તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂ પ્રોજેક્ટ:અમિતાભ બચ્ચન KBCનું શૂટિંગ પૂરું કરીને પ્રભાસ-દીપિકાની ફિલ્મમાં એન્ટ્રી લેશે

4 મહિનો પહેલાલેખક: કિરણ જૈન

ડિરેક્ટર નાગ અશ્વિનની અપકમિંગ ફિલ્મમાં તેલુગુ સુપરસ્ટાર પ્રભાસ અને દીપિકા પાદુકોણ સાથે અમિતાભ બચ્ચન પણ લીડ રોલમાં દેખાશે. આશરે 100 કરોડના બજેટની એક્શન ફિલ્મનું શૂટિંગ આવતા મહિનેથી શરુ થશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ મેગા બજેટ ફિલ્મ પટ કામ શરુ કર્યા પહેલાં બિગ બી ટીવી શો ‘કૌન બનેગા કરોડપતિ-12’નું શૂટિંગ પૂરું કરી લેશે.

એક દિવસમાં બે એપિસોડનું શૂટિંગ કરે છે
ટીવી સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે, કોરોનાવાઈરસને કારણે આ વખતે KBC શો મોડો શરુ થયો. નવા શેડ્યુલ પ્રમાણે આ શો આવતા વર્ષની શરુઆતમાં પૂરો થઇ જશે. શો માટે હોસ્ટ અમિતાભ બચ્ચન આશરે 20 દિવસ શૂટ કરે છે. એક દિવસમાં તેઓ બે એપિસોડનું શૂટિંગ પૂરું કરે છે. ઘણીવાર તેઓ સતત એક અઠવાડિયાંનું શૂટ કરે છે અને પછી એક વીકનો બ્રેક લે છે. તેમના શેડ્યુલ પ્રમાણે, તેઓ ડિસેમ્બર એન્ડ સુધીમાં આવતા મહિનાના દરેક એપિસોડનું શૂટિંગ પૂરું કરી લેશે. શોના મેકર્સ આશરે 20થી 25 બેંક એપિસોડ રાખે છે. તેમના પ્રયત્નો છે કે અમિતાભ તેમના નેક્સ્ટ પ્રોજેક્ટ પર કામ શરુ કરે તે પહેલાં KBC-12નું શૂટિંગ પૂરું કરી લે.

ફિલ્મમાં ફૂલ-લેન્થ રોલ હશે
સૂત્રોએ વધુમાં જણાવ્યું કે, KBC-12નો ફાઈનલ એપિસોડ જાન્યુઆરી 2021માં શૂટ થશે. મેકર્સના આ પ્લાનિંગ સાથે બિગ બી સહમત થઇ ગયા છે. નાગ અશ્વિનની ફિલ્મમાં અમિતાભનો ફૂલ-લેન્થ રોલ હશે.

21 કરોડ રૂપિયા ચાર્જ લેશે
અમિતાભ બચ્ચન નાગ અશ્વિનની આ ફિલ્મ માટે તગડી ફી લઇ રહ્યા છે. તેઓ 21 કરોડ રૂપિયાનો ચાર્જ લેશે. જો કે, આ વાતની હજુ ઓફિશિયલ જાહેરાત થઇ નથી. પરંતુ તેની ચારકોર ચર્ચાઓ થઇ રહી છે.

અમિતાભ બચ્ચનના વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલ તેઓ ‘બ્રહ્માસ્ત્ર’ અને ‘ઝુંડ’ને લઈને ચર્ચામાં છે. ‘બ્રહ્માસ્ત્ર’માં તેમની સાથે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ દેખાશે. ફિલ્મ ‘ઝૂંડ’માં તેમની સાથે ‘સેરાટ’ ફેમ રીંકુ રાજગુરુ અને આકાશ થોરટ દેખાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો