અચીવમેન્ટ / અમિતાભ બચ્ચનના ટ્વિટર પર 43 મિલિયન ફોલોઅર્સ થયા, નરેન્દ્ર મોદી બાદ સૌથી વધુ ફોલોઅર્સ ધરાવનાર બીજા ભારતીય

X

દિવ્ય ભાસ્કર

Jun 30, 2020, 06:14 PM IST

અમિતાભ બચ્ચનના ટ્વિટર પર 43 મિલિયન એટલે કે 4  કરોડ 30 લાખ ફોલોઅર્સ થઇ ગયા છે. આ માઈલસ્ટોન અચીવ કરનાર બિગ બી પહેલા ભારતીય સેલિબ્રિટી છે. જ્યાર 59.1 મિલિયન ફોલોઅર્સ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટોપ પર છે અને બીજા ભારતીય અમિતાભ બચ્ચન છે.

અમિતાભે આ વાતની જાણકારી તેમના ઇન્સ્ટા અકાઉન્ટ પર આપી છે જ્યાં તેમના 19 મિલિયન (1 કરોડ 90 લાખ) ફોલોઅર્સ છે. અમિતાભ બચ્ચન ઘણીવાર ઇન્સ્ટા પર મિલેનિયલની જેમ ફોલોઅર્સ વધારવા માટે રસપ્રદ પોસ્ટ સાથે કેપ્શન શેર કરતા રહે છે.

ટ્વિટર પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા ઇન્ડિયન સેલિબ્રિટી 
અમિતાભ બચ્ચન - 43 મિલિયન 
સલમાન ખાન - 41.1 મિલિયન 
શાહરુખ ખાન - 40.6 મિલિયન 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી