તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘ડોન’ના 42 વર્ષ:અમિતાભ બચ્ચને ‘ખઈકે પાન બનારસવાલા’માં અભિષેકના ડાન્સની નકલ કરી હતી

મુંબઈ9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ‘ખઈકે પાન’ના શૂટિંગ દરમિયાન અમિતાભે પગમાં એનેસ્થેસિયાના ઈન્જેક્શન લીધા હતાં

અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘ડૉન’ને 42 વર્ષ પૂર્ણ થયા છે. આ ફિલ્મ 12 મે, 1978માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું ગીત ‘ખઈકે પાન બનારસવાલા’ ઘણું જ હિટ રહ્યું હતું. હાલમાં જ અમિતાભ બચ્ચને ખુલાસો કર્યો હતો કે તેમણે આ ગીતમાં દીકરા અભિષેકના ડાન્સની નકલ કરી હતી. આ ગીત દરમિયાન તેમને પગમાં એનેસ્થેસિયા આપવામાં આવ્યું હતું.

ફિલ્મની રસપ્રદ માહિતી શૅર કરી
અમિતાભે કહ્યું હતું કે તે સમયે તેઓ દિવસમાં 2-3 શિફ્ટમાં કામ કરતાં હતાં. તે સમયે તેઓ સવારે સાતથી બેની શિફ્ટમાં ચાઈના ક્રિક જતા હતાં. ચાઈના ક્રિક મુંબઈથી થોડાંક અંતરે આવેલું છે. અહીંયા તેમણે એક્શન સીક્વન્સ શૂટ કરી હતી. આ દમરિયાન તેમના પગમાં ઈજા થઈ હતી. પગમાં ફોલ્લાઓ પડી ગયા હતાં. ચાઈના ક્રિકથી તેઓ મેહબૂબ સ્ટૂડિયો ‘ડોન’ના ‘પાન બનારસવાલા’ સોંગ માટે આવ્યા હતાં. તેમણે ખુલ્લા પગે ડાન્સ કરવાનો હતો. ફોલ્લાઓને કારણે તેઓ ચાલી શકે તેમ પણ નહોતાં. સેટ પર ડોક્ટર બોલાવવામાં આવ્યા અને તેમને પગમાં એનેસ્થેસિયાના ઈન્જેક્શન આપવામાં આવ્યા હતાં અને ચાર-પાંચ દિવસની અંદર આ સોંગનું શૂટિંગ પૂર્ણ કર્યું હતું. 

ડાન્સ અંગે આ ખાસ વાત કહી
‘પાન બનારસવાલા’ સોંગના ડાન્સ મૂવ અંગે કહ્યું હતું કે તેમણે નાનકડાં દીકરા અભિષેક બચ્ચનની નકલ કરી હતી. નાનકડો અભિષેક બચ્ચન જ્યારે પણ ગીત સાંભળે ત્યારે ગીતમાં જે રીતના સાઈડ સ્ટેપ છે, તેમ કરવા લાગતો હતો. તેમણે અભિષેકને જોઈને જ આ રીતના સ્ટેપ કરવાનું નક્કી કર્યું હતું.

ડિસ્ટ્રીબ્યૂટરને ‘ડોન’ નામ પસંદ નહોતું
અમિતાભે કહ્યું હતું કે તે સમયે ડૉન (DAWN) બ્રાન્ડની અન્ડરવિઅર આવતી હતી. આ જ કારણથી ડિસ્ટ્રીબ્યૂટરને આ ટાઈટલ પસંદ આવ્યું નહોતું. 

બેસ્ટ એક્ટરનો અવોર્ડ મળ્યો હતો
‘ડોન’ માટે અમિતાભ બચ્ચનને બેસ્ટ એક્ટર ફિલ્મફેરનો અવોર્ડ મળ્યો હતો. નૂતનને ‘મૈં તુલસી તેરે આંગન કી’ માટે બેસ્ટ એક્ટ્રેસનો ફિલ્મફેર અવોર્ડ મળ્યો હતો. ડિરેક્ટર ચંદ્ર બારોટ, જયા બચ્ચન અવોર્ડ સેરેમનીમાં હાજર રહ્યાં હતાં. ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં જ ફિલ્મના પ્રોડ્યૂસર નરીમાન ઈરાનીનું નિધન થયું હતું અને અમિતાભ બચ્ચને તેમના પત્નીને આ અવોર્ડ સમર્પિત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે 1978ના ફિલ્મફેર અવોર્ડમાં અમિતાભ બચ્ચન ત્રણ ફિલ્મ (’ડોન’, ‘ત્રિશૂલ’ તથા ‘મુકદ્દર કા સિકંદર’) માટે બેસ્ટ એક્ટર માટે નોમિનેટ થયા હતાં. 

અમિતાભની 22 દિવસની અંદર ચાર ફિલ્મ રિલીઝ થઈ હતી, જેમાંથી ત્રણ સુપરહિટ રહી હતી. 

નંબરફિલ્મરિલીઝ ડેટડિરેક્ટરહિટ કે ફ્લોપ?
1કસમે વાદે21 એપ્રિલ, 1978રમેશ બહલસુપરહિટ
2બેશરમ28 એપ્રિલ, 1978દેવેન વર્માએવરજ
3ત્રિશૂલ5 મે, 1978યશ ચોપરાસુપરહિટ
4ડોન12 મે, 1978ચંદ્ર બારોટસુપરહિટ

નરીમાન ઈરાનીનું આ રીતે નિધન થયું હતું
અમિતાભે કહ્યું હતું કે એક અકસ્માતમાં નરીમાન ઈરાનીનું અવસાન થયું હતું. 1977માં નરીમાન એક્ટર મનોજ કુમારની ફિલ્મ ‘ક્રાંતિ’ના શૂટિંગમાં વ્યસ્ત હતાં. આ સમય દમરિયાન અચાનક તેમનું ધ્યાન પડ્યું કે સેટની દીવાલ પડી રહી છે અને તેની બાજુમાં જ એક બાળક રમી રહ્યું છે. તેમને ડર લાગ્યો કે બાળકને ઈજા થશે એટલે તેઓ તરત જ બાળકને બચાવવા ગયા હતાં. બાળક તો બચી ગયું પરંતુ તેમને થાપામાં ફ્રેક્ચર થયું હતું. જોકે, થોડાંક જ દિવસ બાદ તેમનું નિધન થયું હતું. અમિતાભે નરીમાનને લઈને કહ્યું હતું કે તેઓ ભગવાનના માણસ હતાં, એકદમ સરળ, મૃદુ ભાષી અને પોતાના ક્રાફ્ટમાં માસ્ટર હતાં. તેઓ ‘ડોન’ને જોવા માટે જીવિત રહ્યાં નહીં. 

ઈરાનીને દેવામાંથી બહાર લાવવા માટે ‘ડોન’ બનાવવામાં આવી હતી
નરીમાન પ્રોડ્યૂસર બન્યા તે પહેલાં સિનેમેટોગ્રાફર તરીકે કામ કરતાં હતાં. તેમણે બે જ ફિલ્મ પ્રોડ્યૂસ કરી હતી. સુનીલ દત્ત સ્ટારર ‘જિંદગી જિંદગી’ તથા અમિતાભ બચ્ચનની ‘ડોન.’ ફિલ્મ ‘જિંદગી જિંદગી’ ખરાબ રીતે બોક્સ ઓફિસ પર પીટાઈ ગઈ હતી અને તે સમયે તેમની પર 12 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું. ઈરાનીને આર્થિક તંગીમાંથી બહાર લાવવા માટે અમિતાભ બચ્ચન, ઝિન્નત અમાન, ચંદ્ર બારોટ તથા મનોજ કુમારે તેમને એક બીજી ફિલ્મ બનાવવાનું કહ્યું હતું. આ બીજી ફિલ્મ એટલે ‘ડોન.’

સલીમ જાવેદે ‘ડોન’ની સ્ક્રિપ્ટ લખી હતી
ચંદ્ર બારોટ તથા નરીમાન ઈરાની પહેલાં સલીમ-જાવેદ પાસેથી ‘ડોન’ની સ્ક્રિપ્ટ લેવા કોઈ તૈયાર નહોતું. આ ફિલ્મની સ્ક્રિપ્ટ દેવાનંદ, પ્રકાશ મહેરા તથા જીતેન્દ્રે રિજેક્ટ કરી હતી. તે સમયે સ્ક્રિપ્ટનું કોઈ ટાઈટલ આપવામાં આવ્યું નહોતું. ‘ડોન’ તો સ્ક્રિપ્ટનું એક માત્ર પાત્ર હતું. જ્યારે નરીમાને સલીમ ખાનનો સંપર્ક કર્યો તો તેમણે કહ્યું હતું કે તેમની પાસે એક સ્ક્રિપ્ટ પડી છે અને તે કોઈ લેતું નથી. આના પર નરીમાને કહ્યું હતું કે આ સ્ક્રિપ્ટ ચાલશે. આ રીતે ‘ડોન’ ફ્લોર પર આવી હતી. ફિલ્મને ચંદ્ર બારોટે ડિરેક્ટ કરી હતી. ફિલ્મમાં ઝિન્નત અમાન, પ્રાણ તથા હેલન હતાં. અમિતાભ બચ્ચને ડબલ રોલ કર્યાં હતાં, જેમાં એક ડોનનો અને બીજો વિજયનો રોલ હતો. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો