તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કરિશ્માની બર્થડે બેશ:અમૃતા અરોરાએ સો.મીડિયામાં પાર્ટીની તસવીર શૅર કરીને કહ્યું, 'તું હંમેશાં આ જ રીતે ચમકતી રહે'

મુંબઈ3 મહિનો પહેલા
  • કરિશ્માએ પરિવાર તથા મિત્રો સાથે બર્થડે સેલિબ્રેટ કર્યો

કરિશ્મા કપૂરનો 25 જૂનના રોજ 47મો જન્મદિવસ છે. કરિશ્માએ પરિવાર તથા મિત્રો સાથે બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. અમૃતા અરોરાએ પાર્ટીની તસવીર શૅર કરી હતી. તસવીરમાં કરિશ્મા નાની બહેન કરીના તથા મિત્રો સાથે જોવા મળે છે. અમૃતાએ ફોટો શૅર કરીને કહ્યું હતું, 'હેપ્પી બર્થડે માય ડાર્લિંગ કરિશ્મા કપૂર. તું હંમેશાં આ જ રીતે ચમકતી રહે અને સુંદર વિન્ટેજ વાઇનની જેમ પ્રેમાળ રહે.'

'પ્રેમ કેદી' ફિલ્મથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી
25 જૂન, 1974માં જન્મેલી કરિશ્માએ માત્ર 17 વર્ષની ઉંમરથી બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી. તેણે ડિરેક્ટર કે મુરલીમોહન રાવની ફિલ્મ 'પ્રેમ કેદી'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. 1996માં 'રાજા હિન્દુસ્તાની' માટે કરિશ્માને પહેલી જ વાર બેસ્ટ ફિલ્મ એક્ટ્રેસનો ફિલ્મફેર અવોર્ડ મળ્યો હતો. કરિશ્માના મમ્મી-પપ્પા બબીતા તથા રણધીર કપૂર પણ એક્ટિંગમાં નસીબ અજમાવી ચૂક્યા છે. કરિશ્માને પરિવાર તથા મિત્રો લોલો કહીને બોલાવે છે. કરિશ્માને નાની બહેન કરીના સાથે ઘણું જ સારું બને છે.

લગ્નના થોડાં વર્ષ બાદ ડિવોર્સ લીધા
કરિશ્માની સગાઈ પહેલાં અભિષેક બચ્ચન સાથે થઈ હતી. જોકે, કેટલાંક કારણોસર આ સગાઈ તૂટી ગઈ હતી. ત્યારબાદ 2003માં કરિશ્માએ બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યાં હતાં. જોકે, દીકરી સમાયરા તથા દીકરી કિઆનના જન્મ બાદ બંનેએ ડિવોર્સ લઈ લીધા હતા. કરિશ્માએ બીજા લગ્ન કર્યાં નથી. કરિશ્માએ 'જિગર', 'સુહાગ', 'બીવી નંબર 1', 'ગોપી કિશન', 'કુલી નંબર 1', 'સાજન ચલે સસુરાલ', 'જીત' જેવી ફિલ્મમાં કામ કર્યું છે. કરિશ્મા છેલ્લે 2012માં રિલીઝ થયેલી ફિલ્મ 'ડેન્જરસ ઈશ્ક'માં જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...