કરોડોના દાન પર બબાલ:શિખ વિરોધી હોવાના આક્ષેપોમાં અમિતાભ બચ્ચન ફસાયા, 10 વર્ષ પહેલાં અકાલ તખ્તને લખેલો પત્ર વાઈરલ થયો હોવાનો દાવો

મુંબઈ5 મહિનો પહેલા

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને દાનમાં આપેલા કરોડો રૂપિયા અંગે શિખ રાજકારણમાં હોબાળો થયો છે. અમિતાભ બચ્ચન પર 1984ના શિખ તોફાનો અંગે આક્ષેપો મૂકવામાં આવી રહ્યા છે. આ દરમિયાન આખી બાબતમાં એક નવો જ ઘટસ્ફોટ થયો છે. અમિતાભે 10 વર્ષ પહેલાં લખેલા પત્રમાં પોતાના પર લાગેલા તમામ આક્ષેપોને નકાર્યા હતા. આ કથિત પત્ર હવે વાઈરલ થયો છે.

વિવાદમાં આવ્યા બાદ ઈન્ટરનેટ પર અમિતાભ બચ્ચને અકાલ તખ્તને લખેલો પત્ર વાઈરલ થયો
વિવાદમાં આવ્યા બાદ ઈન્ટરનેટ પર અમિતાભ બચ્ચને અકાલ તખ્તને લખેલો પત્ર વાઈરલ થયો

અમિતાભે ખાલસા કાર્યક્રમમાં જવાની ના પાડી દીધી હતી
દાવો કરવામાં આવી રહ્યો છે કે અમિતાભ બચ્ચને આ પત્ર 2011માં અકાલ તખ્તને મુંબઈના તત્કાલીન શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટીના સભ્ય ગુરિંદર સિંહ બાબાના માધ્યમથી મોકલ્યો હતો. વાઈરલ થયેલા આ કથિત પત્રમાં અમિતાભે પોતાના પર લાગેલા શિખ હિંસા માટે ભીડને ઉશ્કેરવાના આક્ષેપો પર ચોખવટ કરી હતી.

વાસ્તવમાં 2011માં પંજાબ સરકારે ખાલસા પંજના જન્મસ્થાન શ્રી આનંદપુર સાહિબમાં ઐતિહાસિક ખાલસા વિરાસત કોમ્પ્લેક્સના ઉદ્ઘાટન સમારંભમાં અમિતાભ બચ્ચનને સામેલ થવા માટે આમંત્રણ આપ્યું હતું. બિગ બીએ આમંત્રણ સ્વીકાર્યા બાદ એટલા માટે જવાની ના પાડી કે તે ઐતિહાસિક સમારંભમાં કોઈ પણ શરમનું કારણ બનવા માગતા નહોતો. સમારંભ પૂરો થયા બાદ તેમણે પોતાના પર લાગેલા આક્ષેપોનું ખંડન કર્યું હતું.

અમિતાભે કહ્યું હતું, તે શિખોની ભાવાનાને ઠેસ પહોંચાડી શકે નહીં
અમિતાભે સ્પષ્ટતા કરી હતી કે નેહરુ-ગાંધી પરિવાર સાથે તેમના સંબંધો છે. તેઓ સુખ-દુઃખમાં એકબીજાના ઘરે આવતા જતા હતા. 1984માં શિખ વિરોધી તોફાનની ઘટના દેશના ઈતિહાસમાં કાળા અક્ષરે લખાઈ છે. તે શિખોની ભાવનાને ક્યારેય ઠેસ પહોંચાડી શકે નહીં, કારણ કે તેમના પરિવારે તેમને શિખ અંગેની વાતો કહી છે. 1984માં હિંસા ભડકાવવાનો જે આક્ષેપ મૂકવામાં આવ્યો છે, તે ખોટો છે.

અમિતાભે 12 કરોડનું દાન આપ્યું હતું
આ પત્ર ત્યારે સામે આવ્યો છે, જ્યારે અમિતાભ બચ્ચને દિલ્હી ગુરુદ્વારા પ્રબંધક કમિટીને 12 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. મનજીત સિંહે આ અંગે અકાલ તખ્તને મનજિંદર સિંહ સિરસા વિરુદ્ધ પત્ર પણ આપ્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે આ દાન લેવાય નહીં, કારણ કે અમિતાભ બચ્ચન શિખ વિરોધી છે.