બોલિવૂડમાં સુષ્મિતા સેનનો ભાઈ રાજીવ સેન અને તેની પત્ની ચારુ અસોપાના સંબંધ એ હદે વણસી ગયા છે કે વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ છે. આ વચ્ચે બંનેનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. જેમાં બંને નારાજગી ભૂલીને ડાન્સ કરી રહ્યા છે.
ચારુએ આ વીડિયોને પોતાના વ્લોગ પર શેર કર્યો છે. ફેન્સને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ ફેમિલી ફંક્શનમાં રાજીવ અને ચારુ પણ દીકરી જિયાના સાથે જોવા મળ્યા હતા. આ ઉપરાંત રાજીવની બહેન અને બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન પણ પોતાના એક્સ બોયફ્રેન્ડ રોહમન સાથે આ ફંક્શનમાં હાજરી આપી હતી.
બંનેને સાથે જોઈને ફેન્સ ખુશખુશાલ
આ ફંક્શનમાં ચારુ અને રાજીવ 'પહલા પહલા પ્યાર હૈ' ગીત પર રોમેન્ટિક ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આ સમય દરમિયાન બંનેનું ટ્વિનિંગ પણ ગજબનું લાગી રહ્યું હતું. રાજીવ અને ચારુને સાથે જોઈને ફેન્સ ખૂબ જ ખુશ છે. ફ્રેન્સનું કહેવું છે કે, બંને સાથે ખૂબ જ સારા લાગે છે અને બંનેએ માત્ર પોતાના માટે જ નહીં પરંતુ તેમની પુત્રી માટે પણ સાથે રહેવું જોઈએ.
2019માં બંનેએ કર્યાં હતાં લગ્ન
ચારુ અને રાજીવે 2019માં લગ્ન કર્યાં હતાં. વર્ષ 2021માં દીકરી જિયાનાનો જન્મ થયો હતો. સુસ્મિતા સેન પણ દીકરીના જન્મ સમયે હાજર હતી. થોડા દિવસ બાદ બંને વચ્ચે અણબનાવના સમાચાર સામે આવવા લાગ્યા હતા. જોકે 2022માં ચારુએ કન્ફર્મ કર્યું હતું કે તે રાજીવને ડિવોર્સ આપવા જઈ રહી છે, ત્યાર બાદ એક્ટ્રેસ અલગ ઘરમાં રહેવા લાગી હતી. હવે થોડા દિવસ પહેલાં ગણેશચતુર્થી નિમિત્તે પેચઅપ પણ થયું હતું, પરંતુ હવે ફરી બંને અલગ થઈ ગયાં છે. તો હવે બંનેનું કહેવું છે કે દીકરીના ઉછેરને ધ્યાનમાં રાખીને તેઓ પોતાના સંબંધોને ફ્રેન્ડલી રાખવા માગે છે.
ચારુએ ટેલિવિઝનની અનેક સિરિયલમાં કામ કર્યું
ચારુએ તાજેતરમાં જ તેના ફેન્સ સાથે લાઈવ સેશન કર્યું હતું. આ દરમિયાન તેણે તેની એક્ટિંગ કરિયર ફરી શરૂ કરવાની વાત કરી હતી. ચારુએ કહ્યું હતું કે, તેણી ટૂંક સમયમાં ટેલિવિઝન શો દ્વારા પરત ફરશે.
ચારુ આસોપા એક જાણીતી ટેલિવિઝન એકટ્રેસ છે. ચારુએ 'મેરે આંગને મેં', 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ', 'અકબર કા બલ બીરબલ' અને 'બાલ વીર' જેવા શોમાં કામ કર્યું છે.
રાજીવ તાજેતરની ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો છે
રાજીવ સેન એકટ્રેસ સુષ્મિતા સેનના ભાઈ છે. રાજીવે પોતાની કરિયરમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું. તે પૈકી કેટલીક ફિલ્મો હિટ પણ રહી હતી. તેણે તાજેતરમાં આય વધ, બ્લર, ગોવિંદા નામ મેરા, ફ્રેડી અને મારીચ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.