તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ઇન્ટરવ્યૂ:કોરોનાને લીધે ડિરેક્ટર અમોલ ગુપ્તેનું 20 દિવસમાં 7 કિલો વજન ઘટ્યું, ઇન્ટરવ્યૂમાં શ્રદ્ધા કપૂરે ‘સાઈના’ ફિલ્મ કેમ છોડી તેનું કારણ સ્પષ્ટ કર્યું

2 મહિનો પહેલાલેખક: જ્યોતિ શર્મા
  • કૉપી લિંક
  • 2015માં જ્યારે સાઈના નેહવાલ વર્લ્ડ ચેમ્પિયન બની, ત્યારે ડિરેક્ટરે ટેલેન્ટેડ દીકરી પર ફિલ્મ બનાવવાનું વિચાર્યું હતું

ગયા શુક્રવારે થિયેટર્સમાં બેડમિન્ટન પ્લેયર સાઈના નેહવાલની બાયોપિક ‘સાઈના’રિલીઝ થઈ. પરિણીતિ ચોપરા સ્ટારર આ ફિલ્મના ડિરેક્ટર અમોલ ગુપ્તે છે. દિવ્ય ભાસ્કર સાથે વાતચીત દરમિયાન અમોલે ફિલ્મ અને પર્સનલ લાઈફ સાથે જોડાયેલી અમુક વાતો શેર કરી, આ દરમિયાન તેમણે એક્ટર અને એક્ટ્રેસની ફિલ્મના બજેટમાં થતા અંતરને ખોટું કહ્યું. તેમણે કહ્યું, જ્યારે ફિલ્મ કોઈ દીકરી કે હીરોઈન પર હોય છે ત્યારે તેનું બજેટ ઓછું હોય છે. આ ખોટું છે, પણ હકીકત આ જ છે. અમોલ ગુપ્તેની વાતો તેમના જ શબ્દોમાં સાંભળીએ:

પ્રશ્ન: તમારી તબિયત ખરાબ હતી, હવે તમને કેમ છે?
જવાબ: હા, કોરોના થયો હતો, પરંતુ હવે સ્વસ્થ છું. કોરોનાને લીધે 20 દિવસોમાં 7 કિલો વજન ઓછું થઈ ગયું છે. હાલ રિકવર થઈ રહ્યો છું.

પ્રશ્ન: સાઈનાની સ્ટોરી પર કામ કરવાનું ક્યારે શરુ કર્યું?
જવાબ: 2015માં જ્યારે સાઈના નેહવાલ વર્લ્ડ ચેમ્પિયન બની, ત્યારે મને લાગ્યું કે આ ટેલેન્ટેડ દીકરી પર ફિલ્મ બનાવવાનું વિચાર્યું. જેથી તે એક ઇન્સ્પિરેશન બને. ભારતીય પરિવારમાં આ વાત ફેલાય જાય કે, તમે જે દીકરીને આ દુનિયામાં લાવ્યા છો, તેનો ઉછેર ગર્વથી કરો. સાઈનાની જેમ જીવવા દો, જેથી તે વર્લ્ડ નંબર 1 બને.

પ્રશ્ન: સાઈના નેહવાલને ફિલ્મ માટે કેવી રીતે મનાવી?
જવાબ: હું તેની જોડે નહોતો ગયો. મારા એક મિત્ર પાસે પહેલેથી જ સાઈના પર ફિલ્મ બનાવવાના રાઈટ્સ હતા. તેમણે સાઈના અને તેના પરિવારને કહ્યું કે, અમોલ ગુપ્તે તમારા જીવન આધારિત ફિલ્મ બનાવશે. આથી તે લોકો પહેલેથી જાણી ચૂક્યા હતા. હું જ્યારે તેને હૈદરાબાદ મળવા પહોંચ્યો ત્યારે ઘણો ખુશ હતો. બધાને મારા કામ વિશે ખબર હતી. સાઈના પણ મારી અગાઉની ફિલ્મ વિશે જાણતી હતી. તેની જિંદગીની સ્ટોરી એક સેફ હાથમાં છે તે જાણતી હતી.

પ્રશ્ન: શ્રદ્ધાએ આ ફિલ્મ મૂકી દીધી, તેની પાછળનું કારણ શું છે?
જવાબ: પહેલી વાત તો એ કે અમારા બંને વચ્ચે કોઈ દુશ્મની નહોતી. બીજી વાત એ કે, તે શૂટ માટે એકદમ રેડી હતી, પરંતુ તેને ડેન્ગ્યુ થયો. દોઢ મહિના સુધી ડેન્ગ્યુ સામે લડ્યા બાદ શ્રદ્ધા નબળી પડી ગઈ હતી. જો કોઈ ડ્રામેટિક સીન હોત કે પછી અન્ય કોઈ ફિલ્મ હોત તો વાત અલગ હતી, પરંતુ આ તો બેડમિન્ટનની ફિલ્મ છે. તે 12 કલાક બેડમિન્ટન કોર્ટમાં કેવી રીતે ઊભી રહેતી? એ પછી તેણે ‘છિછોરે’ અને ‘સ્ટ્રીટ ડાન્સર’ ફિલ્મ કરી. સ્ટ્રીટ ડાન્સરના પ્રોડ્યુસર ભૂષણ કુમાર હતા અને તે સમયે તેમને એક સારી હીરોઈનની જરૂર હતી કારણકે ફિલ્મનું બજેટ વધારે હતું. શ્રદ્ધાએ ‘સ્ટ્રીટ ડાન્સર’ અને ‘સાઈના’ માટે પરિણીતિને સાઈન કરી. બધા ખુશ હતા કારણકે કોઈ પ્રોબ્લેમ નહોતો. મેં દુનિયા જોઈ છે. જ્યારે પણ કોઈ ક્રાઈસિસ થાય છે, હું બીજે દિવસે સૂરજ ઊગવાની રાહ જોવું છું.

પ્રશ્ન: સ્પોર્ટ્સપર્સન બનાવવા પરિણીતિના એક્સપ્રેશન પર કેટલું કામ કર્યું?
જવાબ: જો તમે ટેલેન્ટેડ એક્ટર છો તો તમે ક્યારેય પકડશો નહિ. સારા એક્ટરની આ જ ઓળખ છે કે, કોઈ પણ રોલ ભજવે, પરંતુ પકડશે નહિ. બેડમિન્ટનને તમે 15 વર્ષ ના આપી શકો, પણ તમે સારા એક્ટર છો અને તમે 6 મહિનાથી મહેનત કરો છો તો તમે સારી રીતે કેરેક્ટર ભજવી શકશો. બેડમિન્ટન શીખવા માટે 15 વર્ષ કોણ આપે? સારો એક્ટર, શાર્પ એક્ટર હોય છે. જરૂર વિશે તેને ખબર હોય છે. પરિણીતિએ આ કામ ઘણી સારી રીતે કર્યું.

પ્રશ્ન: પરિણીતિને સાઈના જેવી દેખાડવા માટે ફિઝિકલ એક્ટિવિટી કરાવી કે VFXની મદદ લીધી?
જવાબ: જુઓ રણવીર સિંહ હીરો છે અને તેની ફિલ્મોનું બજેટ પણ વધારે હોય છે. આથી તેના પ્રોડ્યુસર પૈસા વાપરી શકે છે. VFXનું મોટું બિલ બની શકે છે. અમે તો દીકરી પણ ફિલ્મ બનાવી રહ્યા છે, દીકરા પણ નહિ. જ્યારે તમે દીકરી પર ફિલ્મ બનાવતા હોવ ત્યારે ફિલ્મનું બજેટ પણ એવું જ હોય છે. આ સારી વાત નથી પણ હકીકત આ જ છે. અરે આ હીરોઈનવાળી ફિલ્મ્સ જોવા કોણ આવશે? તે તો રણવીર સિંહ નથી. તે પરિણીતિ ચોપરા છે, જે રોલ પ્લે કરવામાં માહેર છે. જ્યારે પરિણીતિ લંડન ગઈ તો તેના કોચ અને કો-એક્ટર ઇશાન નકવી પણ તેની સાથે પ્રેક્ટિસ માટે ગયો હતો. અમારા પાસે VFXના ખર્ચ માટે રૂપિયા નહોતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો