શાબાશ અમિતાભ:બિગ બીનો જન્મદિવસ પર મહત્ત્વનો નિર્ણય, વિવાદ બાદ 'કમલા પસંદ' સાથેનો કોન્ટ્રેક્ટ સમાપ્ત કર્યો, પૈસા પરત આપ્યા

મુંબઈ5 દિવસ પહેલા
  • અમિતાભ બચ્ચન કમલા પસંદની જાહેરાત કર્યા બાદ વિવાદમાં ફસાયા હતા

અમિતાભ બચ્ચનનો આજે, 11 ઓક્ટોબરના રોજ 80મો જન્મદિવસ છે. અમિતાભ બચ્ચને સો.મીડિયામાં પોતાના એક મહત્ત્વના નિર્ણય અંગે જાણ કરી છે. વિવાદ તથા ટીકા થયા બાદ બિગ બીએ પાન મસાલા 'કમલા પસંદ'ની સાથેનો પોતાનો કોન્ટ્રેક્ટ સમાપ્ત કરી નાખ્યો છે.

બ્લૉગમાં આ માહિતી આપી
અમિતાભ બચ્ચને પોતાના બ્લૉગમાં આ અંગેની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે 'કમલા પસંદ' ગુટખાની જાહેરાત સાથેનો કરાર તે તોડી રહ્યા છે. તેઓ અચાનક બ્રાન્ડ સાથેનો પોતાનો કોન્ટ્રેક્ટ પૂરો કરે છે. સરોગેટ એડવર્ટાઇઝિંગ હેઠળ તેમની જાહેરાત આવે છે, એ અંગેની સંબંધિત જાણકારી તેમને નહોતી. તેમણે પૈસા પણ પરત કરી દીધા છે.

ઉલ્લેખનીય છે કે નેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર ઇરૅડિકેશન ઓફ ટોબેકોના પ્રમુખ ડૉ. શેખર સાલ્વકરે અમિતાભ બચ્ચનને પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે કહ્યું હતું કે મેડિકલ રિસર્ચથી ખ્યાલ આવ્યો કે તમાકુ તથા પાન મસાલા જેવી વસ્તુઓ વ્યક્તિ અને તેમાંય ખાસ કરીને યુવાઓના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. અમિતાભ બચ્ચન પોલિયો કેમ્પેનના સરકારી બ્રાન્ડ-એમ્બેસડર છે અને તેમણે પાન મસાલાની જાહેરાતમાંથી જલદીથી દૂર થવાની જરૂર છે.

યુઝર્સે સવાલ કર્યા હતા
અમિતાભે હાલમાં જ એક પોસ્ટ શૅર કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું, 'ઘડિયાળ ખરીદીને હાથમાં શું બાંધી લીધી, સમય પાછળ જ પડી ગયો છે.' આ પોસ્ટ પર યુઝરે કમેન્ટ કરી હતી, 'પ્રણામ સર, માત્ર એક જ વાત પૂછવી છે, તમારે એવી શેની જરૂર હતી કે તમારે પણ કમલા પસંદ પાન મસાલાની જાહેરાત કરવી પડી. તો પછી તમારામાં અને અન્યમાં ફેર શું?'

બિગ બીએ જવાબ આપ્યો
બિગ બીએ કહ્યું હતું, 'માન્યવર, ક્ષમા પ્રાર્થી છું. કોઈપણ વ્યવસાયમાં જો કોઈનું ભલું થતું હોય તો એ વિચારવું ના જોઈએ કે આપણે કેમ તેની સાથે જોડાયેલા છીએ? હા, જો વ્યવસાય હોય તો આપણે પોતાના વ્યવસાય અંગે વિચારવું જોઈએ. હવે તમને લાગે છે કે મારે આ કરવું જોઈએ નહીં, પરંતુ મને આ કરવામાં ધનરાશિ મળે છે.'