લૉકડાઉન / અમિતાભ બચ્ચને બાબુજી હરિવંશરાયની લખેલી કવિતાનું પઠન કરતો વીડિયો શૅર કર્યો

Amitabh Bachchan shares video by singing a poem written by Babuji Harivansharai
X
Amitabh Bachchan shares video by singing a poem written by Babuji Harivansharai

દિવ્ય ભાસ્કર

Apr 08, 2020, 07:18 PM IST

મુંબઈ. અમિતાભ બચ્ચને એક નવો વીડિયો શૅર કર્યો છે, જેમાં તેઓ પિતા હરિવંશરાય બચ્ચને લખેલી કવિતા વાંચી રહ્યાં છે. આ કવિતાનું ટાઈટલ ‘હૈ અંધેરી રાત પર દીયા જલાના કબ મના હૈં’ છે. હાલમાં દેશમાં કોરોનાવાઈરસને કારણે લૉકડાઉન છે. 

વીડિયોમાં અમિતાભ બચ્ચન પિતાજીની કવિતાનું પઠન કરતાં જોવા મળે છે. આ કવિતાનો વીડિયો શૅર કરીને અમિતાભે કહ્યું હતું, હું આ એકલતાની ક્ષણોમાં મારા બાબુજી તથા તેમની કવિતાને યાદ કરું છું, જે આશા તથા તાકતને દર્શાવે છે. જેવી રીતે બાબુજી કવિ સંમેલનમાં ગાતા હતાં, તે જ રીતે ગાઈ રહ્યો છું, હું તેમની સાથે જતો હતો. 

ચાર મિનિટનો વીડિયો
આ વીડિયોમાં અમિતાભ બચ્ચન પિતાની કવિતાઓના પુસ્તક ‘બચ્ચન રચનાવલી’ને વાંચે છે અને તેના પાનાઓ ફેરવતા જોવા મળે છે. ચાર મિનિટના વીડિયોમાં શરૂઆતમાં માત્ર સંગીત સાંભળવા મળે છે. ત્યારબાદ બિગ બીના અવાજમાં કવિતા સાંભળવા મળે છે. કવિતાના શબ્દો આ પ્રકારના છે..

હૈ અંધેરી રાત પર દીયા જલાના કબ મના હૈં
ક્યા ઘડી થી એક ભી ચિંતા નહીં થી પાસ આઈ,
કાલિમા તો દૂર છાયા ભી પલક પર થી ના છાઈ
આંખ સે મસ્તી ઝપકતી, બાત સે મસ્તી ટપકતી,
થી હંસી એસી જિસે સુન બાદલો ને શર્મ ખાઈ,
વો ગઈ તો લે ગઈ ઉલ્લાસ કે આધાર માનક
પર અધીરતા કે સમય ભી મુસ્કુરાના કબ મના હૈં
હૈ અંધેરી રાત પર, દીયા જલાના કબ મના હૈં...
ક્યા હવાએ થી કી ઉજડા પ્યાર કા વો આશિયાના
કુછ ના આયા કામ તેરા, શોર કરના ગુલ મચાના
નાશ કી ઉન શક્તિયોં કે સાથ ચલતા જોર કિસકા
કિંતુ એ નિર્માણ કે પ્રતિનિધિ તુઝે હોગા બતાયા,
જો બસે હૈં વો ઉજડતે હૈં પ્રકૃતિ કે જડ નિયમ સે,
પર કિસી ઉજડે હુએ કો ફિર બસાના કબ મના હૈં
હૈ અંધેરી રાત પર, દીયા જલાના કબ મના હૈં...

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી