આમિર ખાનની દીકરી આઈરા ખાને રવિવાર, 8 મેના રોજ 25મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. આઈરાએ પિતા આમિર ખાન, માતા રીના દત્તા, બોયફ્રેન્ડ નુપૂર શિખરે તથા મિત્રો સાથે બર્થડેની ઉજવણી કરી હતી. આટલું જ નહીં બર્થડે પાર્ટીમાં આમિર ખાનની પૂર્વ પત્ની કિરણ રાવ પણ આવી હતી.
આઈરા ખાને સો.મીડિયામાં તસવીરો શૅર કરી
આઈરા ખાને ફ્રેન્ડ ડેનિયલ સાથે રાત્રે 12 વાગે કેક કાપીને જન્મદિવસની શરૂઆત કરી હતી. નુપૂર શિખરેએ સો.મીડિયામાં આઈરાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આઈરાએ પરિવાર તથા મિત્રો સાથે પૂલ પાર્ટી કરી હતી.
આઈરા બિકીનીમાં જોવા મળી
આઈરાએ ટૂ પીસ બિકીની પહેરીને માતા રીના દત્તા તથા પિતા આમિર ખાન તથા સાવકા ભાઈ આઝાદની હાજરીમાં કેક કટ કરી હતી. આઈરાએ પ્રેમી તથા મિત્રો સાથે પૂલમાં સ્વિમિંગ પણ કર્યું હતું. આ સમયે કિરણ રાવ પણ જોવા મળી હતી.
તસવીરોમાં આઈરા ખાનની પાર્ટી...
આમિર તથા રીના 2002માં અલગ થયા
આમિર ખાને પહેલા લગ્ન રીના દત્તા સાથે કર્યા હતા. આમિર જ્યારે 'કયામત સે કયામત તક'નું શૂટિંગ કરતો હતો ત્યારે જ તેણે રીના સાથે લગ્ન કર્યા હતા. આ જ ફિલ્મના 'પાપા કહતે હૈ' ગીતમાં રીના મહેમાન ભૂમિકામાં જોવા મળી હતી. 18 એપ્રિલ 1986માં થયેલા એ લગ્ન 16 વર્ષ ટક્યા. 2002માં તેમના ડિવોર્સ થઈ ગયા. આમિર અને રીનાને બે બાળક- જુનૈદ અને આઈરા છે. આ બંને રીના સાથે જ રહે છે.
2005માં કિરણ રાવ સાથે લગ્ન કર્યા
2005માં આમિરે કિરણ રાવ સાથે લગ્ન કર્યાં હતાં. 2011માં દીકરા આઝાદનો સરોગસીથી જન્મ થયો હતો. 3 જુલાઈ, 2021ના રોજ આમિરે કિરણથી અલગ થયાની જાહેરાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે આઈરાએ 2019માં ‘યુરિપાઈડ્સ મેડિયા’ નામનાં પ્લે સાથે થિએટરમાં ડેબ્યૂ કર્યું હતું. આ પ્લેને ડિરેક્ટ કર્યું હતું. આ શોથી વરુણ ધવનની ભત્રીજી અંજિની ધવને એક્ટ્રેસ તરીકે ડેબ્યૂ કર્યું હતું. આ નાટકમાં ક્રિકેટર યુવરાજ સિંહની પત્ની હેઝલ કિચે લીડ રોલ પ્લે કર્યો હતો.
કમાલ આર ખાને આઈરાને ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો
KRK (કમાલ ખાન)એ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ' આમિર ખાનના ઘરમાં જે થતું હોય તેની સામે મને કોઈ વાંધો નથી, પરંતુ આવા ફોટો સો.મીડિયામાં કેમ પોસ્ટ કરવા પડે? તમારા પરિવારનું કંઈક તો સિક્રેટ રાખો...'
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.