રેપ-અપ પાર્ટી:વિવાદોની વચ્ચે કંગના રનૌતે 'તેજસ'ની રેપ-અપ પાર્ટીમાં જબરદસ્ત ઠુમકા લગાવ્યા, ડાન્સના ફોટો અને વીડિયો શેર કર્યા

2 મહિનો પહેલા
  • વિવાદોની વચ્ચે કંગનાએ રેપ-અપ પાર્ટીમાં જોરદાર ડાન્સ કર્યો
  • સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતા યુઝર્સે તેને ટ્રોલ કરી

એક્ટ્રેસ કંગના રનૌત અત્યારે 2014માં મળેલી આઝાદીના પોતાના નિવેદનને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન કંગનાએ પોતાની અપકમિંગ ફિલ્મ 'તેજસ'નું શૂટિંગ પતાવી દીધું છે. આ વાતની જાણકારી કંગનાએ ખુદ સોશિયલ મીડિયા પર ફિલ્મની રેપ-અપ પાર્ટીના પોતાના કેટલાક ફોટો અને વીડિયો શેર કરીને આપી છે. કંગના આ વીડિયોમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. તેના પર લોકો તેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે, પોતાના આઝાદીવાળા નિવેદનથી વિવાદોમાં ફસાયા બાદ પણ કંગનાના પેટનું પાણી પણ હલ્યું નથી.

કંગના રનૌતે રેપ-અપ પાર્ટીના પોતાના લુકના કેટલાક ફોટો શેર કરીને લખ્યું, અમારા પ્રેમાર પ્રોડ્યુસરે 'તેજસ'ની રેપ-અપ પાર્ટી આપી છે. બીજા ફોટોના કેપ્શનમાં તેને લખ્યું, આ કેપ્શન લખતા સમયે મારી પાસે હંમેશાં શબ્દો ખુટી પડે છે...કૃપા મને સલાહ આપો.... ત્રીજો ફોટો શેર કરીને કંગનાએ લખ્યું, મારા મગજમાં એક ગીત ચાલી રહ્યું છે...મેરે મહેબૂબ તુજે મેરી મોહબ્બત કી કસમ.

કંગના રનૌત નફરત અને અસહિષ્ણુતાની એજન્ટ છે
ફિલ્મની રેપ-અપ પાર્ટીથી કંગનાના આ ફોટો અને ડાન્સ વીડિયો પર કમેન્ટ કરીને લોકો તેને ટ્રોલ કરીને ખરીખોટી સંભળાવી રહ્યા છે. તેમજ મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને એક્ટ્રેસને નફરતની એજન્ટ ગણાવી છે. તેને લખ્યું કે, પદ્મશ્રી કંગના રનૌત નફરત અને અસહિષ્ણુતાની એજન્ટ છે. તેને લાગે છે કે ભારતને 2014માં આઝાદી મળી, તેમાં નવાઈની વાત નથી. નફરત, અસહિષ્ણુતા, ઢોંગી દેશભક્તિ અને ઉત્પીડનને ભારતમાં 2014માં આઝાદી મળી.

કંગનાએ શું કહ્યું કે જેના પર વિવાદ થયો
એક રાષ્ટ્રીય મીડિયા નેટવર્કની વાર્ષિક સમિટમાં કંગના ગેસ્ટ સ્પીકર હતી. આ દરમિયાન તેને ભારતને સ્વતંત્રતા સંગ્રામ વિશે સાવરકર, લક્ષ્મીબાઈ અને નેતાજી બોઝને યાદ કરીને કહ્યું હતું, આ લોકોને ખ્યાલ હતો કે લોહી વહશે, પરંતુ આ હિંદુસ્તાની લોહી હોવું જોઈએ નહીં, તેમને આ અંગે ખબર હતી. તેમને પુરસ્કાર આપવો જોઈએ. એ આઝાદી નહોતી, પરંતુ ભીખ હતી. આપણને 2014માં અસલી આઝાદી મળી છે.