ગુલાબો સિતાબો:ઇસ ગેટઅપ મેં અમિતાભ કો પહેચાનના મુશ્કીલ હી નહીં નામુમકીન હૈ! લખનવીઓને પૂછી જુઓ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

12 જૂનના અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાના સ્ટારર ગુલાબો સિતાબો ફિલ્મ એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થઇ રહી છે. ફિલ્મનું શૂટિંગ લખનઉના હજરતગંજ અને તેની આસપાસની ગલીઓમાં થયું હતું. તેમના કેરેક્ટર મિર્ઝાનો ગેટઅપ એવો હતો કે ત્યાં લોકો શૂટિંગ દરમ્યાન તેમને ઓળખી જ ન શક્યા. સૂત્રોના જણાવ્યા મુજબ શૂટ દરમ્યાન તેઓ લખનવી ટોનમાં જ વાત કરતા હતા. રસપ્રદ વાત એ છે કે તે ગેટઅપમાં લખનઉના સ્થાનિક લોકો પણ ઓળખી ન શકતા હતા કે તે અમિતાભ બચ્ચન છે.

આ વાત સાથે ડિરેક્ટ શૂજિત સરકારે સહમતી દર્શાવી જણાવ્યું કે, અમે ઇચ્છતા હતા કે દરેક સીન એકદમ પ્રામાણિક અને અલગ લાગે. એટલા માટે અમે લખનઉના હજરતગંજ ચોક અને તેની આસપાસની નાની ગલીઓમાં શૂટિંગ કરતા હતા. આ લોકેશન પર શૂટિંગ કરવું એક ચેલેન્જ હતી કારણકે ભીડ જમા થવાનો ડર રહેતો હતો. આવામાં અમે લોકો ઘણી તૈયારી સાથે શૂટ કરતા હતા. દરેક સીનને અંદાજે અડધા- એક કલાકની અંદર જ શૂટ કરી લેતા હતા. ત્યાંસુધીમાં ઘણા ઓછા લોકોને ખબર પડતી કે અહીંયા શું થઇ રહ્યું છે?

અમિતાભને ઓળખવા મુશ્કેલ હતા 
મોટાભાગના લોકો અમિતાભ બચ્ચનને મિર્ઝાના અવતારમાં ઓળખી શકતા ન હતા. હું ખુદ પણ એ જ ઈચ્છતો હતો કે કોઈ તેમને ન ઓળખે. તેઓ મિર્ઝાની જેમ દેખાય અને સાઉન્ડ કરે. આ બાબતે અમે ઘણા બધા અંશે સફળતા પ્રાપ્ત કરી હતી. શૂટિંગ બાદ રોજ બિગ બી તે નાની ગલીઓમાં ફરતા રહેતા અને સ્થાનિક લોકો સાથે વાત કરતા હતા. તે શહેર વિશે જાણવા પ્રયત્ન કરતા. આ બધું એકદમ સરળતાથી થયું.

અન્ય સમાચારો પણ છે...