ફની ટોક / ‘ગુલાબો સિતાબો’ને લઈ ડિરેક્ટર શૂજિત સરકારે અમિતાભ બચ્ચન તથા આયુષ્માન સાથે વીડિયો કોલ પર વાત કરી

X

દિવ્ય ભાસ્કર

May 22, 2020, 04:40 PM IST

મુંબઈ. અમિતાભ બચ્ચન તથા આયુષ્માન ખુરાના સ્ટારર ‘ગુલાબો સિતાબો’ના ટ્રેલર લોન્ચને લઈ હાલમાં ફિલ્મના ડિરેક્ટર શૂજિત સરકારે બંને સ્ટાર્સ સાથે વીડિયો કોન્ફરસિંગ પર વાત કરી હતી. આનો વીડિયો સોશિયલ મીડિયામાં શૅર કરવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન આયુષ્માન મોડો આવતા અને તેની વચ્ચે વચ્ચે બોલવાની ટેવથી હેરાન થઈને અમિતાભે તેને બોસગિરી ના કરવાનું કહ્યું હતું.

આયુષ્માને વીડિયો શૅર કરીને કહ્યું હતું, ‘ગુલાબો સિતાબો’ ટ્રેલર અનાઉન્સમેન્ટ. કોણ કેટલું શાતિર છે, તે તમે જોજો. ટ્રેલર 22 મેના રોજ ચાર વાગે આવશે. વર્લ્ડ પ્રીમિયર 12 જૂને પ્રાઈમ વીડિયો પર. અમિતાભ બચ્ચને પણ આ જ વીડિયો સોશિયલ મીડિયામાં શૅર કર્યો હતો.વીડિયો કોલમાં  આ ત્રણેયે મજાકમાં વાત કરી હતી. આટલું જ નહીં આ ફિલ્મના પ્રમોશનનો જ એક ભાગ હતો. 

અમિતાભે કહ્યું, યંગ જનરેશનની આ જ સમસ્યા છે
વીડિયોની શરૂઆતમાં અમિતાભ તથા શૂજિત જોવા મળે છે. ત્યારે શૂજિત કહે છે કે આયુષ્માનને ફોન કરવાનો પ્રયાસ કર્યો પરંતુ સતત વ્યસ્ત આવે છે. તો અમિતાભ કહે છે કે યંગ જનરેશનની આ જ સમસ્યા છે. તેઓ ફોન પર જ લાગેલા હોય છે. એને કહ્યું તો હતું કે સમય પર આવવું. કોન્ફરન્સ કોલ કરવાનો છે. 

આયુષ્માન આવીને ઊભો થઈને જતો રહે છે
આયુષ્માન આવે છે અને પછી શૂજિત સરકાર ફિલ્મના ટ્રેલર લોન્ચિંગના પ્લાનિંગ પર વાત કરે છે. ત્યારે આયુષ્માન જતો રહે છે અને જેકેટ પહેરીને પરત આવે છે. તે કહે છે કે હેર, મેકઅપ કંઈ જ કર્યું નહોતું અને સ્ટાઈલિસ્ટ પણ નથી તો આ બધું જાતે જ કરવું પડે છે. ત્યારબાદ અમિતાભ તેને કહે છે, ‘જુઓ, યાર મારી વાત માનો એક સમય પર એક જ કામ કરો. ક્યારેક ફોન માટે જતા રહો છો, ક્યારેક ખબર નહીં ક્યાં જતા રહો છો.’ તો શૂજિત સરકાર કહે છે કે આ ફિલ્મ સેટ થોડી છે. 

આયુષ્માન અમિતાભને વારંવાર ટોકે છે
અમિતાભ પછી કહે છે કે ચલો શરૂ કરીએ. ત્યારબાદ અમિતાભ કહે છે, ‘લેડીઝ એન્ડ જેન્ટલમેન ધિસ ઈઝ અમિતાભ બચ્ચન’ અને પોતાની વાત શરૂ કરવા જાય છે તો આયુષ્માન વચ્ચે અટકાવતા કહે છે, ‘સર, લખનઉમાં શૂટ થયેલી આપણી ફિલ્મ, અંગ્રેજીમાં લોકોને કનેક્ટ કરી શકશે?’ તો અમિતાભ હિંદીમાં બોલે છે, ‘દેવિયોં ઔર સજ્જનો મેરા નામ અમિતાભ બચ્ચન હૈં...’ તો આયુષ્માન ફરીવાર ટોકતા કહે છે, ‘સર, દેવિયોં ઔર સજ્જનો’ સાંભળીને ‘કેબીસી’ જેવી ફીલિંગ આવવા લાગી.’

આયુષ્માન ગુસ્સે થયેલાં અમિતાભને માંડ માંડ સંભાળે છે
વારંવાર ટોકવાથી નારાજ થયેલા અમિતાભ કહે છે, ‘આમાં ખરાબી શું છે, શું છે યાર, આ બોસિંગ છોડો.. ચાર-ચાર ફિલ્મ કરી છે શૂજિત સરકાર સાથે અને તમે મારી પર બોસિંગ કરો છો.’ ત્યારે આયુષ્માન કહે છે, ‘અરે અરે અરે સર તમે તો બહુ બધી ફિલ્મ અને કમર્શિયલ તેમની સાથે કર્યાં છે. મેં તો ખાલી એક ફિલ્મ ‘વિકી ડોનર’ જ કરી છે. સર, તમે આમ પણ સીનિયર છો.’ ત્યારબાદ અમિતાભ કહે છે કે સારું આ સીનિયર ને જૂનિયર છોડો. તમે સીનિયર અને અમે જૂનિયર. ત્યારબાદ તેઓ કહે છે કે ‘ગુલાબો સિતાબો’નું ટ્રેલર 22 મેના રોજ એમેઝોન પ્રાઈમ વીડિયો તથા એમેઝોન પ્રાઈમ વીડિયોના યુ ટ્યૂબ પર રિલીઝ થશે. 

અમિતાભ સાથેની તસવીર શૅર કરી
આયુષ્માને આ ફિલ્મની એક તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘જે વ્યક્તિ વિશેષ મારી બાજુમાં બેઠા છે, તે સદીના મહાનાયક છે. બહુ સારી વાત છે કે તેઓ વેશ બદલીને પોતાના ગેટ અપમાં બેઠા છે. નહીં તો મારી હિંમત કે હું આઈ ડોન્ટ કેર વાળાં એક્સપ્રેશન આપું. ટ્રેલર જલ્દીથી આવશે..’

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી