જ નહોતા લેતા પરંતુ ડ્રગ્સ ટ્રેફિકિંગ સિન્ડિકેટનો હિસ્સો પણ હતા. સેલેબ્સની માગણી પર તેમના મેનેજર તેમને ડ્રગ્સ પૂરું પાડતા હતા. જોકે, સવાલ એ છે કે મેનેજર ડ્રગ્સ કેવી રીતે લાવતા હતા? હવે તો બાકીના પેડલર્સ અંડરગ્રાઉન્ડ થઈ ચૂક્યા છે.'

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો