વોઇસ ટેક્નોલોજીમાં બચ્ચન એલેક્સા:અમિતાભ બચ્ચન તમારા સવાલનો જવાબ આપશે, 149 રૂપિયા ચૂકવવા પડશે

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમિતાભ એલેક્સાનો અવાજ બનનારા પહેલા ઇન્ડિયન સેલેબ છે.

હવે તમે અમિતાભ બચ્ચન સાથે એલેક્સા પર વાત કરી શકશો. એમેઝોને ગુરુવાર, 19 ઓગસ્ટના રોજ 78 વર્ષીય બોલિવૂડ સ્ટારનો અવાજ યુઝર્સને ખુશ કરવા તથા નવા કન્ઝ્યૂમને આકર્ષિત કરવા માટે લૉન્ચ કર્યો છે.

તમારે ઇકો ડિવાઇસ પર ફીચરને એક્ટિવેટ કરવા માટે દર વર્ષે 149 રૂપિયા ઇન્ટ્રોડક્ટ્રી કિંમત ચૂકવવી પડશે. તમારે એલેક્સાને માત્ર એક કમાન્ડ આપીને કહેવાનું હશે, 'એલેક્સા, અમિતાભ બચ્ચન સાથે મારો પરિચય કરાવો' અને પછી 'અમિત જી' શબ્દનો ઉપયોગ કરીને તેમની સાથે વાતચીત કરી શકો છો. તમે તેમના જીવનની વાતો, હરિવંશ રાય બચ્ચનની કવિતા તથા અન્ય કન્ટેન્ટ્સનો એક્સેસ મેળવી શકશો.

આ ઉપરાંત યુઝર્સ 'અમિત જી'ને તેમના માટે ગીત વગાડવાનો, અલાર્મ સેટ કરવાનો તથા હવામાન અપડેટ માટે પણ કરી શકો છો. જનરલ નોલેજ, શોપિંગ અપડેટ તથા ઘણી બધી બાબતો માટે યુઝર્સ એલેક્સાનો ઉપયોગ કરી શકે છે. તમે હિંદીમાં 'અમિત જી, 'સિલસિલા' કા ગાના બજાયે', 'અમિત જી મધુશાલા કા પાઠ કરે' એ રીતે વાત કરી શકો છે. તમે અમિતાભ બચ્ચનને તમારા જન્મદિવસ પર શુભેચ્છા પાઠવવાનું પણ કહી શકો છો.

એમેઝોન એપ પર આ રીતે અમિતાભનો અવાજ એડ કરો

1. સૌ પહેલાં એલેક્સાને કમાન્ડ આપો, અમિતાભ બચ્ચનનો ઇન્ટ્રો કરાવવા માટે કહો.

2. ત્યારબાદ એલેક્સાએ આપેલા તમામ ઇન્સ્ટ્રક્શન ધ્યાનથી સાંભળો

3. ત્યારબાદ એલેક્સાને કહો, ઇનેબલ અમિત જી.

4. હવે તમારા એમેઝોન એપમાં જાવ અને એલેક્સા સેક્શન પર ક્લિક કરો.

5. ક્લિક કર્યા બાદ અમિત જી વેક વર્ડને ઇનેબલ કરો.

6. ઇનેબલ કર્યા બાદ તમે અમિત જીને કોઈ પણ કમાન્ડ આપી શકો છો.

ઉલ્લેખનીય છે કે તમે અમિત જીને હિંદી અથવા અંગ્રેજીમાં સવાલ પૂછી શકો છો. ભાષા બદલવા માટે તમારે એલેક્સાના સેટિંગ્સમાં જઈને ફેરફાર કરવો પડશે. નોંધનીય છે કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં એમેઝોને જાહેરાત કરી હતી કે અમિતાભ બચ્ચન એલેક્સાનો અવાજ બનશે. અમિતાભ એલેક્સાનો અવાજ બનનારા પહેલા ઇન્ડિયન સેલેબ છે, જ્યારે અમેરિકન સ્ટાર સેમ્યુઅલ એલ જેક્સન એલેક્સાનો અવાજ બનનારા પહેલા સેલેબ હતા. તેમણે પહેલીવાર સપ્ટેમ્બર 2019માં એલેક્સા સેલેબ્રિટી તરીકે પરિચય કરાવવામાં આવ્યો હતો. જેક્સન એલેક્સા માત્ર અંગ્રેજી યુએસમાં જ અવેલેબલ છે.

એલેક્સા એમેઝોન ઇકો ડિવાઇસ, ફાયર ટીવી સ્ટિક અને કોઈ થર્ડ પાર્ટી ફોન, બ્લુટૂથ સ્પીકર, હેડફોન, વોચ અને ટીવી પર અવેલેબલ છે. આ એન્ડ્રોઇડ પર એલેક્સા એપ અથવા એમેઝોન એપના માધ્યમથી પણ અવેલેબલ છે.