ભાસ્કર સિને પ્રીમિયર:અમિતાભ-ઈમરાનની કોર્ટ રૂમ ડ્રામા 'ચેહરે' માઈનસ 14 ડિગ્રીમાં પોલેન્ડ-સ્લોવાકિયાના બોર્ડર પર શૂટ થયેલી પહેલી ફિલ્મ

મુંબઈ5 મહિનો પહેલાલેખક: મનિષા ભલ્લા
  • સુશાંત કેસના વિવાદમાંથી બહાર આવવા માટે રિયા ચક્રવર્તી માટે આ મહત્ત્વપૂર્ણ ફિલ્મ

ગયા વર્ષે અમિતાભ બચ્ચનની 'ગુલાબો સિતાબો' ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. ત્યારે એવી ચર્ચા હતી કે અમિતાભ સહિત બીજા બિગ સ્ટાર્સની ફિલ્મ પણ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે. જોકે, 'ચેહરે'ના મેકર્સ ફિલ્મને થિયેટરમાં જ રિલીઝ કરશે. મેકર્સ કેમ એવું ઈચ્છે છે, જાણીએ ભાસ્કર સિને પ્રીમિયરમાં.

'ચેહરે' કોર્ટ રૂમ ડ્રામા છે. આ ફિલ્મ ગયા વર્ષે 20 જુલાઈએ રિલીઝ થવાની હતી. પછી આ વર્ષે 9 એપ્રિલે રિલીઝ થવાની હતી. જોકે, કોરોનાને કારણે આ ફિલ્મ રિલીઝ થઈ શકી નહીં. ફિલ્મને બજેટ 40 કરોડ રૂપિયા છે. એપ્રિલ, 2021માં જ્યારે રિલીઝ ડેટ ફાઈનલ કરવામાં આવી ત્યારે થોડું પ્રમોશન કરવામાં આવ્યું હતું. હવે જ્યારે ફરીવાર ફિલ્મ રિલીઝની ડેટ ફાઈનલ કરવામાં આવશે ત્યારે ફિલ્મનું બજેટ વધી જશે.

આ ફિલ્મ થ્રિલર છે અને તેમાં અમિતાભ જેવા સ્ટાર છે. ડિજિટલ પ્લેટફોર્મ પર ફિલ્મને સારી ડીલ મળી શકે તેમ હતી, પરંતુ મેકર્સ માને છે કે ફિલ્મ થિયેટરમાં વધુ ચાલશે.

ઇન્ડસ્ટ્રીમાં 52 વર્ષ બાદ અમિતાભ હુકમનો એક્કો
સામાન્ય રીતે ચાર-પાંચ દાયકા બાદ અનેક મોટા એક્ટર નાના-મોટા કેરેક્ટર રોલ કરે છે. તેમની પર ફિલ્મની સફળતાની જવાબદારી હોતી નથી. જોકે, અમિતાભની વાત અલગ છે. 'ચેહરે' ચાલશે તો માત્રને માત્ર અમિતાભના નામ પર. આ ફિલ્મ માટે અમિતાભ હુકમનો એક્કો છે.

ફિલ્મ 'ચેહરે'ના પ્રોડ્યૂસર આનંદ પંડિત
ફિલ્મ 'ચેહરે'ના પ્રોડ્યૂસર આનંદ પંડિત

અમિતાભના દમદાર સંવાદો પર આશા
પ્રોડ્યૂસર આનંદ પંડિતે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે કોર્ટ રૂમ ડ્રામામાં એડવોકેટના દમદાર સંવાદો પર તમામની નજર હોય છે. અહીંયા અમિતાભના દરેક સંવાદો પર તાળીઓ પડશે. તેમણે વકીલોની પેનલની મદદ લઈને કાયદાકીય ફેક્ટ્સ તથા ભાષાને ઓથેન્ટિક બનાવી છે.

ડિરેક્ટર રૂમી જાફરીએ કહ્યું હતું અમિતાભ બચ્ચનની ડાયલોગ ડિલિવરીમાં અલગ જ જાદુ છે. 'ચેહરે'માં પણ આવો જ જાદુ જોવા મળશે. આ ફિલ્મના સંવાદો વર્ષો સુધી યાદ રાખવામાં આવશે.

'ચેહરે'ના ડિરેક્ટર રૂમી જાફરી
'ચેહરે'ના ડિરેક્ટર રૂમી જાફરી

અમિતાભે પહેલાં વાર્તા શોધી, પ્રોડ્યૂસર છેલ્લે નક્કી થયા
સામાન્ય રીતે કોઈ ફિલ્મની વાર્તા પહેલાં પ્રોડ્યૂસરને ગમે છે. પછી ડિરેક્ટર નક્કી થાય છે. ત્યારબાદ કાસ્ટિંગ શરૂ થાય છે. જોકે, અહીંયા વાર્તા બિગ બી પાસે હતી. રૂમી જાફરી ડિરેક્ટર હતા અને પ્રોડ્યૂસર તરીકે આનંદ પંડિતની એન્ટ્રી સૌથી છેલ્લે થઈ હતી.

પોલેન્ડની બોર્ડર પર શૂટ થનારી પહેલી ફિલ્મ
પૂર્વ યુરોપમાં તત્રા માઉન્ટેન રેન્જ છે. આ પર્વત પોલેન્ડ તથા સ્લોવાકિયાને અલગ કરતી નેચરલ બોર્ડર છે. અહીંયા શૂટિંગની પરવાનગી મેળવાનાર આ પહેલી હિંદી ફિલ્મ છે. આ વોરસો પેક્ટ હેઠળ નક્કી કરેલો વિસ્તાર છે. અહીંયા સુરક્ષા વ્યવસ્થા સઘન હોય છે.

આનંદ પંડિતે કહ્યું હતું કે અહીંયા માઈનસ 14 ડિગ્રી ટેમ્પરેચર રહેતું હતું. લોહી જામી જાય તેવીઠંડી હતી, પરંતુ આ સમયમે પણ અમિતાભ શિયાળાના ખાસ શૂઝ પહેરીને નક્કી કરેલાં સમય કરતાં પાંચ મિનિટ પહેલાં પહોંચી જતા હતા. તેમણે મોં પરથી વુલન કેપ હટાવીને સંવાદો બોલવાના હતા.

અમિતાભની સાથે રૂમીની આ પાંચમી ફિલ્મ છે. રૂમીએ કહ્યું હતું કે અમિતાભ આજે પણ વિદ્યાર્થીની જેમ રહે છે. પાંચ મિનિટ પણ મોડું થાય તો મેસેજ કરે કે ટ્રાફિક સિગ્નલ પર અટવાયા છે.

ઈમરાન-અમિતાભ પહેલી જ વાર સાથે
ઈમરાન હાશ્મી તથા અમિતાભ બચ્ચન પહેલી જ વાર સાથે કામ કરી રહ્યાં છે. ઈમરાનની 'મુંબઈ સાગા'એ કોરોનાની વચ્ચે પણ સારો બિઝનેસ કર્યો હતો. આ વર્ષે 'ટાઈગર 3' માટે પણ સારા આશા છે. આ ફિલ્મમાં તે સલમાન સાથે જોવા મળશે.

ફિલ્મની એક્ટ્રેસ રિયા ચક્રવર્તી
ફિલ્મની એક્ટ્રેસ રિયા ચક્રવર્તી

સુશાંત કેસમાંથી રિયા બહાર આવવા માગે છે
આ ફિલ્મ રિયાનું ભવિષ્ય નક્કી કરશે. આ ફિલ્મના માધ્યમથી તે સુશાંત કેસમાંથી બહાર આવવા ઈચ્છે છે. આ કેસને કારણે નેગેટિવ પબ્લિસિટીથી બચવા માટે રિયાને પ્રમોશનથી દૂર રાખવામાં આવી હોવાની ચર્ચા થઈ હતી. જોકે, પ્રોડ્યૂસર આનંદ પંડિતે કહ્યું હતું કે રિયા હંમેશાં આ ફિલ્મનો હિસ્સો હતી, છે અને રહેશે.

સત્યજીત રેનો મનપસંદ ચહેરો પણ
સત્યજીત રેની 'પ્રતિદ્વંદ્વ', 'આગંતુક', 'ગણશત્રુ' જેવી ફિલ્મમાં કામ કરનાર એક્ટર ઘૃતિમાન ચેટર્જી પણ આ ફિલ્મમાં મહત્ત્વના રોલમાં છે. તે બહુ ઓછી હિંદી ફિલ્મ કરે છે. 'કહાની'માં ઈન્ટેલિજન્સ ચીફ તથા 'પિંક'માં જજ તરીકે જોવા મળે છે. 'ચેહરે'માં અન્નુ કપૂર તથા રઘુવીર યાદવ જેવા કલાકારો પણ છે.

રૂમીની કમબેક ફિલ્મ
રાઈટર ડિરેક્ટર રૂમી જાફરીએ કહ્યું હતું કે અનેક ફિલ્મ બાદ તે પોતાને રિ ઈન્વેન્ટ કરવા માગતા હતા. આથી જ તેમણે લાંબો બ્રેક લીધો હતો. 'ચેહરે'થી સેકન્ડ ઈનિંગ શરૂ થશે.

ફિલ્મ પ્રોડ્યૂસર તથા ટ્રેડ એનાલિસ્ટ ગિરીશ જૌહર
ફિલ્મ પ્રોડ્યૂસર તથા ટ્રેડ એનાલિસ્ટ ગિરીશ જૌહર

માઉથ પબ્લિસિટી મળી તો ફિલ્મ ચાલશેઃ ટ્રેડ એક્સપર્ટ
ફિલ્મ પ્રોડ્યૂસર તથા ટ્રેડ એનાલિસ્ટ ગિરીશ જૌહરે કહ્યું હતું કે ટ્રેલરને સારો રિસ્પોન્સ મળ્યો હતો. ડાયલોગ પણ શાનદાર છે. આજે પણ અમિતાભ બચ્ચન ગોલ્ડન સ્ટાર છે. આજે પણ તે જ્યાં ઊભા હોય છે, ત્યાંથી જ લાઈન શરૂ થાય છે. ફિલ્મને સારી માઉથ પબ્લિસિટી મળી તો ફિલ્મ ચાલશે.

કોર્ટ રૂમ ડ્રામાનો સ્ટ્રાઈક રેટ
સારી સ્ક્રિપ્ટ, દમદાર સંવાદો તથા શાનદાર પર્ફોર્મન્સ કોર્ટ રૂમ ડ્રામા માટે પહેલી શરત છે. આ ઘણી ફિલ્મ હિટ થઈ છે.

દામિનીજોલી LLBપિંક
એતરાઝજોલી LLB 2મુલ્ક
શૌર્યઓહ માય ગોડનો વન કિલ્ડ જેસિકા
અન્ય સમાચારો પણ છે...