તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમિત સાધનો ઘટસ્ફોટ:સોનુ સૂદે પહેલો બ્રેક આપ્યો હતો, કહ્યું- આજે હું જે પણ છું, તે તેમને કારણે જ છું

મુંબઈ2 મહિનો પહેલા

સોનુ સૂદની બુક 'આઈ એમ નો મસીહા' લૉન્ચ થઈ ગઈ છે. આ પુસ્તકમાં સોનુએ કોરોનાકાળમાં લોકોને જે રીતે મદદ કરી તે અનુભવ શૅર કર્યો છે. એક્ટર અમિત સાધે સોશિયલ મીડિયામાં સોનુના પુસ્તકનું પ્રમોશન કરતાં કહ્યું હતું, 'ઘણાં જ ઓછો લોકોને ખબર છે કે મને સોનુ ભાઈએ જ પહેલો બ્રેક આપ્યો હતો. આજે હું જ્યાં પણ છું, તે તેમના કારણે છું. જે કામ તેમણે કર્યાં, જેની લોકો વાતો કરી રહ્યાં છે, એવા કામ તો તે વર્ષોથી કરે છે.'

સોનુએ જવાબ આપ્યો
અમિત સાધની આ ટ્વીટ પર રિપ્લાય આપતાં સોનુએ કહ્યું હતું, 'ભાઈ, તું શાસન કરવા માટે જ જન્મ્યો છે. તે તારું નસીબ જાતે લખ્યું છે. હું ભાગ્યશાળી છું કે તારી યાત્રાનો હિસ્સો બન્યો. મને તારી પર ગર્વ છે.'

અમિત સાધે સોનુની ટ્વીટને રી-ટ્વીટ કરીને કહ્યું હતું, 'સોનુભાઈ, તમારા આ શબ્દો માટે આભાર. આ મારા માટે બહુ જ મહત્ત્વ ધરાવે છે. હું તમને વધુ પ્રાઉડ ફીલ કરાવવા માટે ઘણી જ મહેનત કરીશ. આભાર મને પ્રોત્સાહન આપવા માટે અને યોગ્ય રસ્તો બતાવવા માટે. આશા છે કે તમારી સાથે ટૂંક સમયમાં મુલાકાત થશે. તમને બહુ જ બધો પ્રેમ.'

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો