તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ટ્યૂન પર બિગ બીની માફી:ફેનનો સવાલ- કોલર ટ્યૂન ક્યારે બંધ થશે, બિગ બી બોલ્યા- કષ્ટ માટે ક્ષમા પ્રાર્થી

2 મહિનો પહેલા
અમિતાભે કહ્યું- કોરોના ટ્યૂન મારો નિર્ણય નથી, હું દેશ-સમાજ માટે જે કરું છું એ ફ્રીમાં કરું છું.- ફાઈલ ફોટો. - Divya Bhaskar
અમિતાભે કહ્યું- કોરોના ટ્યૂન મારો નિર્ણય નથી, હું દેશ-સમાજ માટે જે કરું છું એ ફ્રીમાં કરું છું.- ફાઈલ ફોટો.

કોરોના કોલર ટ્યૂનને લઈને બિગ બી હાલ ઘણા ચર્ચામાં છે. એક ફેને તો અમિતાભ બચ્ચનને સોશિયલ મીડિયા પર પૂછી જ લીધું કે કોરોનાવાળી કોલર ટ્યૂન ક્યારે બંધ થશે? આના પર અમિતાભે જવાબ પણ આપ્યો અને માફી પણ માગી લીધી.

અમિતાભે કહ્યું- ક્ષમા પ્રાર્થી છું, પણ કોલર ટ્યૂન બંધ કરાવવી મારા હાથમાં નથી
ક્ષમા ત્રિપાઠી નામનાં ફેને સોશિયલ મીડિયા પર અમિતાભને કહ્યું હતું, 'અમે તમારી ઈમાનદારી અને કન્ફેશનને પ્રેમ કરીએ છીએ અને આ જ કારણ છે કે તમને બિગ બી કહીએ છીએ. બસ, હવે એ કોરોના ટ્યૂન બંધ કરાવી દો. જવાબમાં અમિતાભે લખ્યું, 'હું દેશ, પ્રાંત અને સમાજ માટે જે પણ કરું છું એ ફ્રીમાં કરું છું. તમને કષ્ટ થઈ રહ્યું છે તો હું ક્ષમા માગું છું, પણ આ બાબત મારા હાથમાં નથી.'

કવિતા ચોરીના આરોપ બાદ માફી માગી હતી
ગયા ગુરુવારે અમિતાભે સોશિયલ મીડિયા પર એક કવિતા શેર કરી હતી, જે જિંદગીની ચા વિશે હતી. આના પર સોશિયલ મીડિયા યુઝર તૃષા અગ્રવાલે દાવો કર્યો કે આ કવિતા તેમની છે અને બિગ બીએ એ શેર કરવા પર તેને ક્રેડિટ આપવી જોઈતી હતી. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે તૃષાની પોસ્ટ શેર કરી અને અમિતાભ પર કવિતા ચોરીનો આરોપ લગાવવાનું શરૂ કરી દીધું. 3 દિવસ પછી બિગ બીએ પોતાની વિરુદ્ધ ચાલી રહેલા આ ટ્રેન્ડને જોયો તો તેમણે તૃષાની માફી માગી લીધી.

રવિવાર રાત્રે અમિતાભે તેમના માફીનામામાં લખ્યું, 'ભૂલ સુધાર. આ કવિતા અને વિચાર તૃષા અગ્રવાલ દ્વારા લખવામાં આવ્યાં છે. હું આ બાબતે જાણતો ન હતો. કોઈએ મને આ મારા ફોટો સાથે મોકલી હતી, જે મને ગમી અને મેં પોસ્ટ કરી દીધી. હું માફી ઈચ્છું છું, આ કોઈના અપમાનના ઈરાદાથી કરવામાં આવ્યું ન હતું. આઈ એમ સોરી.'

તૃષાએ પણ આભાર જતાવ્યો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો