તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બોલિવૂડના મહાનાયક કોરોના મહામારીની વચ્ચે બેક ટુ બેક શૂટિંગ કરી રહ્યા છે. ગેમ રિયાલિટી શો 'કૌન બનેગા કરોડપતિ 12' સિવાય બિગ બીએ એક નવી એડનું શૂટિંગ પૂરું કર્યું છે જેમાં તેમની સાથે તેની પત્ની જયા બચ્ચન અને દીકરી શ્વેતા નંદા પણ સામેલ છે.
અમિતાભ બચ્ચનના પરિવાર સાથે શૂટિંગ કરતા ફેમિલી ટાઈમ પણ એન્જોય કર્યો. હાલમાં જ બિગ બીએ સેટ પરથી એક ફેમિલી ગ્રુપ ફોટો શેર કર્યો છે જે તેમણે ક્લિક કર્યો છે. તેમાં દીકરી શ્વેતા માસ્ક લગાવીને મોબાઈલ પકડતી દેખાઈ છે. આ ફોટો શેર કરીને અમિતાભ બચ્ચને ઇન્સ્ટા પર લખ્યું કે, 'ફેમિલી એટ વર્ક.'
અન્ય એક ફોટો બિગ બીએ ટ્વિટર પર પણ શેર કર્યો છે. તેમાં પરિવારનો લુક અલગ છે. શ્વેતા અને જયા બચ્ચને હેવી જ્વેલરી પહેરેલી છે.
T 3732 - .... family at work .. pic.twitter.com/cAEOVH4umG
— Amitabh Bachchan (@SrBachchan) November 24, 2020
આ પહેલાં પણ બિગ બી અને જયા બચ્ચન ઘણી જ્વેલરી બ્રાન્ડની એડમાં સાથે દેખાયા છે. આ સિવાય એક બ્રાન્ડ શૂટ દરમ્યાન અમિતાભ અને જયા કેટરીના કૈફના પેરેન્ટ્સ પણ બની ચૂક્યા છે. બિગ બીનો આખો પરિવાર જુલાઈમાં કોરોનગ્રસ્ત હતો અને તેમાંથી સાજા થયા બાદ બિગ બીએ KBC 12નું શૂટિંગ શરૂ કર્યું હતું. આ પહેલીવાર છે કે જ્યારે જયા અને શ્વેતાએ લોકડાઉન બાદ શૂટિંગ કર્યું હોય.
પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.