તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોટીવેશનલ વીડિયો:અમિતાભ બચ્ચને 'હોપ' પર મેસેજ શેર કર્યો, કહ્યું - 'અમે લડીશું, સાથે મળીને જીત મેળવીશું!'

3 મહિનો પહેલા

અમિતાભ બચ્ચને હાલમાં જ કોરોનાની બીજી લહેર વચ્ચે 'હોપ' વિશે એક મેસેજ શેર કર્યો છે. તેમણે તમામ લોકોને ભારતની સાથે આવવા અને વાઈરસ સામે લડવાની અપીલ કરી. બિગ બીએ મંગળવારે એક વીડિયોમાં, 'હોપ' પર એક મેસેજ શેર કર્યો છે. તો બુધવારે તેમણે એક કવિતા સંભળાવી કોવિડ વોરિઅર્સ માટે આગળ આવવાની અપીલ કરી છે.

હોપ પર બિગ બીએ મેસેજ શેર કર્યો

બિગ બીએ કહ્યું 'હોપ કોઈ સ્ટ્રેટજી નથી. લેખક કહેવા માગે છે કે અક્ષરોથી વધારે કામ કરવું મહત્વપૂર્ણ હોય છે. હા, અહીંયા કોઈ ચોક્કસ મતભેદો નથી પરંતુ, જેમ કે કેટલાક બુદ્ધિજીવી સંતોનું કહેવું છે કે આશા એ એક શરૂઆત નથી, જ્યારે અમુક સમયે તે વધુ પડતી ઉપયોગમાં લેવાય છે અને આપણે હોપનો સાચો અર્થ ભુલી જઈએ છીએ. હા, હોપ એકલી એક સ્ટ્રેટજી નથી. પરંતુ હોપ જ્યારે આપણા કામને દિશા આપે છે ત્યારે મોટા કામો પણ સંભવ બની જતા હોય છે.'

ફ્રંટલાઈન વર્કર્સ-કોવિડ વૉરિયર્સનો નિઃસ્વાર્થ હોવાનો પુરાવો જોવા મળ્યો

બિગ બીએ આગળ કહ્યું, 'દરરોજ આપણે સાંભળીએ છીએ કે લોકો એકઠા થઈ રહ્યા છે અને એકબીજાને મદદ કરી રહ્યા છે. દરરોજ, આપણે લોકોની નીડર હિંમત, ફ્રંટલાઈન વૉરિયર્સ અને કોવિડ વોરિયર્સના નિઃસ્વાર્થ હોવાના પુરાવા જોવા મળે છે. દરરોજ અંધકાર પ્રકાશમાં બદલાઈ જાય છે કારણ કે લોકોએ સાથે આવવાનું અને એક સાથે ઊભા રહેવાનું પસંદ કર્યું છે.' બિગ બીએ કેપ્શનમાં લખ્યું, 'અમે લડીશું, સાથે મળીને જીત મેળવીશું!'

પ્રસુન જોશીની કવિતા સંભળાવી
બુધવારે વધુ એક વીડિયો પોસ્ટ કરતા બિગ બીએ પ્રસુન જોશીની કવિતા 'રૂકે ના તૂ...' ની પંક્તિઓ સંભળાવી છે. બિગ બીએ આગળ મેસેજમાં કહ્યું કે 'અમને આશા છે કે આ શબ્દો ફ્રંટલાઈન વૉરિયર્સની ધગશને વધારશે. જેમને આપણે જાણીએ છે કે તેઓ આપણા માટે ઘણું બલિદાન આપી રહ્યા છે. આપણે આ લડતમાં તેમની સાથે છીએ. આપણે ભારત માટે સાથે આવવું જોઈએ.'

અન્ય સમાચારો પણ છે...