તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાઈરલ:અમિતાભ બચ્ચને અનુષ્કા શર્મા-વિરાટ કોહલી પર જોક કહ્યો, ચાહકો હસી પડ્યા

મુંબઈએક મહિનો પહેલા
  • અમિતાભે સો.મીડિયામાં જોક શૅર કર્યો

અમિતાભ બચ્ચન 78 વર્ષની ઉંમરમાં જેટલા ફિલ્મમાં એક્ટિવ રહે છે, તેટલાં જ સો.મીડિયામાં પણ એક્ટિવ છે. સો.મીડિયામાં તેઓ અપડેટ આપવા ઉપરાંત ફની કે પ્રેરણાદાયી પોસ્ટ શૅર કરતા હોય છે. આ વખતે અમિતાભ અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલી પરનો જોક શૅર કર્યો છે.

સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી

અમિતાભ બચ્ચને સો.મીડિયામાં રંગે બેરંગી શર્ટ પહેરેલી તસવીર શૅર કરી હતી. આ તસવીર સાથે બિગ બીએ જોક શૅર કર્યો હતો. તેમણે કહ્યું હતું, 'રંગ હજી ઊતર્યો પણ નથી અને તહેવારોના જોક બંધ થયા નથી. અનુષ્કા-વિરાટના પૂરા સન્માન સાથે. અંગ્રેજીઃ Anushka has a huge apartment! (અનુષ્કા પાસે મોટું અપાર્ટમેન્ટ છે.) હિંદીઃ अनुष्का के पास विराट खोली है।! (અનુષ્કાની પાસે વિરાટ ઘર છે)'

બચ્ચન પરિવારે હાલમાં જ વેક્સિનનો ફર્સ્ટ ડોઝ લીધો
અમિતાભ બચ્ચને થોડાં દિવસ પહેલાં જ પરિવારે કોરોનાની વેક્સિન લીધી હોવાની માહિતી આપી હતી. અભિષેક સિવાય પરિવારના સભ્યોએ વેક્સિન લીધી હતી. અમિતાભ બ્લોગમાં વેક્સિનેશનના અનુભવ અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું, 'વેક્સિનેશન માટે મને હોસ્પિટલના પલંગ પર બેસાડવામાં આવ્યો હતો. અહીંયા વેક્સિન લગાવવામાં આવતી હતી. ઘણું બધું પેપરવર્ક તથા ચારે બાજુ અનેક લોકો હતા. નામ, એડ્રેસ, મોબાઈલ, મેડકિલ હિસ્ટ્રી, આધાર કાર્ડ સહિતની માહિતી લીધી. અડધો કલાક ત્યાં જ બેસી રહ્યો. બધાની તસવીરો લીધી. શું તમે ઊઠીને ચાલી શકો છો. તમારે મદદની જરૂર છે. ઓલ ધ બેસ્ટ. બીજો ડોઝ છ અઠવાડિયા બાદ લેવાનો છે. સર્ટિફિકેટમાં માત્ર 1 જ દેખાશે, બીજા ડોઝ બાદ સર્ટિફિકેટને વેલિટીડી મળી જશે.'

વધુમાં બિગ બીએ કહ્યું હતું કે આ સારું છે. વેક્સિન અંગે ઘણા બધા વિવાદ ચાલે છે કે આ જલ્દી કેવી રીતે બની ગઈ. અસરકારક છે કે નહીં? આ સારી છે અને આમાં વાંધો છે..એવું કેમ અને આવું કેમ નહીં, ઉતાવળ કેમ, રાહ કેમ નથી જોતા, ના..રિસર્ચ તો ઘણાં વર્ષથી ચાલતું હતું. જ્યારથી સાર્સ જેવી બીમારી ફેલાઈ હતી.'

બિગ બીએ આગળ કહ્યું હતું, 'કોવિડ તો 19મો સ્ટ્રેન છે. આથી રિસર્ચમાં આ અંગેની માહિતી હતી, આથી જ આટલી જલ્દી બની ગઈ. ત્યારબાદ તમે સલામત રહેશો. જો તો પણ કોરોના થયો તો આઈસોલેટ થઈ જાવ, સાવચેતી તથા સુરક્ષા રાખો.'

ઉલ્લેખનીય છે કે અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલી આ વર્ષે દીકરી વામિકાના પેરેન્ટ્સ બન્યાં છે. અનુષ્કાએ ડિલિવરીના બે મહિના બાદ કામ શરૂ કરી દીધું છે.

અમિતાભ બચ્ચનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેઓ 'ચેહરે', 'ઝુંડ', બ્રહ્માસ્ત્ર'માં જોવા મળશે. હાલમાં જ તેમની ફિલ્મ 'ગુડ બાય'નું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ પિતા-પુત્રીના સંબંધો પર આધારિત છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો