બિગ બી પણ નર્વસ થાય છે:અમિતાભ બચ્ચને કહ્યું, KBCના સેટ પર આવતાં જ હાથ-પગ ધ્રૂજવા લાગે છે

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

79 વર્ષીય અમિતાભ બચ્ચન હાલમાં 'કૌન બનેગા કરોડપતિ'ની 14મી સિઝનને કારણે ચર્ચામાં છે. હાલમાં જ બિગીએ આ શો અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તે જ્યારે પણ આ શોના સેટ પર આવે છે, ત્યારે તે નર્વસ થઈ જાય છે અને તેમને ડર પણ લાગે છે. આટુલં જ નહીં બિગ બીએ એમ પણ કહ્યું હતું કે તે કેવી રીતે આ શો માટે પોતાને તૈયાર કરે છે.

દર્શકોને કારણે દરેક સિઝનમાં પરત ફરી શકું છું
અમિતાભને સવાલ કરવામાં આવ્યો કે તે દર વર્ષે કેમ આ ગેમ શો હોસ્ટ કરે છે? જવાબમાં કહ્યું હતું કે જે લોકો સેટ પર આવે છે, તે જ લોકો તેમને અહીં પાછો ખેંચીને લાવે છે. સ્ટેજ પર તેમનું જે રીતે સ્વાગત કરવામાં આવે છે અને હોટ સીટ પર બેઠેલા સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે તે જોઈને દર વર્ષે આ શો હોસ્ટ કરે છે.

હાથ-પગ ધ્રૂજે છે
શોની તૈયારીઓ અંગે વાત કરતાં અમિતાભે કહ્યું હતું કે જ્યારે તે સેટ પર આવે છે તો તેમને હાથ-પગ ધ્રૂજવા લાગે છે. તેમને પહેલો વિચાર આવે કે તે આ કરી શકશે કે નહીં. આ બધું કેવી રીતે થશે? તેમને રોજ ડર લાગે છે. જોકે, જ્યારે તે અહીંયા આવીને ચાહકોને જુએ છે તો તેમને પ્રેરણા મળે છે. સેટ પર તે પહેલાં દર્શકોનો આભાર માને છે.

14મી સિઝન સાત ઓગસ્ટે શરૂ થશે
'KBC'ની 14મી સિઝન સાત ઓગસ્ટે ઓન એર થશે. 2013થી શોની વિનિંગ પ્રાઇઝ સાત કરોડ રૂપિયા રાખવામાં આવી છે. જોકે, આ વખતે ભારતને આઝાદ થયે 75 વર્ષ પૂરા થતાં વિનિંગ પ્રાઇઝ 7.5 કરોડ રૂપિયા કરવામાં આવી છે.

ફર્સ્ટ એપિસોડમાં આમિર-મેરી કોમ સ્પેશિયલ ગેસ્ટ
શોના ફર્સ્ટ એપિસોડમાં આમિર ખાન, બોક્સિંગ ચેમ્પિયન મેરી કોમ, ફુટબોલર સુનીલ છેત્રી સ્પેશિયલ ગેસ્ટ તરીકે આવશે. અમિતાભ બચ્ચને વર્ષ 2000થી આ શોને હોસ્ટ કરવાનું શરૂ કર્યું છે. ત્રીજી સિઝન શાહરુખ ખાને હોસ્ટ કરી હતી.