અમિતાભ બચ્ચન પ્રોફેસર છે અને તે રિટાયર થવાના છે. નજીકની ઝૂંપડપટ્ટીની બાળકો સિગરેટ, દારૂ તથા ડ્રગ લેતા હોય છે અને આ જોઈને તેમને એક વિચાર છે. તેઓ આ બાળકોને ફુટબોલ રમવા માટે રોજ પોતાના સેવિંગમાંથી 500 રૂપિયા આપે છે. છોકરા-છોકરીઓ ધીમે ધીમે સુધરે છે. પ્રોફેસર સાહેબની ઝૂંપડપટ્ટીની ફુટબોલ ટીમને આંતરરાષ્ટ્રીય માન્યતા મળે છે. આ દરમિયાન ટીમ તથા પ્રોફસરે ઘણી જ મહેનત કરવી પડે છે.
નાગરાજ પોપટરાવ મંજુલેની આ વાર્તામાં દમ તો છે, કારણ કે ફિલ્મ એક મેસેજ આપે છે કે ખાલી મગજ શૈતાનનું ઘર છે અને તેથી જ મગજને હંમેશાં કામમાં રાખવું જોઈએ. આ મેસેજ સિવાય ફિલ્મની વાર્તામાં કંઈ ખાસ નથી. એક તો ફિલ્મ થોડી ક્ષણો બાદ જ નબળી પડે છે, કારણ કે તે જ વાતો વારંવાર આવે છે. બીજી વાત એ છે કે વાર્તામાં જે ભાવુકતાનો હાઇ પોઇન્ટ આવવો જોઈએ, તે આવતો જ નથી. મંજુલેનો સ્ક્રીનપ્લે ઘણો જ લાંબો અને કારણ વગરે ખેંચવામાં આવ્યો છે. દર્શકો કંટાળી જાય છે. ઝૂંપડપટ્ટીની ટીમ એટલી શાનદાર કેવી રીતે બની, તે બતાવવાને બદલે વારંવાર તેમની ગેમ તથા ગેમની વચ્ચેના ઝઘડા પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. ટીમના સંઘર્ષ પર વધુ ધ્યાન આપવામાં આવ્યું હોત તો મજા આવત. આવી ફિલ્મમાં દર્શકોને રડવું આવે તે જરૂરી છે. કહેવાનો અર્થ એ જ છે કે આ ફિલ્મમાં રોમાન્સની સાથે સાથે ઇમોશન્સની ઊણપ છે. કોમેડી ઘણી જ રિયલ લાગે છે, પરંતુ તે પૂરતું નથી. અનેક ટ્વિસ્ટ તથા ટર્ન પ્રિડિક્ટેબલ છે.
એક્ટિંગઃ અમિતાભ બચ્ચન પ્રોફેસર વિજય બોરાડેની ભૂમિકામાં ઘણાં જ સારા લાગે છે. તેમનું પાત્ર નાશિકના પ્રોફેસર વિજય બરસે પર આધારિત છે. વિજય બરસેએ નાગપુરમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકો માટે સ્લમ સૉકર ઓર્ગેનાઇઝેશનનું આયોજન કર્યું હતું, પરંતુ બચ્ચન દરેક જગ્યાએ બાળકોના હક માટે ભીખ માગે છે, તે જોવું ઘણું જ અજીબ લાગે છે. આ જોઈને એવું લાગે છે કે રાઇટરને પોતાના પાત્ર પર જ વિશ્વાસ નથી. અંકુશ 'ડૉન' અંકુશના પાત્રમાં સારો લાગે છે. કિશોર કદમ પ્રોફેસર વિજય બોરાડેના સહકર્મી તરીકે અમીટ છાપ છોડે છે. આકાશ તોસરે પણ સારું કામ કર્યું છે. 'સૈરાટ' ફૅમ રિંકુ રાજગુરુ નાનકડરા રોલ પણ દમદાર લાગી છે.
ડિરેક્શન-સંગીતઃ નાગરાજ મંજુલેનું ડિરેક્શન સામાન્ય છે. દર્શકોને રડાવે અને હસાવે તેવી ફિલ્મ બનાવવામાં નિષ્ફળ રહ્યા છે. અજય-અતુલનું સંગીત એવરેજ છે. ગીતના શબ્દો સરળતાથી જીભે ચઢતા નથી. સાકેત કનેટકરનું બેકગ્રાઉન્ડ મ્યૂઝિક આનાથી ઘણું ચઢિયાતું હોવાની જરૂર હતી. અંડરડૉગ્સની વાર્તામાં જ્યાં સુધી બેકગ્રાઉન્ડ મ્યૂઝિક રૂંવાળા ઊભા ના કરે ત્યાં સુધી તેનો કોઈ અર્થ નથી. સુધાકર યક્કાંતિ રેડ્ડીનું કેમેરા વર્ક પણ સામાન્ય છે. એડિટિંગ નબળું છે.
કન્ક્લૂઝનઃ 'ઝુંડ'ને ક્રિટિકલી વખાણવામાં આવશે, પરંતુ બોક્સ ઓફિસ પર કોઈ ખાસ ધમાલ મચાવી શકશે નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.