બિગ બીને ગુસ્સો આવ્યો:ઘરમાં રિનોવેશન બાદ અમિતાભને પિતાની કવિતાઓ મળતી નથી, હવે પોતાની પર આવી રહ્યો છે ગુસ્સો

મુંબઈ8 મહિનો પહેલા
  • અમિતાભે પોતાના બ્લોગમાં આ અંગે વાત કરી
  • અમિતાભે ડોક્યુમેન્ટેશન જરૂરી હોવાનું પણ જણાવ્યું

અમિતાભ બચ્ચને થોડાં સમય પહેલાં જ પોતાના ઘરમાં રિનોવેશનનું કામ કરાવ્યું હતું. આ જ કારણે હવે અમિતાભને બાબુજી હરિવંશરાય બચ્ચનની લખેલી કેટલીક કવિતાઓ ઘરમાંથી મળતી નથી. હવે બિગ બીએ બ્લોગમાં કવિતાઓ ના મળવા પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેમણે પોસ્ટમાં કહ્યું હતું કે ખબર નહીં ક્યાં મૂકાઈ ગઈ છે.

મને બહુ જ ગુસ્સો આવે છે
અમિતાભે પોતાના બ્લોગમાં કહ્યું હતું, 'મને બહુ જ ગુસ્સો આવે છે, કારણ કે થોડાં દિવસ પહેલાં ઘરમાં રિનોવેશન કરાવ્યું હતું. ત્યારબાદથી બાબુજીની કેટલીક કવિતાઓ મળતી નથી. આ કવિતાઓ તેમની ઓટોબાયોગ્રાફીનો હિસ્સો છે અને મને હવે ખ્યાલ નથી કે તે ક્યાં છે.'

આ એક પ્રકારની બેદરકારી છે
બિગ બીએ આગળ કહ્યું હતું, 'મને એ વાતનો અહેસાસ જ નહોતો કે આ ઘટના મને આ રીતે હેરાન કરી શકે છે. આ એક પ્રકારની બેદરકારી જ છે. તમે કોઈ વસ્તુ એક જગ્યાએ મુકો છે અને પછી જ્યારે તમે તેને શોધો છો, ત્યારે તે મળતી નથી. તમારે જ્યારે જરૂર હોય ત્યારે તમે તેનો ઉપયોગ પણ કરી શકતા નથી, કારણ કે તમે ભૂલી ગયા છો.'

ડોક્યુમેન્ટેશન જરૂરી
અમિતાભે કહ્યું હતું, 'ક્યારેક ક્યારેક હું વિચારું છું ક ડોક્યુમેન્ટેશન કરવાની ઘણી જ જરૂર તથા મહત્ત્વ છે. પછી બાબુજી અંગે વિચારું છું...જો તે આ દસ્તાવેજ ભેગા ના કરત તો આપણામાંથી અનેક લોકો ખાસ કરીને હું તેમના વિચાર, અવાજ તથા શબ્દો વગર ક્યાં હોત.'

અમિતાભ બચ્ચનના અપકમિંગ પ્રોજેક્ટ્સ
વર્કફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ બચ્ચન 'કૌન બનેગા કરોડપતિ 13'ને હોસ્ટ કરતાં જોવા મળશે. આ ઉપરાંત તેઓ 'ગુડ બાય', 'બ્રહ્માસ્ત્ર', 'મેડે', 'ઝુંડ' તથા 'ચેહરે'માં જોવા મળશે. 'ગુડ બાય'માં પહેલી જ વાર અમિતાભ તથા નીના ગુપ્તા સાથે કામ કરશે. 'બ્રહ્માસ્ત્ર'માં રણબીર કપૂર તથા આલિયા ભટ્ટ લીડ રોલમાં છે.