ન્યૂ પ્રોપર્ટી:અમિતાભે 31 કરોડમાં ડુપ્લેક્સ અપાર્ટમેન્ટ ખરીદ્યો, સની લિયોનીએ પણ આ જ સ્કીમમાં ફ્લેટ ખરીદ્યો છે

મુંબઈ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈમાં અમિતાભ બચ્ચનના ટોટલ પાંચ બંગલા છે
  • અમિતાભે નવી પ્રોપર્ટી માટે 62 લાખ રૂપિયા સ્ટેમ્પ ડ્યૂટી ભરી છે

અમિતાભ બચ્ચને મુંબઈમાં 5184 સ્કેવપ ફૂટની પ્રોપર્ટી ખરીદવાને કારણે ચર્ચામાં છે. રિપોર્ટ પ્રમાણે, તેમણે ગયા વર્ષે ડિસેમ્બરમાં આ પ્રોપર્ટી ખરીદી હતી. જોકે, રજિસ્ટ્રેશન એપ્રિલ, 2021માં થયું છે. સ્કેવર ફૂટ દીઠ અમિતાભે 60 હજાર રૂપિયા આપ્યા છે, એ પ્રમાણે પ્રોપર્ટીની કિંમત 31 કરોડ રૂપિયા છે. 62 લાખ રૂપિયા સ્ટેમ્પ ડ્યૂટીના ભર્યા છે.

બિગ બીએ કોની પાસેથી પ્રોપર્ટી ખરીદી?
કહેવામાં આવે છે કે બિગ બીએ આ પ્રોપર્ટી ટિયર 2 બિલ્ડર ક્રિસ્ટલ ગ્રુપ પાસેથી તેમના અટલાન્ટિસ પ્રોજેક્ટમાં ખરીદી છે. 27 તથા 28મા ફ્લોર પર બિગ બીનો ડુપ્લેક્સ અપાર્ટમેન્ટ આવેલો છે. આ સાથે જ બિગ બીને છ કાર પાર્કિંગ મળ્યું છે. આ જ પ્રોજેક્ટમાં સની લિયોનીનો 16 કરોડ રૂપિયાનો તો ડિરેક્ટર આનંદ એલ રાયનો 25.3 કરોડનો ફ્લેટ છે.

બિગ બીએ ઉઠાવ્યો સ્કીમનો ફાયદો
રિપોર્ટ પ્રમાણે, બિગ બીએ પોતાની નવી પ્રોપર્ટી ખરીદતા સમયે મહારાષ્ટ્ર સરકારની એ સ્કીમનો ફાયદો ઉઠાવ્યો છે. આ સ્કીમ હેઠળ ગયા વર્ષે ઓગસ્ટથી 31 ડિસેમ્બર સુધી સ્ટેમ્પ ડ્યૂટી 5%થી ઘટાડીને 2% કરવામાં આવી હતી. સરકારે આ નવો નિર્ણય રિયલ એસ્ટેટને મંદીમાંથી બહાર લાવવા માટે કર્યો હતો. પહેલી જાન્યુઆરી, 31 માર્ચ સુધી સ્ટેમ્પ ડ્યૂટી 3% હતી. અર્જુન કપૂર, સોનાક્ષી સિંહા સહિત ઘણાં સેલેબ્સે પ્રોપર્ટીમાં રોકાણ કરીને આ સ્કીમનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે.

મુંબઈમાં અમિતાભના પાંચ બંગલાઓ છે
જલસા પહેલાં અમિતાભની ભાભીના નામે હતો

જલસા બંગલામાં બચ્ચન પરિવાર રહે છે. બે માળનો બંગલો ડિરેક્ટર રમેશ સિપ્પીએ બિગ બીને ગિફ્ટમાં આપ્યો હતો. 1982માં ફિલ્મ 'સત્તે પે સત્તા'ના શૂટિંગ દરમિયાન રમેશ સિપ્પીએ આ બંગલો આપ્યો હતો. આ બંગલો 10,125 સ્કેવર ફૂટમાં ફેલાયેલો છે. આ ઘર પહેલાં અમિતાભના ભાઈ અજિતાભની પત્ની રમોલાના નામે હતું. સૂત્રોના મતે, ટેક્સ રિલેટેડ ઈશ્યૂને કારણે આમ કરવામાં આવ્યું હતું. 2006માં જલસા ઘર જયા બચ્ચનના નામે કરવામાં આવ્યું હતું. જલસા ઘરમાં સૌ પહેલાં અનુરાગ કશ્યપની ફિલ્મ 'મુરબ્બા' શૂટ કરવામાં આવી હતી. જોકે, ઘરનું ઈન્ટિરિયર કેપ્ચર કરવામાં આવ્યું નહોતું.

પ્રતીક્ષા

અમિતાભ બચ્ચને જૂહુમાં સૌ પહેલો બંગલો પ્રતીક્ષા ખરીદ્યો હતો. તેઓ અહીંયા પેરેન્ટ્સ ડૉ. હરિવંશ રાય બચ્ચન તથા તેજી બચ્ચન સાથે રહેતા હતા. હરિવંશ રાય બચ્ચને આ ઘરનું નામ પ્રતીક્ષા આપ્યું હતું. આ ઘરમાં હરિવંશ રાય બચ્ચને પોતાના હાથે મંદિર બનાવ્યું છે. અહીંયા અમિતાભ નિયમિત રીતે પૂજા કરવા માટે આવે છે. 2007માં અભિષેક તથા ઐશ્વર્યાના લગ્ન અહીંયા જ યોજાયા હતા. પ્રતીક્ષાનો અર્થ રાહ જોવી એવો થાય છે.

જનક

જલસાની બાજુમાં અમિતાભ બચ્ચનનો બંગલો જનક છે. આ બંગલામાં બિગ બીની ઓફિસ છે. બચ્ચન અહીંયા નિયમિત રીતે જિમમાં આવે છે. જનકનો અર્થ પિતા થાય છે.

વત્સ

અમિતાભ બચ્ચનનો વત્સ બંગલો જુહૂમાં છે. આ બંગલો સિટીબેંક ઈન્ડિયાને લીઝ પર આપેલો હતો. જોકે, 2019માં સિટીબેંકે નવી જગ્યાએ પોતાની બ્રાન્ચ ઓફિસ ખોલી હતી. વત્સનો અર્થ વ્હાલો પુત્ર એવો થાય છે.

જલસાની પાછળ એક નવો બંગલો

2013માં અમિતાભ તથા અભિષેકે 8000 સ્કેવર ફૂટનો નવો બંગલો ખરીદ્યો હતો. આ બંગલો જલસા બંગલાની પાછળ આવેલો છે. જુહૂમાં અમિતાભનો આ પાંચમો બંગલો છે.

અમિતાભના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેઓ લૉકડાઉન પહેલાં 'ગુડ બાય'ના શૂટિંગમાં વ્યસ્ત છે. દીપિકા પાદુકોણ સાથે બીજીવાર ફિલ્મ 'ધ ઈન્ટર્ન'માં કામ કરશે. 'ચેહરે' કોરોનાને કારણે રિલીઝ થઈ નથી. અજય દેવગનની 'મેડે', 'બ્રહ્માસ્ત્ર'માં અમિતાભે કામ કર્યું છે. 'ઝુંડ' છેલ્લાં બે વર્ષથી રિલીઝ થઈ શકી નથી. બિગ બી ફરી એકવાર 'કૌન બનેગા કરોડપતિ'ની 13મી સિઝનને હોસ્ટ કરતાં જોવા મળશે.