તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હેપ્પી બર્થડે બિગ બી:અમિતાભના રાજકારણ સાથે જોડાયેલા ત્રણ કિસ્સા, રાજીવ ગાંધીની હત્યા પછી તેમને પૂછવામાં આવ્યું હતું, ‘શું તમે સોનિયાને સપોર્ટ કરવા ફરીથી પોલિટિક્સમાં આવશો?’

6 મહિનો પહેલા
80ના દશકામાં બચ્ચન-ગાંધી પરિવારમાં સંબંધ બગડ્યા હોવાની વાત સામે આવી હતી. જો કે, ચાર વર્ષ પહેલાં એક ઇન્ટરવ્યૂમાં અમિતાભ બચ્ચને કહ્યું હતું, બચ્ચન-ગાંધી પરિવારની મિત્રતા પૂરી થઇ જ નથી, અમે આજે પણ મિત્રો છીએ - Divya Bhaskar
80ના દશકામાં બચ્ચન-ગાંધી પરિવારમાં સંબંધ બગડ્યા હોવાની વાત સામે આવી હતી. જો કે, ચાર વર્ષ પહેલાં એક ઇન્ટરવ્યૂમાં અમિતાભ બચ્ચને કહ્યું હતું, બચ્ચન-ગાંધી પરિવારની મિત્રતા પૂરી થઇ જ નથી, અમે આજે પણ મિત્રો છીએ
 • 1984થી 1987 સુધી અમિતાભ બચ્ચન રાજકારણમાં રહ્યા હતા, તેઓ ઇલાહાબાદના સાંસદ હતા
 • ઇન્દિરા ગાંધીએ તેમના દીકરા રાજીવ ગાંધીને અમિતાભને રાજકારણમાં ના લાવવાની ચેતવણી આપી હતી

આજે અમિતાભ બચ્ચન 78 વર્ષના થઇ ગયા છે. 11 ઓક્ટોબર, 1942ના રોજ ઇલાહાબાદ, ઉત્તર પ્રદેશના જન્મેલા અમિતાભ 51 વર્ષથી બોલિવૂડમાં એક્ટિવ છે. આ સમયમાં તેઓ ત્રણ વર્ષ માટે રાજકારણમાં પણ જતા રહ્યા હતા. 1984ના તેઓ નેતા બન્યા અને 1987માં પોલિટિકલ કરિયર છોડી દીધું, પરંતુ આ વાર ઘણા ઓછા લોકો જાણે છે કે રાજીવ ગાંધીની હત્યા પછી તેમને ફરીથી રાજકારણમાં એન્ટ્રીને લઈને પ્રશ્નો કરવામાં આવ્યા હતા. જો કે, તેમણે ઘણી સાવચેતીથી ફેરવીને જવાબ આપ્યા હતા.

પ્રથમ કિસ્સો: તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, સોનિયાને સપોર્ટ કરવા રાજકારણમાં આવશો?
ફેમસ ઓથર અને કોલમિસ્ટ રાશિદ કિદવઈએ પોતાની બુક ‘નેતા-અભિનેતા: બોલિવૂડ સ્ટાર પાવર ઇન ઇન્ડિયન પોલિટિક્સ’માં લખ્યું છે કે, રાજીવ ગાંધીની હત્યાના 1 વર્ષ પછી 1992માં અમિતાભ બચ્ચનને પૂછવામાં આવ્યું હતું કે, ‘શું તેઓ વિધવા સોનિયા ગાંધીને અસિસ્ટ કરવા માટે ફરીથી રાજકારણમાં જોડાશે?’

જ્યારે સોનિયા ગાંધી ભારત આવ્યાં ત્યારે તેમને રિસીવ કરવા અમિતાભ બચ્ચન ગયા હતા. પાલમ એરપોર્ટ પર 13 જાન્યુઆરી, 1968ના દિવસે રાજીવે સોનિયાને તેના મિત્ર અમિતાભ બચ્ચન સાથે મેળાપ કરાવ્યો હતો. એ પછી પછી લગ્ન પહેલાં 43 દિવસ સુધી સોનિયા અમિતાભના પેરેન્ટ્સ સાથે રહ્યા હતા
જ્યારે સોનિયા ગાંધી ભારત આવ્યાં ત્યારે તેમને રિસીવ કરવા અમિતાભ બચ્ચન ગયા હતા. પાલમ એરપોર્ટ પર 13 જાન્યુઆરી, 1968ના દિવસે રાજીવે સોનિયાને તેના મિત્ર અમિતાભ બચ્ચન સાથે મેળાપ કરાવ્યો હતો. એ પછી પછી લગ્ન પહેલાં 43 દિવસ સુધી સોનિયા અમિતાભના પેરેન્ટ્સ સાથે રહ્યા હતા

જવાબમાં તેમણે કહ્યું, ‘આદત પ્રમાણે હું મારા કામમાં પૂરી રીતે ઇન્વોલ્વ છું. મેં કામ કર્યું છે અને તેને કોઈ પણ સંજોગે પૂરું કર્યું છે. જ્યારે મેં મારી ફિલ્મોમાં કપાત મૂકવાનો નિર્ણય કર્યો હતો ત્યારે લોકોને લાગે છે કે મેં રાજકારણમાં આવવા માટે આવું કર્યું છે.’

‘હા, રાજીવ ગાંધી મારા સારા મિત્ર હતા અને એ પણ સાચું છે કે હું સોનિયાજીનો શુભચિંતક છું અને તેમના પરિવારની નજીક છું. પરંતુ મારા રાજકારણમાં આવવાથી તેમની ચિંતા અને પ્લાન કેવી રીતે સરળ થઇ જશે? અને તેમને મારી મદદની જરૂર કેમ છે? તેઓ ઘણા સ્ટ્રોંગ, સેન્સિબલ અને કમ્પ્લીટ વ્યક્તિ છે. પોતાના નિર્ણય જાતે લેવામાં એકદમ સક્ષમ છે. તેઓ જાણે છે કે, શું કરવું જોઈએ અને શું નહિ ! બુકમાં આ કિસ્સો સુમંત મિશ્રાની બુક ‘મેં અમિતાભ બચ્ચન બોલ રહા હૂં’ના હવાલે લખવામાં આવ્યો છે.’

બીજો કિસ્સો:અમિતાભ બચ્ચનને રાજકારણમાં ના લાવવાની ચેતવણી આપવામાં આવી
ગાંધી અને નેહરુના પારિવારિક સંબંધો તે સમયથી છે, જ્યારથી ઇન્દિરા ગાંધીના લગ્ન પણ થયા નહોતા. ઇલાહાબાદમાં નેહરુ પરિવારના પૂર્વજનું ઘર આનંદ ભવનમાં સરોજીની નાયડુએ હરિવંશ રાય બચ્ચન-તેજી બચ્ચન પાસે ઇન્દિરાની મુલાકાત કરાવી હતી. ત્યારથી ઇન્દિરા અને તેજીની મિત્રતા થઇ ગઈ. પરંતુ 80ના દશકામાં આ દોસ્તીમાં દરાર આવી ગઈ, જ્યારે ઇન્દિરા ગાંધીએ તેજી બચ્ચનની જગ્યાએ નરગિસ દત્તને રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કર્યો હતો.

રિપોર્ટ પ્રમાણે, રાજીવ ગાંધી જ્યારે 2 વર્ષ અને અમિતાભ બચ્ચન 4 વર્ષના હતા ત્યારના બંને મિત્રો છે
રિપોર્ટ પ્રમાણે, રાજીવ ગાંધી જ્યારે 2 વર્ષ અને અમિતાભ બચ્ચન 4 વર્ષના હતા ત્યારના બંને મિત્રો છે

મેનકા ગાંધીનાં મેગેઝિન સૂર્યાની એક કોલમમાં આ વાતનો ઉલ્લેખ હતો કે, ઇન્દિરા ગાંધીના નિર્ણયથી તેજીને દુઃખ થયું હતું, બંને વચ્ચે ઘણા સમય સુધી અબોલા રહ્યા. રાશિદ કિદવઈની બુક પ્રમાણે, ગાંધી પરિવારની નજીક રહેલા સિનિયર કોંગ્રેસ નેતા એમ. એલ ફોતેદારે 2015માં લખ્યું હતું કે, ઇન્દિરા ગાંધીએ તેમના દીકરા રાજીવ ગાંધીને ચેતવણી આપી હતી કે, તેઓ અમિતાભ બચ્ચનને ક્યારેય રાજકારણમાં ના લાવે.

તે સમયે રાજીવ ગાંધી કોંગ્રસમાં રાષ્ટ્રીય મહાસચિવ હતા. ફોતેદારના જણાવ્યા પ્રમાણે, ઇન્દિરા ગાંધી તેમને અને અરુણ નેહરુની રાજીવ ગાંધી સાથેની મીટીંગમાં બોલાવ્યા હતા. તેમણે રાજીવ ગાંધીને બે કામ ના કરવાની સલાહ આપી હતી. પ્રથમ એ કે તેજી બચ્ચનના દીકરા અમિતાભને રાજકારણમાં ના લાવે અને બીજું કે ગ્વાલિયરના મહારાજ માધવ રાજ સિંધિયાને હંમેશાં પોતાની સાથે રાખે.

ત્રીજો કિસ્સો: રાજીવ રાજકારણમાં પણ લાવ્યા અને રાજીનામુ પણ માગી લીધું
રાજીવ ગાંધીએ પોતાની માતાની ચેતવણીની અવગણના કરી અને 1984માં અમિતાભ બચ્ચનને ઇલાહાબાદ લોકસભા ક્ષેત્રની ટિકિટ આપી. ફોતેદારે કહ્યું કે, મેં ખબર મળી રહી હતી કે, અમિતાભ મંત્રાલયમાં ઓફિસર્સના ટ્રાન્સફરમમાં દખલગીરી કરતા હતા. ઘણા નેતાઓએ ફરિયાદ પણ કરી હતી. પોતાના મતક્ષેત્રનો ચાર્જ બિગ બીએ એવા માણસને આપ્યો હતો જેને લોકો ગંભીરતાથી લેતા નહોતા.

ફોતેદાર તે સમયે રાજીવ ગાંધીના રાજકીય સચિવ હતા. તેમણે કહ્યું કે, મેં આ વિશે ક્યારેય રાજીવ ગાંધીને કહ્યું નહોતું પરંતુ અમિતાભ માત્ર ઉત્તર પ્રદેશ જ નહિ પણ મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર સરકારમાં પણ દખલ કરી રહ્યા હતા.

આશરે 4 વર્ષ પહેલાં પત્રકાર શેખર ગુપ્તા અને બરખા દત્તના પ્રોગ્રામ ‘ઓફ ધ કપ’માં અમિતાભે કહ્યું હતું કે, હું ઇલાહાબાદની જનતાને આપેલા વચનો પૂરા ના કરી શક્યો તે વાતનો મને અફસોસ છે. મારી ક્ષમતા હતી તેટલા પ્રયત્નો કર્યા, પરંતુ હું જાણું છું કે ઇલાહાબાદના લોકો મને ક્યારેય માફ નહિ કરે
આશરે 4 વર્ષ પહેલાં પત્રકાર શેખર ગુપ્તા અને બરખા દત્તના પ્રોગ્રામ ‘ઓફ ધ કપ’માં અમિતાભે કહ્યું હતું કે, હું ઇલાહાબાદની જનતાને આપેલા વચનો પૂરા ના કરી શક્યો તે વાતનો મને અફસોસ છે. મારી ક્ષમતા હતી તેટલા પ્રયત્નો કર્યા, પરંતુ હું જાણું છું કે ઇલાહાબાદના લોકો મને ક્યારેય માફ નહિ કરે

અમિતાભના રાજીનામાના દિવસને યાદ કરતા ફોતેદારે કહ્યું કે, અમિતાભ તે દિવસે વડાપ્રધાન રાજીવ ગાંધીને મળવા આવ્યા હતા. તે સમયે બપોરે આશરે 2: 45 વાગ્યા હતા અને હું લંચ પર જવાનો હતો. વડાપ્રધાને મને બોલાવ્યો. પછી અમે સેવન રેસ કોર્સની અંદર ગયા. પીએમએ એક ચેર લીધી અને અમિતાભની જમણી બાજુએ બેસી ગયા મને ડાબી બાજુએ બેસવાનું કહ્યું હતું.

ત્યારબાદ વડાપ્રધાને અમિતાભને કહ્યું, ફોતેદારજી તમારું રાજીનામુ ઈચ્છે છે. હું અને અમિતાભ બંને ચકિત થઇ ગયા. એ પછી અમિતાભે કહ્યું, જો ફોતેદારજી મારું રાજીનામુ ઈચ્છે છે તો હું તૈયાર છું. પેપર આપો અને કહો શું લખવાનું છે? ત્યારબાદ અમિતાભે પોતાનું રાજીનામુ લખ્યું જેને લોકસભા અધ્યક્ષે સ્વીકાર કર્યું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો