ગુરુ પૂર્ણિમા:અમિતાભ બચ્ચને પિતા સાથેનો ફોટો શેર કરી ગુરુ પૂર્ણિમાની શુભકામના પાઠવી, અનુપમ ખેર, ભૂમિ પેડનેકરે પણ શુભકામના આપી

2 વર્ષ પહેલા

આજે 5 જુલાઈના રોજ ગુરુ પૂર્ણિમા છે. આજના પાવન અવસરે અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર ગુરુ પૂર્ણિમાની શુભકામના આપી છે. તેમણે પિતા હરિવંશ રાય બચ્ચન સાથેનો ફોટો શેર કરી કબીરદાસની પંક્તિ શેર કરી હતી.

અમિતાભ બચ્ચને પોસ્ટમાં કબીરની પંક્તિ લખી તેનો અર્થ પણ સમજાવ્યો હતો. તેમણે લખ્યું કે, ગુરુપૂર્ણિમાના શુભ અવસર પર, ચરણ સ્પર્શ, નમન, આપણા ગુરુ દેવ ગુરુ પરમ... પરમ પૂજ્ય પિતા જી. કબીરદાસે સત્ય કહ્યું છે કે જો ભગવાન નારાજ થઇ જાય તો ગુરુનો સહારો રહે છે પરંતુ ગુરુ નારાજ થાય ત્યારે કોઈ સહારો રહેતો નથી, કોઈ રસ્તો બચતો નથી. ગુરુ વિના જ્ઞાન નથી, ગુરુ વિના સંસ્કૃતિ નથી. સંસ્કૃતિ વગર સંસ્કાર નથી, સંસ્કાર વગર આચરણ નથી. આચરણ વગર આદર નથી, આદર વગર મનુષ્યતા નથી. ગુરુ પૂર્ણિમાના શુભ અવસર પર બધાને હાર્દિક શુભકામનાઓ. આજે ગુરુ પૂર્ણિમા પર મારા ગુરુજીના ચરણોમાં પણ કોટી કોટી નમન. 

અમિતાભ બચ્ચનની પોસ્ટ પર અનુપમ ખેર, ભૂમિ પેડનેકર, આહના કુમરા સહિત અનેક સેલેબ્સે અમિતાભ બચ્ચનને ગુરુ પૂર્ણિમાની શુભકામના આપી છે.

અન્ય પોસ્ટમાં અમિતાભ બચ્ચને લખ્યું હતું કે, ગુરુ પૂર્ણિમાની શુભકામના એ દરેકને જેમણે જિંદગીના પાઠ શીખવ્યા, માતા.. પિતા.

અન્ય સમાચારો પણ છે...