સારા-શુભમન વચ્ચે શું ચાલી રહ્યું છે?:ડેટિંગની અટકળો વચ્ચે બંને હોટલમાંથી સાથે બહાર નીકળ્યાં, વીડિયો વાઇરલ

મુંબઈ2 મહિનો પહેલા

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન તથા ક્રિકેટર શુભમન ગિલ વચ્ચે શું રંધાઈ રહ્યું છે એ તો હજી સુધી ક્લિયર નથી થયું. આ દરમિયાન બંને ફરી એકવાર સાથે જોવા મળ્યાં છે.

દિલ્હીમાં સાથે જોવા મળ્યાં
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સારા અલી ખાન તથા શુભમન ગિલ દિલ્હીમાં સાથે જોવા મળ્યા હતા. સો.મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં સારા તથા શુભમન દિલ્હીની હોટલમાંથી સાથે એક્ઝિટ કરતાં જોવા મળ્યાં હતાં. બંને કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યાં હતાં.

ફ્લાઇટમાં પણ સાથે હોવાનો દાવો
સારા તથા શુભમન ફ્લાઇટમાં સાથે હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સારાનો અન્ય એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં તે પિંક ટેંક ટોપમાં જોવા મળે છે. ફ્લાઇટમાં સારા ચાહકો સાથે સેલ્ફી ક્લિક કરાવે છે અને પછી ફ્લાઇટમાં શુભમનની બાજુમાં બેસી જાય છે.

સો.મીડિયામાં ચાહકોએ કમેન્ટ્સ કરી
સો.મીડિયામાં સારાના બંને વીડિયો વાઇરલ થયા છે. વાઇરલ વીડિયો જોયા બાદ યુઝર્સે કમેન્ટ્સ કરી હતી. એક યુઝરે કહ્યું હતું, 'શું ચક્કર છે?' બીજાએ કહ્યું હતું, 'શુભમન ગિલ સારાથી ઓબ્સેસ્ડ છે.'

થોડા સમય પહેલાં ડિનર ડેટનો વીડિયો વાઇરલ થયો હતો
થોડાં સમય પહેલાં સારા તથા શુભમનનો એક વીડિયો વાઇરલ થયો હતો. આ વીડિયોમાં શુભમન વ્હાઇટ-ગ્રીન ટી શર્ટમાં તથા સારા પિંક આઉટફિટમાં જોવા મળી હતી. બંને વેટરને ઓર્ડર આપતાં હતાં.

શુભમન ગિલ અને સારા તેંડુલકર રિલેશનશિપમાં હોવાની ચર્ચા ઘણા સમયથી થતી હતી. જોકે બંનેમાંથી કોઈએ આ અંગે કોઈ જ વાત કરી નહોતી. જોકે બંને સો.મીડિયામાં એકબીજાની તસવીરો પર કમેન્ટ્સ કરતાં રહેતાં હતાં. હાલમાં જ સારા તથા શુભમને સો.મીડિયામાં એકબીજાને અનફૉલો કર્યા હતા, આથી જ માનવામાં આવે છે કે બંને વચ્ચે બ્રેકઅપ થયું ગયું છે.

અન્ય સમાચારો પણ છે...