તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સન્માન:અમિતાભ બચ્ચનને FIAF અવોર્ડથી સન્માનિત કરાશે

મુંબઈ7 મહિનો પહેલા
  • 19 માર્ચે વર્ચ્યુઅલી અવોર્ડ સેરેમની યોજાશે

અમિતાભ બચ્ચનને 'ઈન્ટરનેસનલ ફેડરેશન ઑફ ફિલ્મ આર્કાઈવ્સ (FIAF)થી સન્માનિત કરવામાં આવશે. ભારતીય સિનેમામાં અમિતાભ બચ્ચન પહેલા વ્યક્તિ છે, જેમને આ અવોર્ડ આપવામાં આવશે.

વર્ચ્યુઅલી અવોર્ડ શો યોજાશે
કોરોનાને કારણે આ વર્ષે વર્ચ્યુઅલી અવોર્ડ સેરેમની યોજાશે. 19 માર્ચના રોજ માર્ટિન તથા સ્કોર્સેસ તથા ક્રિસ્ટોફર નોલનના હસ્તે બિગ બીને આ અવોર્ડ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે નોલન તથા સ્કોર્સેસ પણ આ અવોર્ડથી સન્માનિત થઈ ચૂક્યા છે.

અધ્યક્ષે શું કહ્યું? FIAFના પ્રમુખ ફ્રેડેરિક મેરેએ એક નિવેદનમાં કહ્યું હતું કે આ વર્ષે 20મો FIAFનું આયોજન કરવામાં આવશે. આ અવસરને યાદગાર બનાવવા માટે દુનિયાના સૌથી મોટા ફિલ્મ સ્ટાર્સથી મોટું કંઈ જ નથી. જેમણે અનેક વર્ષો સુધી ફિલ્મમાં યોગદાન આપ્યું છે, તેને સમજ્યું છે અને પ્રચાર કર્યો છે. વધુમાં તેમણે કહ્યું હતું કે અમિતાભ બચ્ચનને પ્રતિષ્ઠિત FIAF અવોર્ડથી સન્માનિત કરીને અમે દુનિયાને બતાવવા માગીએ છીએ કે ફિલ્મનો વારસો કેટલો સમૃદ્ધ તથા વિવિધતાથી ભરપૂર છે.

અમિતાભની બીજી આંખમાં પણ મોતિયાનું ઓપરેશન કરવામાં આવશે
અમિતાભની બીજી આંખમાં પણ મોતિયાનું ઓપરેશન કરવામાં આવશે

ઉલ્લેખનીય છે કે FIAFના સંબંધિત 'ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન'એ બચ્ચનને નામાંકિત કર્યા હતા.

અમિતાભે શું કહ્યું?
અમિતાભ બચ્ચને કહ્યું હતું, 'હું FIAF 2021 અવોર્ડ મેળવીને મારી જાતને સન્માનિત માની રહ્યો છું. આપણે આ વિચારને મજબૂત કરવો જોઈએ કે ફિલ્મ સંગ્રહ પણ એટલું જ જરૂરી છે, જેટલું ફિલ્મ નિર્માણ. મને આશા છે કે અમે ફિલ્મ ઉદ્યોગ તથા સરકારમાં અમારા સહયોગીઓ પાસે આ અંગેનું સમર્થનમ મેળવવામાં સક્ષમ બનીશું અને અમારું સપનું સાકાર કરી શકીશું.'

હાલમાં જ મોતીયાનું ઓપરેશન કરાવ્યું
અમિતાભ બચ્ચને હાલમાં જ એક આંખમાં મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું. તેમણે બ્લોગમાં આ અંગેની માહિતી આપી હતી. ટૂંક સમયમાં તેમની બીજી આંખમાં પણ મોતિયાનું ઓપરેશન કરવામાં આવશે.