તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાથી એક્ટર દુઃખી:અમિત સાધે સો.મીડિયાથી દૂર જવાનો નિર્ણય કર્યો, કહ્યું- 'મારા જિમ સેશનની પોસ્ટ લોકોને ઠીક નહીં કરી શકે'

મુંબઈ9 દિવસ પહેલા

આમિર ખાન પછી હવે 'કાઈ પો છે', 'સુલ્તાન' તથા 'ગોલ્ડ' જેવી ફિલ્મનો એક્ટર અમિત સાધે સો.મીડિયાથી દૂર જવાનો નિર્ણય લીધો છે. જોકે, એક્ટરે પૂરી રીતે સો.મીડિયા છોડ્યું નથી. તે હવે અહીંયા વિચારો, ફોટો તથા વીડિયો શૅર કરશે નહીં. અમિત સાધે એક પોસ્ટ શૅર કરીને આ અંગેની માહિતી આપી હતી. તેણે કહ્યું હતું, 'હું ઓફલાઈન જઈ રહ્યો છું. હાલની ઘટનાઓએ મને એ અહેસાસ અપાવ્યો કે શું મારે મારી તસવીરો તથા રીલ્સ શૅર કરવી જોઈએ. ખાસ કરીને ત્યારે જ્યારે મારા શહેર મુંબઈ અને આખા મહારાષ્ટ્રમાં કડક પ્રતિબંધો છે. આખો દેશ મુશ્કેલ પરિસ્થિતિમાં પસાર થઈ રહ્યો છે.'

'મારા જિમ સેશનની પોસ્ટથી કોઈને ઠીક કરશે નહીં'
અમિતે આગળ કહ્યું હતું, 'મને લાગે છએ કે મારા જીમ સેશનની પોસ્ટ અથવા રીલ્સ, જેમાં હું બેવકૂફ ભરેલી હરકતો કરું છું, તે કોઈને ઠીક નહીં કરી શકે અથવા કોઈનું મનોરંજન નહીં કરે. આ કોઈની ટીકા નથી. મને વ્યક્તિગત રીતે લાગે છે કે આ પરિસ્થિતિમાં આપણે સેન્સિટિવ થવાની સૌથી સારી રીત દુઆ તથા આશા કરવાની છે.'

અમિત સાધની પોસ્ટ
અમિત સાધની પોસ્ટ

ગંભીરતાને ના સ્વીકારાતા નિરાશા થાય છે
અમિત સાધે પોતાની પોસ્ટમાં તે લોકોની મદદ કરવાની અપીલ કરી છે, જેમની સેલરી 2 અથવા 3 ઝીરોમાં છે. ખાસ કરીને રોજની કમાણી પર આધાર રાખતા મજૂરોની મદદ કરવાનું કહ્યું છે, કારણ કે સૌથી વધારે આ જ લોકો પ્રભાવિત થતા હોય છે. તેણે કહ્યું હતું, 'જીવન ત્યારે પણ ચાલવું જોઈએ, જ્યારે મને તે ભારરૂપ લાગે. જ્યારે આપણે ગંભીરતાને સ્વીકારતા નથી અને તેના અંગે વાત કરતા નથી તો હું નિરાશ થઈ જાઉં છું. આપણે એવો વ્યવહાર ના કરી શકીએ, જાણે કે બધું જ ઠીક છે. આ મહામારી છે.'

ચાહકોને કહ્યું, ડાયરેક્ટ મેસેજિંગ સાથે જોડાઈ શકો છો
અમિતે છેલ્લે ચાહકને સંબોધિત કરીને કહ્યું હતું, 'મારા ચાહકો માટે સ્પેશિયલ નોટ. હું તમને લોકોને છોડી નથી રહ્યો. તમને સારી રીતે ખબર છે કે હું આવું ક્યારેય કરી શકું નહીં. જ્યારે વાતચીતની જરૂર હોય તો મને DM (ડાયરેક્ટ મેસેજ) કરો. જેવી રીતે તમે હંમેશાં કરો છો. હું અહીંયા જ છું, પરંતુ સુવિચારો, પિક્ચર્સ તથા રીલ્સ પોસ્ટ નહીં કરું. મને વ્યક્તિગત રીતે લાગે છે કે આ મારા માટે વિશેષાધિકાર પ્રાપ્ત જીવનનો દેખાડો કરવાનો સમય નથી.'

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો