તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમિતાભે દીકરાને બર્થડે વિશ કર્યો:અભિષેકના 45મા જન્મદિવસ પર અમિતાભ બચ્ચને ઈમોશનલ પોસ્ટ શેર કરી, કહ્યું- હવે તે મને મારો હાથ પકડીને રસ્તો બતાવે છે

23 દિવસ પહેલા
 • કૉપી લિંક

એક્ટર અભિષેક બચ્ચનનો આજે 45મો જન્મદિવસ છે. આ અવસરે અમિતાભ બચ્ચને દીકરા અભિષેકને ખાસ અંદાજમાં બર્થડે વિશ કર્યો છે. અમિતાભે સોશિયલ મીડિયા પર બે થ્રોબેક ફોટોઝનો એક કોલાજ શેર કર્યો છે. આ ફોટોઝ સાથે તેમણે હૃદયસ્પર્શી એક ઈમોશનલ કેપ્શન પણ લખ્યું છે.

હવે તે મારો હાથ પકડીને મને રસ્તો દેખાડે છે
આ પોસ્ટમાં બે ફોટોનો એક કોલાજ છે. એક ફોટોમાં અમિતાભ દીકરા અભિષેકનો હાથ પકડેલા દેખાય છે, બીજા ફોટોમાં અભિષેકે પિતા અમિતાભનો હાથ પકડ્યો છે. આ બંને ફોટોઝ નીચે હેપ્પી બર્થડે અભિષેક બચ્ચન લખ્યું છે અને આજની તારીખ 5 ફેબ્રુઆરી 2021 લખ્યું છે.

આ કોલાજ શેર કરી અમિતાભે એક ઈમોશનલ કેપ્શન લખ્યું છે. તેમણે લખ્યું, 'મેં એકવાર અભિષેકનો હાથ પકડીને તેને રસ્તો બતાવ્યો હતો. હવે તે મને મારો હાથ પકડીને રસ્તો બતાવે છે.' આ કેપ્શન સાથે અમિતાભ બચ્ચને દિલવાળું ઈમોજી પણ યુઝ કર્યું છે. આ પોસ્ટ ફેન્સને ઘણી ગમી છે. મોડી રાતે શેર કરેલી આ પોસ્ટને ઘણા બધા લોકોએ લાઈક કરી છે.

ભાણી નવ્યાએ પણ મામાને બર્થડે વિશ કર્યો
અભિષેકની ભાણી નવ્યા નંદાએ પણ પોસ્ટ શેર કરીને મામાને બર્થડે વિશ કર્યો છે. નવ્યાએ પોસ્ટ શેર કરીને લખ્યું, 'હેપ્પી બર્થડે બેસ્ટ ફ્રેન્ડ. આપણે આગળ પણ NYC નાઈટ્સ અને ચેલ્સી ગેમ્સ એન્જોય કરશું. ફેમિલીમાં તમે મારા ગમતા સભ્ય છો. માય પાર્ટનર ઈન ઓલ ક્રાઇમ.'

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો