તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રોલ થયા અમિતાભ:78 વર્ષીય બિગ બીએ છઠ પૂજાની શુભકામના આપી. સોશિયલ મીડિયા પર યુઝર્સે ભૂલ પકડી કહ્યું- લખતા શીખી જાઓ

5 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહાનાયક અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર સૂર્ય ઉપાસના પર્વ છઠ પૂજાની શુભકામના આપી છે. જોકે તેમણે ટ્વીટમાં ભૂલથી 'છઠ'ને બદલે 'છત' લખી નાખ્યું, જેને કારણે સોશિયલ મીડિયા યુઝર્સ તેમને ટ્રોલ કરી રહ્યા છે. 78 વર્ષીય બિગ બીએ તેમના ટ્વીટમાં લખ્યું છે, 'છઠ પૂજા (પ્રતિહાર ષષ્ઠી/ સૂર્ય ષષ્ઠી)... બધાને નમસ્કાર... સૂર્ય પાસે તેના પરોપકાર માટે આશીર્વાદ માગતા. શુક્રવાર, 20 નવેમ્બર. છત (છઠ) પૂજાની અનેક- અનેક શુભકામનાઓ.'

સોશિયલ મીડિયા યુઝર્સે આવી કમેન્ટ્સ કરી, જુઓ પ્રિન્ટ સ્ક્રીન

બે દિવસ પહેલાં પણ આવી ભૂલ કરી હતી
બે દિવસ પહેલાં પણ અમિતાભ બચ્ચને તેના એક ટ્વીટમાં આવી જ ભૂલ કરી હતી. વાત એમ હતી કે બિગ બીએ મહાત્મા ગાંધીનો એક ફોટો શેર કર્યો હતો અને સૌથી નીચે લખ્યું હતું, 'આપકો આતા હૈ યહ કિસને કહા થા?' જોકે, તેમને ચાર કલાક પછી તેમની ભૂલ દેખાઈ કે 'આપકો આતા હૈ'ની જગ્યાએ 'આપકો પતા હૈ' હોવું જોઈએ. બિગ બીએ તેમની ભૂલ સુધારીને સોશિયલ મીડિયા યુઝર્સ પાસે માફી માગી હતી.

અમિતાભે જે ટ્વીટમાં લખ્યું હતું

ચાર કલાક પછી કરેક્શન કર્યું

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો