બિગ બી ગુસ્સામાં?:અમિતાભ ડિરેક્ટરથી નારાજ હતા, કરન જોહરને 'બ્રહ્માસ્ત્ર' અંગે ચેતવણી આપીને કહ્યું હતું- ફિલ્મ ડિઝાસ્ટર સાબિત થશે

મુંબઈએક મહિનો પહેલા

આલિયા ભટ્ટ તથા રણબીર કપૂરની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' મોસ્ટ અવેટેડ ફિલ્મમાંથી એક છે. આ ફિલ્મ લાંબા સમયથી ચર્ચામાં હતી અને હવે ફિલ્મ રિલીઝ થઈ રહી છે. ફિલ્મને હિટ કરવા મેકર્સ શક્ય તેટલા પ્રયાસો કરી રહ્યા છે. કરન જોહરને આ ફિલ્મ પ્રત્યે ઘણી જ આશા છે. આ ફિલ્મ બોલિવૂડની મોંઘી ફિલ્મમાંથી એક છે. ફિલ્મનું બજેટ 410 કરોડ રૂપિયા છે. ફિલ્મની ટીમ પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન બિગ બીની એક વાત સામે આવી છે.

અમિતાભ 'બ્રહ્માસ્ત્ર'માં મહત્ત્વના રોલમાં
ફિલ્મમાં અમિતાભ પ્રોફેસરના રોલમાં છે. હાલમાં જ અમિતાભ બચ્ચનની એક વાત સામે આવી છે. ફિલ્મ રિલીઝમાં વારંવાર મોડું થતાં, એક સમયે તેઓ ફિલ્મના ડિરેક્ટર અયાન મુખર્જી પર ગુસ્સે થઈ ગયા હતા.

વેબ પોર્ટલ 'બોલિવૂડ લાઇફ'ના અહેવાલ પ્રમાણે, અમિતાભ ડિરેક્ટર અયાન મુખર્જીના શૂટિંગ શેડ્યૂલમાં વારંવારના ફેરફારથી નારાજ થયા હતા. આટલું જ નહીં તેમણે ફિલ્મના નિર્માતા કરન જોહરને ચેતવણી આપી હતી કે જો આ બધું આમ જ ચાલતું રહ્યું તો 'બ્રહ્માસ્ત્ર' ડિઝાસ્ટર સાબિત થઈ શકે છે.

અમિતાભ ડિસિપ્લિનમાં માનનારા છે. અયાન મુખર્જી વારંવાર શૂટિંગ શેડ્યૂલ તથા રીશૂટ કરતો હતો. બિગ બીને આ વાત બિલકુલ ગમી નહોતી. એક સમયે થાકીને બિગ બી ફિલ્મના પ્રોડ્યૂસર કરન જોહરને મળ્યા હતા અને કહ્યું હતું કે અયાન પોતાનો સમય બરબાદ કરે છે. કરને આ ફિલ્મ પાછળ પૈસા વાપરવાનું બંધ કરી દેવું જોઈએ, કારણ કે આ ફિલ્મ ડિઝાસ્ટર સાબિત થશે.

હવે ફિલ્મ પ્રત્યે આશાસ્પાદ
હવે એવી ચર્ચા છે કે અમિતાભ બચ્ચન ફિલ્મ પ્રત્યે આશાસ્પદ છે. તેમને વિશ્વાસ છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરશે. આ ફિલ્મને બનતા પાંચ વર્ષ જેટલો સમય લાગ્યો છે.

9 સપ્ટેમ્બરે ફિલ્મ રિલીઝ થશે
અયાન મુખર્જીના ડિરેક્શનમાં બનેલી 'બ્રહ્માસ્ત્ર' 9 સપ્ટેમ્બરે રિલીઝ થશે. ફિલ્મમાં આલિયા-રણબીર ઉપરાંત મૌની રોય, નાગાર્જુન, અમિતાભ બચ્ચન છે. ફિલ્મમાં રણબીરે 'શિવા' તથા આલિયાએ 'ઈશા'નો રોલ પ્લે કર્યો છે. અમિતાભે ફિલ્મમાં પ્રોફેસર અરવિંદ ચતુર્વેદીની ભૂમિકા ભજવી છે. મૌનીના પાત્રનું નામ 'દમયંતી' છે.

વર્લ્ડવાઇડ 8000થી સ્ક્રીન્સ પર રિલીઝ થશે
'બ્રહ્માસ્ત્ર' વર્લ્ડવાઇડ આઠ હજાર સ્ક્રીન્સ પર રિલીઝ થશે, જેમાં 5500 સ્ક્રીન્સ ભારતમાં અને બાકીની સ્ક્રીન્સ વિદેશમાં અલૉટ કરવામાં આવી છે.

આ ફિલ્મથી જ રણબીર-આલિયાની લવસ્ટોરી શરૂ થઈ
રણબીર-આલિયા પહેલી જ વાર આ ફિલ્મમાં સાથે જોવા મળશે. આ ફિલ્મથી જ રણબીર-આલિયાની લવસ્ટોરી શરૂ થઈ હતી અને પછી બંને લિવ ઇનમાં રહેવા લાગ્યો હતો. રણબીર-આલિયાએ આ વર્ષે એપ્રિલમાં લગ્ન કર્યા હતા. આલિયા હાલમાં પ્રેગ્નન્ટ છે.

અન્ય સમાચારો પણ છે...