બિગ બીનો કોરોના રિપોર્ટ નેગેટિવ:અમિતાભ બચ્ચન 9 દિવસ આઇસોલેશનમાં રહ્યા બાદ કામ પર પરત ફર્યા

મુંબઈએક મહિનો પહેલા

અમિતાભ બચ્ચનને હાલમાં જ બીજીવાર કોરોના થયો હતો. હવે બિગ બીનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે. અમિતાભે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે 9 દિવસના આઇસોલેશનમાં રહ્યા બાદ તે કામ પર પરત ફર્યા છે. અમિતાભે આજથી (પહેલી સપ્ટેમ્બર) ગેમ શો 'કૌન બનેગા કરોડપતિ'નું શૂટિંગ શરૂ કર્યું છે.

બિગ બીનો કોરોના રિપોર્ટ નેગેટિવ
અમિતાભે આજે એટલે કે 1 સપ્ટેમ્બરે બ્લોગમાં કહ્યું હતું, 'કામ પર પરત...તમારી પ્રાર્થના માટે આભારી છું. ગઈ કાલ રાત્રે મારો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. 9 દિવસનું આઇસોલેશન પૂરું થયું. આમ તો સાત દિવસ જરૂરી છે. હંમેશાંની જેમ તમને બધાને પ્રેમ. તમે આ કોરોના પીરિયડ દરમિયાન ઘણાં જ દયાળું ને ચિંતિત રહ્યા. પરિવારે મારી ઘણી જ કાળજી રાખી. તમારા બધાનો હાથ જોડીને આભાર માનું છું.'

સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી કોવિડ પોઝિટિવ હોવાની વાત કહી હતી

અગાઉ વર્ષ 2020માં કોરોના થયો હતો
અમિતાભ બચ્ચનને વર્ષ 2020માં પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો. આ દરમિયાન અભિનેતાને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ઘણા દિવસો સુધી સારવાર હેઠળ રહ્યા હતા. ત્યારે તેમના પ્રશંસકોમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું હતું.

બિગ બી હાલમાં જ તેમની ફિલ્મ 'રનવે 34'માં અજય દેવગનની સાથે જોવા મળ્યા હતા. હવે તેઓ ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળશે. આ એક મલ્ટી સ્ટારર ફિલ્મ છે, જેમાં એક્ટર રણબીર કપૂર, આલિયા ભટ્ટ, મૌની રોય અને નાગાર્જુન પણ છે. અયાન મુખર્જીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 9 સપ્ટેમ્બરે રિલીઝ થશે. જ્યારે હાલ 'કૌન બનેગા કરોડપતિ શો' ચાલી રહ્યો છે. આ ઉપરાંત તેઓ 'તેરા યાર હૂ મેં', 'ગણપત', 'પ્રોજેક્ટ K', 'ધ ઇન્ટર્ન' જેવી ફિલ્મમાં જોવા મળશે.