અમિતાભ બચ્ચને ગુરુવાર (6 ઓગસ્ટ)ના રોજ સવારે એક ટ્વીટમાં ગીતકાર તથા કવિ પ્રસૂન જોષીની માફી માગી હતી. બુધવાર (પાંચ ઓગસ્ટ) રાત્રે અમિતાભે ટ્વિટર પર એક કવિતા પોસ્ટ કરી હતી. અમિતાભે આ કવિતા હરિવંશ રાય બચ્ચનની હોવાનું કહ્યું હતું. જોકે, પછી ભૂલનો અહેસાસ થતા તેમને ખ્યાલ આવ્યો કે આ કવિતા પ્રસૂન જોષીની છે. અમિતાભે બીજા દિવસે એટલે કે ગુરુવારના રોજ ટ્વિટર પર પ્રસૂન જોષીની માફી માગી હતી. આ ટ્વીટનો નંબર પણ ખોટો લખ્યો હતો અને તે માટે પણ બિગ બીએ સોરી કહ્યું હતું.
ગુરુવાર સવારે બિગ બીએ ટ્વીટ કરીને કહ્યું હતું, ભૂલ સુધારઃ ગઈ કાલે T3617 પર જે કવિતા મૂકી હતી, તેના લેખક બાબુજી નહોતા. આ ખોટું હતું. આ રચના કવિ પ્રસૂન જોષીની છે. હું તેમની માફી માગું છું. ત્યારબાદ બિગ બીએ પૂરી કવિતા શૅર કરી હતી.
ટ્વીટ નંબર પર ભૂલ કરી
અમિતાભ પોતાની દરેક ટ્વીટની સાથે નંબર પણ લખતા હોય છે. કવિતા શૅર કરતા સમયે બિગ બીએ માત્ર લેખકના નામમાં જ ભૂલ નહોતી કરી પરંતુ ટ્વીટના નંબરમાં પણ ભૂલ કરી હતી. તેમને આ વાતની જાણ થતાં જ તેમણે ભૂલ સુધારી અને માફી માગી હતી. તેમણે કહ્યું હતું, છેલ્લી ટ્વીટ T 3617 હતી...નહીં કે T 3817 સોરી...
પિતાજીની કવિતા શૅર કરી હતી
અમિતાભે પિતા હરિવંશ રાય બચ્ચનની એક કવિતા શૅર કરી હતી.
અમિતાભ કોરોનાને લાત મારતા જોવા મળ્યા
બુધવાર (પાંચ ઓગસ્ટ)ના રોજ અમિતાભે એક ટ્વીટ કરી હતી. આ ટ્વીટમાં તેઓ કોરોનાવાઈરસને કિક મારતા જોવા મળ્યા હતા. આ તસવીરમાં અભિષેક બચ્ચન પણ જોવા મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.