તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી શરૂઆત:અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નંદાએ બિઝનેસ શરુ કર્યો, અન્ય ત્રણ મિત્રો સાથે મળીને આરા હેલ્થ નામનું પ્લેટફોર્મ લોન્ચ કર્યું

મુંબઈ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નંદાએ તેનો બિઝનેસ શરૂ કર્યો છે. શ્વેતા બચ્ચનની 23 વર્ષીય દીકરી નંદાએ આરા હેલ્થ નામનું એક પ્લેટફોર્મ શરૂ કર્યું છે. નવ્યાની સાથે તેની અન્ય ત્રણ ફ્રેન્ડ્સ અહિલ્યા મેહતા, મલ્લિકા સાહની અને પ્રજ્ઞા સાબૂએ સાથે મળીને આ પ્લેટફોર્મ શરૂ કર્યું છે. સોમવારે તેમણે આરા હેલ્થનું ઇન્સ્ટાગ્રામ પેજ બનાવીને જાહેરાત કરી હતી, જેના પર મહિલાઓ તેમના હેલ્થ ઇસ્યુ પર ડિસ્કશન કરી શકે છે.

માતા-મામા અને મિત્રોએ અભિનંદન આપ્યા 
નવ્યાને તેની જિંદગીની નવી શરૂઆત પર માતા શ્વેતાએ લખ્યું, બ્રાવો લેડીઝ. આગળ વધો અને આકાશને આંબો. મામા અભિષેક બચ્ચને લખ્યું કે, ખૂબ સરસ નવ્યા, મને તારા પર ગર્વ છે. મિઝાન ઝાફરીએ કમેન્ટ કરી કે, અભિનંદન નવ્યા નંદા.

હાલમાં જ ગ્રેજ્યુએટ થઇ નવ્યા 
થોડા દિવસ પહેલાં અમિતાભ બચ્ચને નવ્યાની પોસ્ટ શેર કરી જણાવ્યું હતું કે નવ્યા ગ્રેજ્યુએટ થઇ ગઈ છે. તેણે ન્યૂ યોર્કની કોલેજમાંથી ભણવાનું પૂરું કર્યું હતું પણ લોકડાઉનને કારણે ગ્રેજ્યુએશન સેરેમની કેન્સલ થતા તેમણે ઘરે જ સેલિબ્રેટ કર્યું હતું. ઘરના સ્ટાફે કેપ અને ગાઉન સીવી દીધા હતા કારણકે નવ્યા તે પહેરવા ઇચ્છતી હતી. મુંબઈના અમિતાભના ઘર જલસામાં જ તેમણે સેલિબ્રેટ કરીને ફોટોઝ પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો