અપડેટ:'ધ ઈન્ટર્ન'માં સ્વર્ગીય રિશી કપૂરના સ્થાને અમિતાભ બચ્ચન, 'પીકુ' બાદ બીજીવાર દીપિકા સાથે કામ કરશે

મુંબઈ7 મહિનો પહેલા

દીપિકા પાદુકોણની ફિલ્મ 'ધ ઈન્ટર્ન'માં રિશી કપૂરના સ્થાને અમિતાભ બચ્ચન જોવા મળશે. ઉલ્લેખનીય છે કે પહેલાં આ ફિલ્મમાં રિશી કપૂર કામ કરવાના હતા. જોકે, ગયા વર્ષે રિશી કપૂરનું બ્લડ કેન્સરને કારણે અવસાન થયું હતું. આ ફિલ્મને 'બધાઈ હો' ફૅમ ડિરેક્ટર અમિત શર્મા ડિરેક્ટ કરશે.

દીપિકાએ ફિલ્મની જાહેરાત કરી

દીપિકાએ સો.મીડિયામાં ફિલ્મના પોસ્ટર સાથે જાહેરાત કરી હતી, મારા સ્પેશિયલ કો-સ્ટારમાંથી એક અમિતાભ બચ્ચન સાથે કામ કરવાનું સન્માન પ્રાપ્ત થયું. ભારતીય એડોપ્શન 'ધ ઈન્ટર્ન'માં અમિતાભ બચ્ચનનું સ્વાગત છે.' આ ફિલ્મ આવતા વર્ષે ઉનાળામાં રિલીઝ થશે.

'પીકુ'માં સાથે કામ કર્યું
દીપિકા પાદુકોણ તથા અમિતાભ બચ્ચને શૂજીત સરકારની ફિલ્મ 'પીકુ'માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. અમિતાભ તથા રિશીએ છેલ્લે ફિલ્મ '102 નોટ આઉટ'માં કામ કર્યું હતું.

'ધ ઈન્ટર્ન'એ વર્લ્ડવાઈડ 200 મિલિયન ડોલરની કમાણી કરી હતી
હોલિવૂડ ફિલ્મ ‘ધ ઈન્ટર્ન’માં 70 વર્ષીય વૃદ્ધ વ્યક્તિ રિટાયરમેન્ટ બાદ એક ઓનલાઈન ફેશન વેબસાઈટમાં ઈન્ટર્નશિપ માટે જાય છે. કંપનીના માલિકના રોલમાં એની હેથવે હતી. આ ફિલ્મે વિશ્વભરમાં 200 મિલિયન ડોલરની કમાણી કરી હતી.

દીપિકા આ ફિલ્મમાં જોવા મળશે
મેગેઝિન ફેમિના સાથેના ઈન્ટરવ્યૂમાં દીપિકાએ કહ્યું હતું, 'મેં શકુન બત્રાની ફિલ્મથી શરૂઆત કરી હતી. આ ફિલ્મ રિલેશનશિપ પર આધારિત છે. આ પહેલાં ભારતીય સિનેમામાં ક્યારેય આ રીતની ફિલ્મ આવી નથી. પછી 'પઠાન' એક્શન ફિલ્મ શાહરુખ ખાન છે. ત્યરાબાદ નાગ અશ્વિનની ફિલ્મ પ્રભાસ સાથે છે.'

વધુમાં દીપિકાએ કહ્યું હતું, 'ત્યારબાદ હું એન્ને હાથવેની ફિલ્મ 'ધ ઈન્ટર્ન'ની હિંદી રીમેકમાં કામ કરીશ. આ ફિલ્મ હાલના સમયે યોગ્ય છે. ત્યારબાદ હું 'મહાભારત'માં દ્રૌપદીનો રોલ પ્લે કરીશ.'