બોલિવૂડ સ્ટાર્સના સાઇડ બિઝનેસ:અમિતાભે 10 લાખ તો કરન જોહરે 17 લાખમાં ઘર ભાડે આપ્યું છે, આ સેલેબ્સ રિયલ એસ્ટેટમાંથી તગડી કમાણી કરે છે

મુંબઈ7 મહિનો પહેલા
  • કૉપી લિંક

હાલમાં જ બોલિવૂડ એક્ટ્રેસ કાજોલે પોતાનો મુંબઈના પવઈ સ્થિત ફ્લેટ 90 હજારમાં ભાડે આપ્યો છે. આ ફ્લેટ હીરાનંદાની ગાર્ડન્સના એટલાન્ટિસ પ્રોજેક્ટના 21મા માળે છે. 771 સ્કેવર ફુટમાં ફેલાયેલો છે. 3 લાખ રૂપિયા ડિપોઝિટ પણ લેવામાં આવી છે. કાજોલ ઉપરાંત ઘણાં સેલેબ્સ પ્રોપર્ટીમાંથી કમાણી કરતા હોય છે.

અમિતાભ બચ્ચન

અમિતાભે ગયા મહિને એટલે કે નવેમ્બરમાં બોલિવૂડ એક્ટ્રેસ ક્રિતિ સેનનને ડુપ્લેક્સ ભાડે આપ્યું છે. એક મહિનાનું ભાડું 10 લાખ રૂપિયા છે. આ ઘર બે વર્ષ માટે ભાડે આપવામાં આવ્યું છે. આ ઘર લોખંડવાલા રોડના એટલાન્ટિસ બિલ્ડિંગના 27-28 માળે છે. ડિપોઝિટ અમાઉન્ટ તરીકે ક્રિતિએ 60 લાખ રૂપિયા આપ્યા છે.

અભિષેક બચ્ચન

અભિષેકે પણ જુહૂ સ્થિત વત્સ એન્ડ અમુ બંગલાને ભાડે આપ્યો છે. આ બંગલાનું ભાડું દર મહિને 18.9 લાખ રૂપિયા છે. આ બંગલો 15 વર્ષ માટે ભાડે આપવામાં આવ્યો છે.

સલમાન ખાન

સલમાન ખાન ગેલેક્સી અપાર્ટમેન્ટમાં રહે છે. તેણે બાંદ્રા સ્થિત શિવ અસ્થાન હાઇટ્સનો ફ્લેટ 95 હજારની કિંમતે ભાડે આપ્યો છે.

સૈફ અલી ખાન

સૈફ અલી ખાને બાંદ્રા સ્થિત ફ્લેટ ગિલ્ટી બાય એસોસિયેશન મીડિયા પ્રાઇવેટ લિમિટેડને ભાડે આપ્યો છે. 1500 સ્કેવર ફુટમાં ફેલાયેલા આ ફ્લેટનું ભાડું 3.5 લાખ રૂપિયા છે. ડિપોઝિટ તરીકે 15 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા.

રોહિત શેટ્ટી​​​​​​​

ડિરેક્ટર રોહિત શેટ્ટી બાંદ્રાની સિગ્નિયા પર્લ બિલ્ડિંગના ચોથે માળે આવેલો ફ્લેટ 5 લાખની કિંમતે ભાડે આપ્યો છે. આ ફ્લેટ 2878 સ્કેવરફુટમાં ફેલાયેલો છે.

કરન જોહર​​​​​​​

​​​​​​​કરન જોહરે હાલમાં જ પોતાની બે પ્રોપર્ટી ભાડે આપી છે. આ બંને પ્રોપર્ટી ધર્મા પ્રોડક્શનના નામે છે. એક પ્રોપર્ટીનું ભાડું મહિને 17.56 લાખ તથા બીજી સંપત્તિનું ભાડું 6.15 લાખ રૂપિયા છે.